AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય સેનાએ ​​39 મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન આપ્યું, સુપ્રીમ કોર્ટે આપ્યો હતો આદેશ

women officers in indian army : સ્થાયી કમિશન એટલે નિવૃત્તિ સુધી સેનામાં કરિયર, જ્યારે શોર્ટ સર્વિસ કમિશન 10 વર્ષ માટે છે.

ભારતીય સેનાએ ​​39 મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન આપ્યું, સુપ્રીમ કોર્ટે આપ્યો હતો આદેશ
Indian Army today granted permanent commission to 39 women officers
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 8:25 PM
Share

DELHI : ભારતીય સેનાએ આજે ​​29 ઓક્ટોબરે 39 મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન આપ્યું છે. સુપ્રીમ કોર્ટમાં કાનૂની લડાઈ જીત્યા બાદ સેનાની 39 મહિલા અધિકારીઓને આ મહિને 22 ઓક્ટોબરે કાયમી કમિશન મળ્યું હતું. સુપ્રીમ કોર્ટે સેનાને 1 નવેમ્બર સુધીમાં તેમને કાયમી કમિશન આપવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે તે સુનિશ્ચિત કરે કે આ મહિલા અધિકારીઓને સાત કામકાજના દિવસોમાં નવી સેવાનો દરજ્જો આપવામાં આવે.

સ્થાયી કમિશન એટલે નિવૃત્તિ સુધી સેનામાં કરિયર, જ્યારે શોર્ટ સર્વિસ કમિશન 10 વર્ષ માટે છે. આમાં, અધિકારી પાસે 10 વર્ષના અંતે સ્થાયી કમિશન છોડવાનો અથવા પસંદ કરવાનો વિકલ્પ છે. જો કોઈ અધિકારીને સ્થાયી કમિશન ન મળે તો અધિકારી ચાર વર્ષનું એક્સટેન્શન પસંદ કરી શકે છે.

સુપ્રીમ કોર્ટે સરકારને આ અંગે ટૂંક સમયમાં આદેશ જાહેર કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે 25 અન્ય મહિલા અધિકારીઓને પણ સ્થાયી કમિશન ન આપવાના કારણો વિશે વિગતવાર માહિતી આપવાનો નિર્દેશ આપ્યો છે. કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું કે 71માંથી 39ને સ્થાયી કમિશન આપી શકાય છે. સુપ્રીમ કોર્ટમાં એ.એસ.જી. સંજય જૈને જણાવ્યું કે, 72 મહિલા અધિકારીઓએ સેવામાંથી મુક્તિ માટે અરજી કરી હતી, તેમાંથી સરકારે 71 કેસ પર પુનર્વિચાર કર્યો છે.

શા માટે 71 માંથી 39ને સ્થાયી કમિશન? 71 માંથી 39 સ્થાયી કમિશન માટે પાત્ર હોવાનું જાણવા મળ્યું છે. કેન્દ્રએ જણાવ્યું હતું કે 71માંથી 7 તબીબી રીતે અયોગ્ય છે, જ્યારે 25માં અનુશાસનહીનતાના ગંભીર કેસો છે અને તેમનું ગ્રેડિંગ નબળું છે. કુલ 71 મહિલા શોર્ટ સર્વિસ કમિશન અધિકારીઓ, જેમને સ્થાયી કમિશન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. 1 ઓક્ટોબરે કોર્ટે સરકારને કહ્યું હતું કે કોઈ પણ અધિકારીને સેવામાંથી મુક્ત ન કરો.

સુપ્રીમ કોર્ટે અગાઉ કર્યો હતો આદેશ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ બી.વી. નાગરથનાની બે જજની બેંચ આ મામલાની સુનાવણી કરી રહી હતી. મહિલા અધિકારીઓનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ વી.મોહના, હુઝેફા અહમદી અને મીનાક્ષી અરોરાએ કોર્ટને જણાવ્યું હતું કે મહિલા અધિકારીઓને ગેરલાયક ઠેરવવા એ સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટે ભારતીય સેનાને તમામ મહિલા શોર્ટ સર્વિસ કમિશન્ડ ઓફિસરોને સ્થાયી કમિશન આપવાનો નિર્દેશ આપ્યો હતો. આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સરકારને ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટે ફટાકડા પર લગાવ્યો પ્રતિબંધ, કહ્યું માત્ર ગ્રીન ફટાકડા જ બનાવી અને વેચી શકાશે

પોલીસે હાજરી ભરવા નહીં જવુ પડે સ્ટેશને, ઓલ ઈન વન નવી 'પ્રમાણ' એપ લોન્ચ
પોલીસે હાજરી ભરવા નહીં જવુ પડે સ્ટેશને, ઓલ ઈન વન નવી 'પ્રમાણ' એપ લોન્ચ
પ્રેમલગ્ન બાદ યુવતીઓને ધિક્કારવી ન જોઈએ- મહિલા આયોગના ચેરમેન
પ્રેમલગ્ન બાદ યુવતીઓને ધિક્કારવી ન જોઈએ- મહિલા આયોગના ચેરમેન
વાતાવરણમાં આવશે 'પલટો' ! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી
વાતાવરણમાં આવશે 'પલટો' ! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી
અરવલ્લીને લઈને સુપ્રીમ કોર્ટે પોતાના જ ચુકાદા સામે આપ્યો સ્ટે
અરવલ્લીને લઈને સુપ્રીમ કોર્ટે પોતાના જ ચુકાદા સામે આપ્યો સ્ટે
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માનવ મહેરામણ ઉમટ્યું, ડિસેમ્બરમાં લાખોની ભીડ
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માનવ મહેરામણ ઉમટ્યું, ડિસેમ્બરમાં લાખોની ભીડ
ફાર્મા ફેક્ટરીમાં બનતો હતો નશો!, 22 કિલો અલ્પ્રાઝોલમ કર્યો જપ્ત
ફાર્મા ફેક્ટરીમાં બનતો હતો નશો!, 22 કિલો અલ્પ્રાઝોલમ કર્યો જપ્ત
ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરાયો
ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરાયો
આજનું હવામાન : ગુજરાતના મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો
આજનું હવામાન : ગુજરાતના મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો
દ્વારકામાં છેતરપિંડી અને કાળી કરતૂતનો પર્દાફાશ - જુઓ Video
દ્વારકામાં છેતરપિંડી અને કાળી કરતૂતનો પર્દાફાશ - જુઓ Video
પ્રેમલગ્ન બાદ પાટીદાર સમાજના રોષનો ભોગ બનેલી ગાયિકા આરતીએ ઠાલવી વેદના
પ્રેમલગ્ન બાદ પાટીદાર સમાજના રોષનો ભોગ બનેલી ગાયિકા આરતીએ ઠાલવી વેદના
g clip-path="url(#clip0_868_265)">