દુશ્મનોની હવે ખેર નહીં, વધશે દેશની મારક ક્ષમતા, ભારતે કર્યુ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ

આ મહિનાની શરૂઆતમાં 13 માર્ચે ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. વાસ્તવમાં ભારત બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલના નવા એર-લોન્ચ વર્ઝનને વિકસાવવાની પ્રક્રિયામાં છે.

દુશ્મનોની હવે ખેર નહીં, વધશે દેશની મારક ક્ષમતા, ભારતે કર્યુ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ
PC- ANI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 8:24 PM

ભારતે બુધવારે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ (BrahMos supersonic cruise missile)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ ટેસ્ટ આંદામાન અને નિકોબારમાં કરવામાં આવ્યો હતો. સંરક્ષણ અધિકારીએ આ વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે વિસ્તૃત રેન્જની મિસાઈલ ચોકસાઈ સાથે તેના લક્ષ્યને હાંસલ કરે છે. એર ચીફ માર્શલ વીઆર ચૌધરી (Air Chief Marshal VR Chaudha)એ તેમને સપાટીથી સપાટીથી મારનારી સુપરસોનિક ક્રુઝ મિસાઈલના સફળ પરીક્ષણ માટે અભિનંદન આપ્યા હતા. તેઓ ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરવા આંદામાન અને નિકોબારના ટાપુ પ્રદેશમાં છે.

આ મહિનાની શરૂઆતમાં 13 માર્ચે ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. વાસ્તવમાં ભારત બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલના નવા એર-લોન્ચ વર્ઝનને વિકસાવવાની પ્રક્રિયામાં છે, જે દુશ્મનના લક્ષ્યોને વધુમાં વધુ તાકાતે હુમલો કરવામાં સક્ષમ હશે. આ મિસાઈલ 800 કિમીના અંતર સુધી હુમલો કરી શકે છે. અગાઉ Su-30MKI ફાઈટર એરક્રાફ્ટની રેન્જ 300 કિમી સુધી લક્ષ્‍યાંકને મારવા માટે હતી, જે વધારીને 350-400 કરવામાં આવી હતી. હવે તેના 800 કિમીના વેરિઅન્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે.

No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી

બ્રહ્મોસ મિસાઈલની વિશેષતાઓ?

ઈન્ડો-રશિયન સંયુક્ત સાહસ ‘બ્રહ્મોસ એરોસ્પેસ’ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું ઉત્પાદન કરે છે, જે સબમરીન, જહાજો, એરક્રાફ્ટ અથવા જમીન આધારિત પ્લેટફોર્મ પરથી લોન્ચ કરી શકાય છે. બ્રહ્મોસ મિસાઈલ 2.8 મેક અથવા અવાજની લગભગ ત્રણ ગણી ઝડપે લોન્ચ કરી શકે છે. બ્રહ્મોસ મિસાઈલની ચોકસાઈ તેને વધુ ઘાતક બનાવે છે. તેની રેન્જ પણ વધારી શકાય છે. આ સિવાય આ મિસાઈલ દુશ્મનના રડારથી બચવામાં પણ માહેર છે. બ્રહ્મોસમાં બ્રહ એટલે ‘બ્રહ્મપુત્ર’ અને મોસ એટલે ‘મોસ્કવા’. મોસ્કવા એ રશિયામાં વહેતી નદીનું નામ છે. બ્રહ્મોસની ગણતરી 21મી સદીની સૌથી ખતરનાક મિસાઈલોમાં થાય છે, જે એક સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ છે. આ મિસાઈલ 4300 કિમી પ્રતિ કલાકની ઝડપે દુશ્મનની જગ્યાને નષ્ટ કરી શકે છે.

આ પણ વાંચો: IPL 2022: સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમનું વિશ્લેષણઃ બોલિંગ વિભાગ મજબુત પણ બેટિંગ વિભાગમાં દમ નથી જોવા મળી રહ્યો

આ પણ વાંચો: Gandhinagar : જાહેર સ્થળ પરના ખાનગી CCTVનું એક્સેસ પોલીસને આપવામાં આવશે, વિધાનસભામાં બિલ લવાશે

g clip-path="url(#clip0_868_265)">