વાયુસેનાની સ્પાઈસ 2000 બોમ્બનું એડવાન્સ વર્ઝન ખરીદવાની તૈયારી, એર સ્ટ્રાઈકમાં આ બોમ્બનો ઉપયોગ થયો હતો

વાયુસેનાની સ્પાઈસ 2000 બોમ્બનું એડવાન્સ વર્ઝન ખરીદવાની તૈયારી, એર સ્ટ્રાઈકમાં આ બોમ્બનો ઉપયોગ થયો હતો

ભારતીય વાયુસેના સ્પાઈસ 2000 બોમ્બનું એડવાન્સ બંકર બસ્ટર વર્જન ખરીદવાની તૈયારીમાં છે. આ બોમ્બ કોઈ પણ ઈમારત અને બંકરને પૂરી રીતે નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં કરેલી એર સ્ટ્રાઈકમાં ઈઝરાયેલથી ખરીદવામાં આવેલા સ્પાઈસ 2000 બોમ્બનો ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન વાયુસેનાએ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા. TV9 […]

Kunjan Shukal

|

May 08, 2019 | 9:40 AM

ભારતીય વાયુસેના સ્પાઈસ 2000 બોમ્બનું એડવાન્સ બંકર બસ્ટર વર્જન ખરીદવાની તૈયારીમાં છે. આ બોમ્બ કોઈ પણ ઈમારત અને બંકરને પૂરી રીતે નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.

વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં કરેલી એર સ્ટ્રાઈકમાં ઈઝરાયેલથી ખરીદવામાં આવેલા સ્પાઈસ 2000 બોમ્બનો ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન વાયુસેનાએ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા.

26 ફેબ્રુઆરીએ થયેલી એર સ્ટ્રાઈક દરમિયાન ભારતે 12 મિરાજ-2000 એરોપ્લેનથી સ્પાઈસ 2000 બોમ્બ નાખ્યા હતા. ભારતીય એરોપ્લેનને LOC ક્રોસ કરીને પાકિસ્તાનના જૈશના ઠેકાણા પર સ્પાઈસ 2000 બોમ્બથી હુમલો કર્યો હતો.

70થી 80 કિલો વજનના આ બોમ્બ કોઈ પણ મજબુત ઈમારતને ધ્વસ્ત કરવાની ક્ષમતા રાખે છે. પાકિસ્તાનની જે જગ્યા પર બોમ્બ નાખ્યા હતા. ત્યાં ઈમારતોમાં મોટા હોલ પડવાની ખબર સામે આવી છે.

આ પણ વાંચો: કેમ મહેન્દ્રસિંહ ધોનીની પુત્રી ઝિવાને કિડનેપ કરવા માંગે છે પ્રીતિ ઝિન્ટા?

વાયુસેના હવે બંકર બસ્ટરના બિલ્ડિંગ ડેસ્ટ્રોયર વર્ઝન ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. સ્પાઈસ-2000 ઈઝરાયેલથી ખરીદવામાં આવ્યા છે. જે વાયુસેનાના મુખ્ય હથિયાર અને યુધ્ધ સામગ્રી પૈકી એક છે. સ્પાઈસ 2000 બોમ્બનું નવુ વર્ઝન પણ ઈઝરાયેલથી ખરીદવાની શક્યતા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati