ભારતે ઓડિશાના દરિયાકાંઠે ‘અગ્નિ પ્રાઇમ’ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું, 1000 થી 2000 કિમિની વચ્ચે છે મારક ક્ષમતા
આ મિસાઈલને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા ડિઝાઈન અને વિકસિત કરવામાં આવી છે, જેની રેન્જ 1,000 થી 2,000 કિમીની વચ્ચે છે.
ભારતે શનિવારે ઓડિશા(Odisha)ના બાલાસોર કિનારેથી ‘અગ્નિ પ્રાઇમ’ (Agni Prime) મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. તે અગ્નિ શ્રેણીની મિસાઈલનું એડવાન્સ વર્ઝન છે, જે પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે. આ સરફેસ ટુ સરફેસ બેલેસ્ટિક મિસાઈલ 1000 થી 2000 કિમીની રેન્જ ધરાવે છે. આ મિસાઈલ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા ડિઝાઈન અને ડેવલપ કરવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું કે પરીક્ષણ દરમિયાન અગ્નિ પ્રાઈમ મિસાઈલમાં ઘણી નવી વિશેષતાઓ ઉમેરવામાં આવી હતી. તેણે ઉચ્ચ સ્તરની ચોકસાઈ સાથે તમામ મિશન લક્ષ્યોને પૂર્ણ કર્યા. અગ્નિ પ્રાઇમ અતિ આધુનિક ટેક્નોલોજીથી સજ્જ હોવાથી ખૂબ જ ઓછા વજનની મિસાઇલ છે.
Today, India successfully testfired the Agni Prime missile off the coast of Odisha in Balasore: Government Officials
Agni-P is a new generation advanced variant of Agni class of missiles. It is a canisterised missile with range capability between 1,000 and 2,000 kms.
(File pic) pic.twitter.com/13mF5Nbgzh
— ANI (@ANI) December 18, 2021
આ અઠવાડિયે, ભારતે ઓડિશાના દરિયાકાંઠે અબ્દુલ કલામ દ્વીપ પરથી ‘સુપરસોનિક મિસાઈલ આસિસ્ટેડ ટોરપિડો સિસ્ટમ’ (SMAT) સફળતાપૂર્વક લોન્ચ કરી. DRDOએ કહ્યું કે આ સિસ્ટમ એન્ટી સબમરીન યુદ્ધ ક્ષમતાને વધારવા માટે બનાવવામાં આવી છે, જે પરંપરાગત ટોર્પિડોની શ્રેણી કરતાં ઘણી વધારે છે.
ડીઆરડીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પરીક્ષણ યોજના મુજબ થયું હતું. આ દરમિયાન ઇલેક્ટ્રો ઓપ્ટિક ટેલિમેટ્રી સિસ્ટમ, ડાઉન રેન્જ ઇન્સ્ટ્રુમેન્ટેશન અને ડાઉન રેન્જ શિપ સહિત વિવિધ રેન્જ રડાર દ્વારા સમગ્ર માર્ગનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મિસાઈલમાં ટોર્પિડો, પેરાશૂટ ડિલિવરી સિસ્ટમ અને રિલીઝ મિકેનિઝમ હતું.
અગ્નિ શ્રેણીની મિસાઇલ અને તેની રેન્જ
અગ્નિ-1: SLV-3 બૂસ્ટરનો આમાં ઉપયોગ કરવામાં આવ્યો છે, તેની રેન્જ 700 કિમી છે. તેમાં પ્રવાહી બળતણ ભરવામાં આવે છે. તેનું પ્રથમ પરીક્ષણ 28 માર્ચ 2010ના રોજ થયું હતું. આ મિસાઈલ પોતાની સાથે પરમાણુ સામગ્રી લઈ જવા માટે સક્ષમ છે.
અગ્નિ 2: આ પરમાણુ સક્ષમ મિસાઈલની રેન્જ 3000 કિમી છે. તે તેની સાથે 1000 કિલોગ્રામ સુધીની સામગ્રી વહન કરવામાં સક્ષમ છે.
અગ્નિ 3: અગ્નિ 3 ની ફાયરપાવર 3000 કિમી સુધીની છે. જો કે તેને 4000 કિમી સુધી પણ વધારી શકાય છે. તે 600 થી 1800 કિગ્રા સુધીની પરમાણુ સામગ્રીથી સજ્જ થઈ શકે છે.
અગ્નિ 4: 4000 કિમી સુધીની રેન્જ ધરાવતી આ મિસાઈલ સમગ્ર પાકિસ્તાન અને અડધાથી વધુ ચીનને કવર કરી શકે છે. આ એક પરમાણુ સક્ષમ મિસાઈલ પણ છે.
અગ્નિ 5: અગ્નિ 5નું પ્રથમ પરીક્ષણ એપ્રિલ 2012ના રોજ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલથી ભારતીય દળો સમગ્ર ચીનને નિશાન બનાવવામાં સફળ રહ્યા હતા. તેની રેન્જ 5500 કિમી છે, જેને વધારીને 7000 કિમી કરી શકાય છે.