India Pakistan War : પંજાબના સરહદી જિલ્લાઓમાં આજે પણ શાળાઓ બંધ રહેશે

India Pakistan War News LIVE Updates in Gujarati : ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન ગભરાયેલું છે. પહેલગામ હુમલાનો બદલો લેવા માટે, પાકિસ્તાને ડ્રોનનો ઉપયોગ કરીને અસફળ હુમલા કરવાનો પ્રયાસ કર્યો, જેને ભારતની સંરક્ષણ પ્રણાલી દ્વારા હવામાં જ તોડી પાડવામાં આવ્યા. પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણીજનક કાર્યવાહી બાદ, ભારતે વળતો જવાબ આપ્યો અને તેના ઘણા શહેરોને હચમચાવી નાખ્યા. પેજ રિફ્રેશ કરતા રહો...

India Pakistan War : પંજાબના સરહદી જિલ્લાઓમાં આજે પણ શાળાઓ બંધ રહેશે
| Edited By: | Updated on: May 13, 2025 | 2:01 PM

ભારત અને પાકિસ્તાને ત્રણ દિવસથી ચાલી રહેલા તણાવને સમાપ્ત કરવા માટે સીઝફાયરની જાહેરાત કરી છે. જોકે, થોડા કલાકો પછી, પાકિસ્તાન દ્વારા ફરીથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. ભારતીય સેનાએ કહ્યું કે આ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા કરારનું ઘોર ઉલ્લંઘન છે અને જો આવું થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 11 May 2025 07:43 PM (IST)

    ભારત પર હુમલો કરવા ઉડેલા પાકિસ્તાનના હાઇ-ટેક ફાઇટર્સને હવામાં જ ફુંકી માર્યુ હતું

    ઓપરેશન સિંદૂર બાદ, પાકિસ્તાને ભારત પર અનેક હુમલાઓ કર્યા હતા આ તમામ હુમલાઓને ભારતે નિષ્ફળ બનાવ્યા છે. ભારત ઉપર હુમલો કરવા માટે પાકિસ્તાનના એરપોર્ટ પરથી ઉડેલા હાઇ-ટેક ફાઇટર્સને ભારતે હવામાં જ ફુકી માર્યું હતું, જેનુ નામ હમણા  જાહેર નહીં કરીએ, આ વાત છાની પણ રહેવાની નથી તમને તેની જાણ પણ થઈ જશે.

  • 11 May 2025 07:40 PM (IST)

    ઓપરેશન સિંદૂર બાદની સ્થિતિ યુદ્ધથી ઓછી નહોતી-ભારતીય સેના

    આતંકવાદનો નાશ કરવા માટે હાથ ધરાયેલ ઓપરેશન સિંદૂર અંગે ભારતીય સેનાએ જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર હેઠળ જે કામગીરી થઈ હતી તે યુદ્ધથી ઓછી નથી. હવે એ કહેવું મુશ્કેલ છે કે હવે પછી શું કરાશે. પણ એટલું જરુર કહીશ કે દેશહિતમાં ભારતીય સેના બધુ જ કરશે.


  • 11 May 2025 07:38 PM (IST)

    પહેલગામ આતંકી હુમલા બાદ 21 ટાર્ગેટ નક્કી કરાયા, આતંકીઓ હોવાના પુરતા પુરાવા મળતા 9ને નિશાન બનાવ્યા

    આતંકવાદનો નાશ કરવા માટે હાથ ધરાયેલ ઓપરેશન સિંદૂર અંગે ભારતીય સેનાએ જણાવ્યું હતું કે, પહેલગામ આતંકી હુમલા બાદ, પાકિસ્તાન સ્થિત કુલ 21 ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા હતા. જેમાંથી પણ ફિલ્ટર કરીને 9 નક્કી કરાયા હતા. આ નવ એટલા માટે નક્કી કરાયા કે તેમાં આતંકવાદીઓની હાજરી હોવાના પુરાવાઓ મળ્યા હતા.

    જો કે, પહેલગામ હુમલા બાદ ભારતે પ્રતિશોધ લેવાની ઉચ્ચારેલી પ્રતિજ્ઞા બાદ જ મોટાભાગના આતંકવાદીઓ તેમના કેમ્પ છોડીને ભાગી ગયા હતા. એટલુ જ નહીં કેમ્પમાં તાલિમ લેનારાઓ પણ કેમ્પ છોડીને ચાલ્યા હતા.

    જો જરૂર પડશે તો જે 21 ટાર્ગેટ નક્કી કરેલા હતા. તેમાંથી જે 9 સિવાયના બાકી રહેલા કેમ્પને પણ તબાહ કરવામાં આવશે.

  • 11 May 2025 07:27 PM (IST)

    પાકિસ્તાનના 35-40 જવાનના મોતની સામે ઓપરેશન સિંદૂરની કામગીરી દરમિયાન ભારતના 5 જવાન શહીદ

    આતંકવાદનો નાશ કરવા માટે હાથ ધરાયેલ ઓપરેશન સિંદૂર અંગે ભારતીય સેનાએ જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂરની કામગીરીમાં પાકિસ્તાનાન 35-40 સૈનિકોની સામે ભારતના પણ 5 જવાન શહીદ થયા હોવાનું જણાવવામાં આવ્યું હતું.

  • 11 May 2025 07:24 PM (IST)

    પાકિસ્તામાં ક્યાં સુધી હુમલો કરી શકીએ તેની ચેતવણી આપવા લાહોર એરબેઝ પર હુમલો કર્યો

    આતંકવાદનો નાશ કરવા માટે હાથ ધરાયેલ ઓપરેશન સિંદૂર અંગે ભારતીય સેનાએ જણાવ્યું હતું કે, ભારત પાકિસ્તાનમાં ક્યા સુધી હુમલો કરી શકે છે તેની ચેતવણી આપવા માટે જ લાહોર એરબેઝ પર હુમલો કરવામાં આવ્યો હોવાનું ભારતીય સેનાએ જણાવ્યું હતું.

  • 11 May 2025 07:16 PM (IST)

    હવે જો હુમલો થશે તો પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ અપાશે-ભારતીય સેના

    ઓપરેશન સિંદૂરની સફળ કામગીરી અંગે જણાવતા ભારતીય સૈન્યે પાકિસ્તાનને જાહેરમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, હવે પછી જો, ભારતમાં હુમલો કરાશે તો પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ અપાશે, તેમ ભારતીય સેનાએ જણાવ્યું છે.

  • 11 May 2025 06:42 PM (IST)

    ઓપરેશન સિંદૂરમાં પુલવામાં એટેકનો આતંકી માર્યો ગયો- ભારતીય સૈન્ય

    એલઓસીના ટૂંકા નામે ઓળખાતા લાઈન ઓફ કંટ્રોલને પાર હાથ ધરાયેલ ઓપરેશન સિંદૂરમાં પુલવામાં હુમલાનો માસ્ટરમાઈન્ડ ગણાતો આતંકવાદીને ખતમ કરવામાં આવ્યો છે.

  • 11 May 2025 06:39 PM (IST)

    આતંકવાદીઓને ખતમ કરવા ઓપરેશન સિંદૂર હાથ ધરાયું-ભારતીય સૈન્ય

    ઓપરેશન સિંદૂર અંગે ભારતીય સૈન્યે ખાસ પ્રેસકોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર આતંકવાદીઓ અને આંતકના પપેટને ખતમ કરવા માટે હાથ ઘરાયું હતું.

  • 11 May 2025 05:22 PM (IST)

    યુદ્ધ વિરામના ભંગ બદલ ત્વરીત જવાબી કાર્યવાહી કરવા આર્મી કમાન્ડરોને અપાઈ સંપૂર્ણ સત્તા

    ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલ સૈન્ય ટકરાવમાં હાલ વિરામની સ્થિતિ પ્રવર્તે છે. ઓપરેશન સિંદૂર અને ત્યાર બાદ શરુ કરાયેલા જવાબી કાર્યવાહીને ગઈકાલ સાંજે 5 વાગે સ્થગિત કરવામાં આવી છે. જો કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ એક  સીઝફાયર કરવામાં આવ્યું છે. આ સીઝ ફાયરનો ભંગ થાય તો ત્વરીત જ જવાબી કાર્યવાહી હાથ ધરવા માટે COAS એ આર્મી કમાન્ડરોને સંપૂર્ણ સત્તા આપી છે.

     

  • 11 May 2025 04:02 PM (IST)

    ‘ઓપરેશન સિંદૂર’ ભારતે પ્રાપ્ત કરી આ સિદ્ધિ, પાકિસ્તાન જેના પર ગર્વ લે છે તે ફતેહ મિસાઈલને ભારતે હવામાં જ તોડી પાડી

    • ભારતે પાકિસ્તાનથી 100 કિમી અંદર નવ લક્ષ્યો પર મિસાઇલ હુમલા કર્યા.
    • ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના છ વાયુસેના મથકોનો નાશ કર્યો.
    • લશ્કર અને જૈશના ટોચના આતંકવાદીઓ સહિત 100 થી વધુ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો.
    • આ કાર્યવાહી ભારતની સુરક્ષા નીતિમાં એક મોટો ફેરફાર દર્શાવે છે; હવે આતંકવાદી કાર્યવાહીનો જવાબ સર્જિકલ નહીં પણ વ્યૂહાત્મક લશ્કરી હુમલો હશે.
    • લાહોર, રાવલપિંડી, સિયાલકોટ, શોરકોટ, જેકોબાબાદ અને રહીમયાર એરબેઝ પર મોટા હવાઈ હુમલા.
    • પાકિસ્તાન જેના પર ગર્વ લે છે તે ફતાહ-II મિસાઇલો હવામાં જ તોડી નાખી.
    • ભારતના S-400, બ્રહ્મોસ અને એરબેઝને કોઈ જ નુકસાન નહીં.
  • 11 May 2025 03:47 PM (IST)

    આતંકીઓ માટે સરહદ પારની જમીન પણ સુરક્ષિત નહીં રહેઃ રાજનાથ સિંહ

    ઓપરેશન સિંદૂર માત્ર લશ્કરી કાર્યવાહી નથી પરંતુ ભારતની રાજકીય, સામાજિક અને વ્યૂહાત્મક ઇચ્છાશક્તિનું પ્રતીક છે. આ ઓપરેશન આતંકવાદ સામે ભારતની મજબૂત ઇચ્છાશક્તિ અને તેની લશ્કરી શક્તિની ક્ષમતા અને સંકલ્પનું પ્રદર્શન છે. અમે બતાવ્યું છે કે જ્યારે પણ ભારત આતંકવાદ સામે કાર્યવાહી કરશે, ત્યારે સરહદ પારની જમીન પણ આતંકવાદીઓ અને તેમના આકાઓ માટે સુરક્ષિત નહીં રહે.

  • 11 May 2025 03:01 PM (IST)

    અમદાવાદઃ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં આરોપી તથ્ય પટેલને જામીન

    અમદાવાદઃ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં આરોપી તથ્ય પટેલને જામીન મળ્યા છે. હાઇકોર્ટે આરોપી તથ્ય પટેલના હંગામી જામીન કર્યા મંજૂર. હાઇકોર્ટે સાત દિવસના હંગામી જામીન મંજૂર કર્યા. તથ્ય પટેલની સાથે એક હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલ રહેશે. તથ્ય પટેલની માતાની બીમારીનું કારણ આપીને જામીન માગ્યા હતા. અગાઉ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટ તથ્ય પટેલ ના જામીન ફગાવ્યા હતા.

  • 11 May 2025 02:47 PM (IST)

    સરકારે ઓપરેશન સિંદૂર પર સંસદ સત્ર બોલાવવું જોઈએ… ખડગેએ પીએમ મોદીને પત્ર લખ્યો

    કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન મોદીને પત્ર લખીને પહેલગામ આતંકવાદી હુમલા, ઓપરેશન સિંદૂર અને યુદ્ધવિરામની જાહેરાતો પર ચર્ચા કરવા માટે સંસદનું ખાસ સત્ર બોલાવવાની વિપક્ષની સર્વસંમતિથી વિનંતીને પુનરાવર્તિત કરી છે.

  • 11 May 2025 02:15 PM (IST)

    આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિ, સરહદ પાર પણ કાર્યવાહી કરીશુ : રાજનાથ સિંહ

    સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રવિવારે બ્રહ્મોસ ઇન્ટિગ્રેશન અને ટેસ્ટિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યુ કે ઓપરેશન સિંદૂર માત્ર લશ્કરી કાર્યવાહી નથી પરંતુ ભારતની રાજકીય, સામાજિક અને વ્યૂહાત્મક ઇચ્છાશક્તિનું પ્રતીક છે. આ ઓપરેશન આતંકવાદ સામે ભારતની મજબૂત ઇચ્છાશક્તિ અને તેની લશ્કરી શક્તિની ક્ષમતા અને સંકલ્પનું પ્રદર્શન છે. અમે બતાવ્યું છે કે જ્યારે પણ ભારત આતંકવાદ સામે કોઈ કાર્યવાહી કરશે, ત્યારે સરહદ પારની જમીન પણ આતંકવાદીઓ અને તેમના આકાઓ માટે સુરક્ષિત રહેશે નહીં.

  • 11 May 2025 01:55 PM (IST)

    ખડગેએ પીએમ મોદીને પત્ર લખ્યો

    કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે પીએમ મોદીને પત્ર લખ્યો

    Congress President and Leader of Opposition in Rajya Sabha Mallikarjun kharge writes to PM Modi, reiterating the Opposition’s unanimous request for a special session of Parliament to discuss the Pahalgam terror attack, Operation Sindoor and the ceasefire announcements—first by… pic.twitter.com/kVFkxmevhe

    — ANI (@ANI) May 11, 2025

  • 11 May 2025 01:14 PM (IST)

    ‘ઓપરેશન સિંદૂર’ ની સફળતા બદલ અભિનંદન – સીએમ યોગી

  • 11 May 2025 12:47 PM (IST)

    ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે : ભારતીય વાયુસેના

    પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ બાદ ભારતીય વાયુસેના (IAF) એ મહત્વપૂર્ણ માહિતી આપી છે. સેનાએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે.

    The Indian Air Force (IAF) has successfully executed its assigned tasks in Operation Sindoor, with precision and professionalism. Operations were conducted in a deliberate and discreet manner, aligned with National Objectives. Since the Operations are still ongoing, a detailed…

    — Tv9 Gujarati (@tv9gujarati) May 11, 2025

  • 11 May 2025 12:42 PM (IST)

    ભારત સાથે મુખ્ય મુદ્દાઓ પર વાતચીત થઈ શકે છે

    પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું છે કે કાશ્મીર, સિંધુ જળ સંધિ અને આતંકવાદ ભારત સાથેના મુખ્ય મુદ્દાઓ છે અને પડોશી દેશ સાથે ભવિષ્યની કોઈપણ વાતચીતમાં આ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.

  • 11 May 2025 12:30 PM (IST)

    સીડીએસ અને ત્રણેય સેનાના વડાઓ PM આવાસ પહોંચ્યા, જુઓ Video

    ઘણા સમય પછી, શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાર થયો છે. આ દરમિયાન, સીડીએસ અને ત્રણેય સેનાના વડાઓ પીએમ આવાસ પહોંચી ગયા છે, જ્યાં તેઓ પીએમને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી.

  • 11 May 2025 11:47 AM (IST)

    અમૃતસરમાં પરિસ્થિતિ સામાન્ય, લોકો કામ માટે ઘરોમાંથી બહાર નીકળ્યા

    ડીસી અમૃતસરએ કહ્યું છે કે અમૃતસરમાં પરિસ્થિતિ સામાન્ય છે. લોકો પોતાના રોજિંદા કામ કરી રહ્યા છે. રવિવારે ઓફિસો ખુલતી નથી, પરંતુ બજારો ખુલ્લા રહે છે અને જનજીવન સામાન્ય રહે છે. સહકાર બદલ લોકોનો આભાર.

  • 11 May 2025 11:41 AM (IST)

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ પોસ્ટ કરી

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવાર, 10 મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ કરાર અંગે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેમણે કહ્યું કે મને ખુશી છે કે બંને દેશોની પરસ્પર સંમતિથી એક કરાર થયો છે. આ સાથે તેમણે લખ્યું કે તેઓ એ વાતથી પણ ખુશ છે કે અમેરિકાએ આ ઐતિહાસિક નિર્ણયમાં મદદ કરી છે. આ પોસ્ટમાં ટ્રમ્પે હવે કાશ્મીર અંગે મોટો દાવો કર્યો છે.

     

     

  • 11 May 2025 11:04 AM (IST)

    ‘ભારત-પાકિસ્તાન યુદ્ધ વિનાશ તરફ દોરી શક્યું હોત…’, ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામ પર નિવેદન

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગે બંને દેશોની “બોલ્ડ અને નિર્ણાયક” ભૂમિકાની પ્રશંસા કરી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, ટ્રમ્પે આ પગલાને ઐતિહાસિક અને માનવતાવાદી ગણાવ્યું, અને અમેરિકાની ભૂમિકાને “નિર્ણાયક સાથી” તરીકે રજૂ કરી.

  • 11 May 2025 10:17 AM (IST)

    પાકિસ્તાન સામે કાર્યવાહી કરીને ભારતની ક્ષમતા દુનિયાએ જોઈ છે – ગજેન્દ્ર સિંહ શેખાવત

    કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું, “સીમા પર જે તણાવ જોવા મળી રહ્યો છે. ભારતીય દળોએ આતંકવાદનો અંત લાવવાની તેમની પ્રતિબદ્ધતા સાથે સમાધાન કર્યા વિના પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે. સેનાએ દેશના લોકોની અપેક્ષાઓ અનુસાર અદ્ભુત બહાદુરી અને હિંમત દર્શાવી છે અને અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહીએ સમગ્ર વિશ્વમાં ભારતની લશ્કરી ક્ષમતાને એક નવી ઓળખ આપી છે.”

  • 11 May 2025 09:55 AM (IST)

    અમૃતસરમાં સામાન્ય ગતિવિધિઓ ફરી શરૂ કરવા માટે સાયરન વગાડવામાં આવશે

  • 11 May 2025 09:25 AM (IST)

    અમૃતસરમાં ફરી સાયરન વાગશે: ડીસી

    અમૃતસર ડીસીએ આજે ​​સવારે કહ્યું કે આજે પણ એક નાનું સાયરન વગાડવામાં આવશે. આનો અર્થ એ થશે કે આપણે આપણી સામાન્ય પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી શકીશું. તમારા સહકાર બદલ આભાર.”

  • 11 May 2025 08:04 AM (IST)

    ભારતે સલાલ ડેમના અનેક દરવાજા ખોલ્યા

     ભારતે રવિવારે વહેલી સવારે ચેનાબ પર રિયાસીમાં બનેલા સલાલ ડેમના કેટલાક દરવાજા ખોલી નાખ્યા. જેના કારણે ચિનાબ નદીનું પાણીનું સ્તર વધી ગયું છે અને પાણી ઝડપથી પાકિસ્તાન તરફ વહી રહ્યું છે.

    #WATCH | Jammu and Kashmir | Latest visuals from Reasi’s Salal Dam, built on the Chenab River; several gates of the dam are seen open.

    (Visuals shot at 6:30 am) pic.twitter.com/48taKYUYCw

    — ANI (@ANI) May 11, 2025

  • 11 May 2025 07:17 AM (IST)

    પંજાબના ફિરોઝપુર અને પઠાણકોટમાં પરિસ્થિતિ સામાન્ય

    પંજાબના ફિરોઝપુર અને પઠાણકોટમાં પરિસ્થિતિ સામાન્ય લાગે છે. રાત્રિ દરમિયાન કોઈ ડ્રોન, ગોળીબારનો કોઈ અહેવાલ નથી.

     

  • 11 May 2025 06:59 AM (IST)

    યુદ્ધ ભારતનો વિકલ્પ નથી : અજિત ડોભાલ

    ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે તાજેતરમાં ટેલિફોનિક વાતચીત થઈ હતી જેમાં બંને પક્ષોએ પ્રાદેશિક સ્થિરતા અને શાંતિ જાળવવામાં સહયોગની ભૂમિકા પર ચર્ચા કરી હતી. આ વાતચીત દરમિયાન, NSA ડોભાલે ચીનને સ્પષ્ટ કર્યું કે, ‘ યુદ્ધ ભારતનો વિકલ્પ નથી અને તે કોઈપણ પક્ષના હિતમાં નથી.’

  • 11 May 2025 06:20 AM (IST)

    જમ્મુ શહેરમાં પરિસ્થિતિ સામાન્ય

  • 11 May 2025 06:15 AM (IST)

    જમ્મુમાં પરિસ્થિતિ સામાન્ય

    હાલમાં જમ્મુ શહેરમાં પરિસ્થિતિ સામાન્ય જણાય છે. રાત્રિ દરમિયાન ડ્રોન, ગોળીબારનો કોઈ અહેવાલ નથી.

  • 11 May 2025 06:09 AM (IST)

    દિલ્હી એરપોર્ટ દ્વારા ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરવામાં આવી

  • 11 May 2025 02:16 AM (IST)

    ઉધમપુર એરબેઝ પર પાકિસ્તાની ડ્રોન હુમલો – રાજસ્થાનનો પુત્ર શહીદ

    જે દિવસે પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયું, તે જ દિવસે તેણે તેનું ઉલ્લંઘન કર્યું અને ભારતના અનેક શહેરો પર ડ્રોન હુમલા કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. શનિવારે, પાકિસ્તાન દ્વારા જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર એરબેઝ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો, જેને ભારતીય હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પર રહેલા રાજસ્થાનના સુરેન્દ્ર સિંહ મોગાને ડ્રોનના ટુકડાથી અથડાતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં, તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું અને તેઓ શહીદ થયા.

    <blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>STORY | Soldier killed guarding air base in J-K&#39;s Udhampur<br><br>READ: <a href=”https://t.co/3KqDuCTDpe”>https://t.co/3KqDuCTDpe</a> <a href=”https://t.co/sLsgmN2677″>pic.twitter.com/sLsgmN2677</a></p>&mdash; Press Trust of India (@PTI_News) <a href=”https://twitter.com/PTI_News/status/1921283291660890526?ref_src=twsrc%5Etfw”>May 10, 2025</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

  • 11 May 2025 12:33 AM (IST)

    જમ્મુના નાગરોટામાં આતંકવાદી ઘૂસણખોરીની આશંકા

    જમ્મુ-કાશ્મીરના નાગરોટામાં આતંકવાદીઓની ઘૂસણખોરીની શક્યતાને કારણે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ સેનાના ગણવેશમાં છુપાઈને આ વિસ્તારમાં પ્રવેશી શકે છે. સેના, પોલીસ અને સીઆરપીએફએ સંયુક્ત શોધખોળ અભિયાન શરૂ કર્યું છે. નાગોરોટા ભૂતકાળમાં પણ હુમલાઓનો ભોગ બની ચૂક્યું છે અને આ વખતે પણ મોટા હુમલાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક લોકોને સતર્ક રહેવા અને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.

  • 10 May 2025 11:44 PM (IST)

    શેખ હસીનાની પાર્ટી અવામી લીગ પર પ્રતિબંધ

    બાંગ્લાદેશની વચગાળાની સરકારે પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાની અવામી લીગ પર પ્રતિબંધ મૂક્યો છે. આજે શનિવારે, બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે તેમના સત્તાવાર નિવાસસ્થાને એક કટોકટીકાળની બેઠક બોલાવી હતી. જ્યાં શેખ હસીનાની પાર્ટી પર પ્રતિબંધ મૂકવાની ચર્ચા થઈ હતી, અને ત્યારબાદ સરકારે આ નિર્ણય લીધો.

  • 10 May 2025 11:40 PM (IST)

    પાક PM શાહબાઝ શરીફ પાકિસ્તાનની પ્રજાને સંબોધી શકે છે

    પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝરદારીને મળ્યા બાદ, પાક વડાપ્રધાન શાહબાજ શરીફ પાકિસ્તાનની જનતાને જાહેર સંબોધન કરી શકે છે.

  • 10 May 2025 11:02 PM (IST)

    પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઘોર ઉલ્લંઘન, સેનાને જેવા સાથે તેવાની કાર્યવાહી કરવાના નિર્દેશ: વિદેશ મંત્રાલય

    હુમલાને રોકવા પાકિસ્તાનને જણાવાયુ છે. છેલ્લા કેટલાક સમયમાં સીઝફાયરનો ભંગ કર્યો છે. આ ઘટનાની ગંભીર નોંધ લઈને સ્થિતિને પહોચી વળવાના આદેશ આપ્યા છે. તેવુ વિદેશ સચિવ મિસરીએ જણાવ્યું હતું.

  • 10 May 2025 10:49 PM (IST)

    અમે પાકિસ્તાન સાથે ઉભા છીએ… ચીનનું નિવેદન

    ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ અંગે ચીનનું નિવેદન બહાર આવ્યું છે. ચીનના વિદેશ પ્રધાન વાંગ યી કહે છે કે, અમે પાકિસ્તાનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા જાળવવામાં તેની સાથે ઉભા રહીશું.

  • 10 May 2025 10:28 PM (IST)

    LoC પર હવે કોઈ ગોળીબાર નહીં, શ્રીનગરમાં કોઈ વિસ્ફોટ નહીં: સેના

    સેનાએ કહ્યું કે LoC પર હવે કોઈ ગોળીબાર નહીં અને શ્રીનગરમાં પણ કોઈ વિસ્ફોટ થયો નથી, અને કોઈ બ્લેકઆઉટ થયું નથી. ડ્રોન સંબંધિત માહિતી પછીથી આપવામાં આવશે.

  • 10 May 2025 09:55 PM (IST)

    બનાસકાંઠા જિલ્લાના સીમાવર્તી 24 ગામમાં તાત્કાલિક અસરથી બ્લેકઆઉટ જાહેર

    બનાસકાંઠા જિલ્લાના સીમાવર્તી 24 ગામોમાં તકેદારીના ભાગરૂપે તાત્કાલિક અસરથી બ્લેકઆઉટની સૂચના આપવામાં આવેલ છે. તમામ નાગરીકોને અફવાઓથી દૂર રેહવા અને વહિવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સુચનાઓનું પાલન કરવા જિલ્લા કલેકટકરે અનુરોધ કર્યો છે.

  • 10 May 2025 09:51 PM (IST)

    કચ્છમાં તાત્કાલિક અસરથી બ્લેક આઉટની જાહેરાત

    પાકિસ્તાને યુદ્ધ વિરામની જાહેરાતનો ભંગ કરીને ભારતમાં કાશ્મીરથી ગુજરાત સુધીના વિસ્તારમાં હુમલો કર્યાની વિગતો સામે આવી રહી છે. જેને ધ્યાને રાખીને કચ્છ જિલ્લા કલેકટરે, સમગ્ર કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટની જાહેરાત કરી છે.

  • 10 May 2025 09:44 PM (IST)

    પાકિસ્તાને 4 કલાકમાં કર્યો યુદ્ધવિરામનો ભંગ, પંજાબના પઠાણકોટમાં ડ્રોન દેખાયા

    પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યાના 4 કલાકમાં જ યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. ભારત સરકારે BSFને યોગ્ય જવાબ આપવા સૂચના આપી છે. પાકિસ્તાને પંજાબના પઠાણકોટમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. થોડા સમય પહેલા પઠાણકોટની આસપાસ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા, ત્યારબાદ પઠાણકોટ અને ગુરદાસપુરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. જોકે, વિસ્ફોટનો કોઈ અવાજ સંભળાયો ન હતો.

  • 10 May 2025 09:25 PM (IST)

    પાકિસ્તાને કર્યો યુદ્ધવિરામનો ભંગ, શ્રીનગરમાં સતત સંભળાયા ધડાકા, પંજાબ, રાજસ્થાનમાં બ્લેકઆઉટ

    યુદ્ધવિરામની જાહેરાત બાદ પાકિસ્તાને ફરી એકવાર પોતાનું નાપાક કૃત્ય કર્યું છે. પાકિસ્તાને ફરી એકવાર સરહદને અડીને આવેલા વિસ્તારોમાં ગોળીબાર શરૂ કરી દીધો છે. આ ઉપરાંત શ્રીનગર, બારામુલ્લા, ઉધમપુરમાં વિસ્ફોટોનો અવાજ સંભળાયો છે. શ્રીનગરમાં પણ સતત વિસ્ફોટ સંભળાઈ રહ્યા છે. બારામુરામાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે. શ્રીનગર, બારામુલ્લા, ઉધમપુરમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. તે જ સમયે, ફિરોઝપુર, જેસલમેર, બાડમેર સહિત ઘણી જગ્યાએ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. ભારતીય સેના વળતો યોગ્ય જવાબ આપી રહી છે.

  • 10 May 2025 09:19 PM (IST)

    ભારતીય સેનાનો વળતો પ્રહાર

    પાકિસ્તાને સિઝ ફાયરનો ભંગ કરીને જમ્મુ અને કાશ્મીરના અનેક ક્ષેત્રોમાં ડ્રોન હુમલો કર્યો છે. જેનો વળતો જવાબ ભારતીય સૈન્યે પણ આપ્યો છે.

  • 10 May 2025 09:17 PM (IST)

    જમ્મુ, પંજાબ, રાજસ્થાનમાં બ્લેક આઉટ

    પાકિસ્તાને સિઝ ફાયર જાહેર કર્યાના ગણતરીના કલાકોમાં જ તેનો ભંગ કર્યો છે. પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીર ક્ષેત્રમાં ડ્રોન હુમલો કર્યો હતો. સાથોસાથ એલઓસી પર ભારે માત્રામાં ગોળીબાર કર્યો છે.

  • 10 May 2025 07:24 PM (IST)

    સીઝ ફાયરની વચ્ચે ત્રણેય સેનાના વડાઓ, PM મોદીને મળ્યા

    ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ જાહેર થયું છે. આ દરમિયાન, ત્રણેય સેનાના વડાઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. આ પહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ તેમને મળવા માટે વડા પ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

  • 10 May 2025 06:42 PM (IST)

    ભારતે કરેલા વળતા હુમલામાં પાકિસ્તાનના અનેક એરબેઝને ભારે નુકસાન પહોચાડ્યું છેઃ ભારતીય સૈન્ય

    પાકિસ્તાન ઉપર ભારતે કરેલા વળતા હુમલામાં આજે પાકિસ્તાન સ્થિત અનેક એરબેઝને ભારે નુકસાન પહોચાડવામાં આવ્યું હોવાનું ભારતીય સૈન્યે જણાવ્યું છે.અમે જવાબદારી સાથે હુમલો અને યુદ્ધ કર્યું છે. પાકિસ્તાનના એક પણ ધાર્મિક સ્થળ ઉપર ભારતીય સૈન્યે હુમલો કર્યો નથી. પાકિસ્તાને પ્રોપેગેન્ડા ચલાવી રહ્યું છે. ભારતને કોઈ પ્રકારે નુકસાન થયું નથી.

  • 10 May 2025 06:30 PM (IST)

    ભારત-પાકિસ્તાન લશ્કરી કાર્યવાહી રોકવા સહમત – વિદેશ મંત્રી જયશંકર

    ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે પાકિસ્તાન સામેના યુદ્ધ વિરામ અંગે કહ્યું છે કે, ભારત અને પાકિસ્તાન લશ્કરી કાર્યવાહી રોકવા માટે સહમત થયા છે. સોશિયલ મીડિયા પર તેમણે કહ્યું કે, આતંકવાદ સામે ભારતનું વલણ મક્કમ છે અને આતંકવાદ સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.

  • 10 May 2025 05:45 PM (IST)

    મુંબઈથી પંજાબ અને જમ્મુ-કાશ્મીર જતી 5 ટ્રેનો રદ કરવામાં આવી, 3 ટ્રેનોના સમયમાં કરાયો ફેરફાર

    ભારત-પાકિસ્તાન સરહદ પર વધતા જતા તણાવ વચ્ચે, ઉત્તર ભારત, ખાસ કરીને પંજાબ અને જમ્મુ-કાશ્મીર જતી ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. રદ કરાયેલી ટ્રેનોમાં CSMT-અમૃતસર એક્સપ્રેસ, LTT-જમ્મુ તાવી એક્સપ્રેસ, CSMT-પઠાણકોટ મેઇલ, LTT-શ્રીનગર સ્પેશિયલ સર્વિસ, CSMT-જમ્મુ સુપરફાસ્ટનો સમાવેશ થાય છે, જ્યારે જે ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેમાં પંજાબ મેઇલ, જમ્મુ મેઇલ, શ્રી શક્તિ એક્સપ્રેસનો સમાવેશ થાય છે.

  • 10 May 2025 05:41 PM (IST)

    ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ – ટ્રમ્પનો દાવો

    ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ ગંભીર સંઘર્ષ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનુ નિવેદન સામે આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થયું છે.

  • 10 May 2025 04:52 PM (IST)

    ભારત-પાકિસ્તાન તણાવને કારણે, મુંબઈમાં ફટાકડા ના ફોડવા આદેશ

    ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન તણાવભરી સ્થિતિમાં, મુંબઈમાં કોઈએ ફટાકડા ના ફોડવા તેવો નિર્ણય લેવાયો છે. ગુજરાતે આ નિર્ણયના એક દિવસ પહેલા જ ફટાકડા નહીં ફોડવાની સાથેસાથે ડ્રોન પણ નહીં ઉડાડવાનો આદેશ આપવામાં આવ્યો છે.

  • 10 May 2025 04:10 PM (IST)

    મોદી સરકારનો મોટો નિર્ણય, કોઈપણ આતંકવાદી કાર્યવાહીને ભારત સામે યુદ્ધ કાર્યવાહી ગણાશે

    ‘ઓપરેશન સિંદૂર’ પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ખૂબ જ વધ્યો છે. આ ઓપરેશન પછી, પાકિસ્તાને ભારત પર એક પછી એક હુમલા કર્યા છે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે પાકિસ્તાને દેશમાં 26 સ્થળોએ હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. હવે ભારત સરકાર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે, ભારતે આતંકવાદ સામે કડક વલણ બતાવવાનો નિર્ણય લીધો છે. હવે પછી ભવિષ્યમાં કોઈપણ આતંકવાદી કાર્યવાહીને ભારત સામે યુદ્ધ કાર્યવાહી ગણવામાં આવશે. અને જવાબ પણ તે જ રીતે આપવામાં આવશે.

  • 10 May 2025 03:50 PM (IST)

    પંજાબના રાજ્યપાલ એકશનમાં, આજે સાંજે બોલાવી સર્વપક્ષીય બેઠક

    પાકિસ્તાન સાથેના તણાવને ધ્યાનમાં રાખીને, પંજાબના રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયાએ આજે ​​ચંદીગઢમાં પંજાબ રાજભવન ખાતે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠક સાંજે 5 વાગ્યે બોલાવવામાં આવી છે.

  • 10 May 2025 03:23 PM (IST)

    JK: નૌશેરામાં તુર્કી બનાવટનો ડ્રોન મળી આવ્યો

    જમ્મુ અને કાશ્મીરના નૌશેરા વિસ્તારના એક ગામમાંથી તુર્કી બનાવટનું કામિકાઝ ડ્રોન મળી આવ્યું છે. પાકિસ્તાન દેશના ઘણા નાગરિક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે.

  • 10 May 2025 03:22 PM (IST)

    હૈદરાબાદમાં લશ્કરી છાવણી વિસ્તારો નજીક ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

    હૈદરાબાદ પોલીસે લશ્કરી છાવણી વિસ્તારોની નજીક ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. પોલીસ કમિશનર સીવી આનંદે જાહેર જનતાને અપીલ કરી છે કે તેઓ કોઈપણ જાહેર સ્થળ, મેળાવડા કે કાર્યક્રમમાં ફટાકડા ફોડવાનું ટાળે કારણ કે તેનાથી સુરક્ષા ચિંતાઓ વધી શકે છે અને ગેરસમજ ઊભી થઈ શકે છે. બધા રહેવાસીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે જાહેર સહયોગ જરૂરી છે.

  • 10 May 2025 03:22 PM (IST)

    કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ મંદિરમાં ભારતીય સેના માટે પ્રાર્થના કરી

    કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી અને તેલંગાણા ભાજપ પ્રમુખ જી કિશન રેડ્ડીએ હૈદરાબાદમાં ભારતીય સશસ્ત્ર દળો માટે પ્રાર્થના કરી.

    (Credit Source: @ANI)

  • 10 May 2025 03:13 PM (IST)

    કચ્છઃ કંડલા પોર્ટ બંધ કરી દેવાયું

    • કચ્છઃ કંડલા પોર્ટ બંધ કરી દેવાયું
    • હાઈએલર્ટને પગલે પોર્ટ કામકાજ સંપૂર્ણ બંધ કરાયું
    • અન્ય સુચના ન મળે ત્યાં સુધી બંધ રાખવા નિર્ણય
    • પોર્ટના સત્તાવાર સૂત્રોએ આપી માહિતી
  • 10 May 2025 03:10 PM (IST)

    આતંકી હુમલાના તણાવ મુદે મહત્વના સમાચાર

    • એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં આરોગ્યકર્મીઓની રજા કેન્સલ કરાઈ
    • રજા પર ગયેલા તબીબોને સાંજ સુધીમાં ડ્યુટી પર હાજર થવા અપાઈ સૂચના
    • મેડિકલ ઇમરજન્સી માટે તબીબોની ટીમ તૈયાર
    • સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના અધિકારીઓની મળી બેઠક
    • પૂરતો દવાઓનો જથ્થો, સ્ટાફ સાહિતને અપાઈ માહિતી
    • સિવિલ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરાયો
  • 10 May 2025 03:08 PM (IST)

    રાજ્યમાં હજુ માવઠાનું સકંટ રહેશે યથાવત્

    • કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
    • આગામી ત્રણ દિવસ રહેશે વાદળછાયું વાતાવરણ
    • અમદાવાદમાં આજે વરસાદનું યલો એલર્ટ જાહેર
    • સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
    • 50થી 60 કિમી ઝડપે ફૂંકાઈ શકે છે પવન
    • સાત દિવસ બાદ 3થી 5 ડિગ્રી તાપમાન થશે વધારો
  • 10 May 2025 02:20 PM (IST)

    કચ્છઃ ભુજમાં જાહેર કરવામાં આવ્યું હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

    • જિલ્લા વહિવટી તંત્ર દ્રારા સાયરન વગાડવામાં આવ્યા
    • લોકોને સલામત સ્થળે ખસેડી જવા માટે તંત્રની અપીલ
    • બિનજરૂરી ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાઇ
    • અફવાઓ પર ધ્યાન ન આપવા અને ખોટી વાતો ધ્યાનમાં ન લેવા અપીલ કરાઇ

     

  • 10 May 2025 02:19 PM (IST)

    ઓપરેશન સિંદૂરમાં આ 5 મોટા આતંકવાદીઓ માર્યા ગયા, પાકિસ્તાનથી આવી ગઈ યાદી

    ભારતના હુમલામાં મસૂદ અઝહરના સાળા અને બહેન પણ માર્યા ગયા હતા. પાકિસ્તાનથી મળેલા અહેવાલ મુજબ, ઓપરેશન સિંદૂર સ્ટ્રાઈકમાં 5 મોટા આતંકવાદીઓ માર્યા ગયા. આ બધા આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સાથે સીધા જોડાયેલા હતા.

  • 10 May 2025 02:09 PM (IST)

    પંજાબના રાજ્યપાલે આજે સાંજે સર્વપક્ષીય બેઠક બોલાવી

    પાકિસ્તાન સાથેના તણાવને ધ્યાનમાં રાખીને પંજાબના રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયાએ આજે ​​ચંદીગઢમાં પંજાબ રાજભવન ખાતે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સાંજે 5 વાગ્યે બેઠક બોલાવવામાં આવી છે.

  • 10 May 2025 02:09 PM (IST)

    ભારત-પાકિસ્તાન સંઘર્ષને કારણે હજ ફ્લાઇટ્સ 14 મે સુધી રદ કરવામાં આવી

    ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે, 14 મે સુધી બધી હજ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

  • 10 May 2025 01:27 PM (IST)

    પીએમ મોદી સાથે ત્રણેય સેના પ્રમુખોની મુલાકાત

    ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે, જેમાં સેના પ્રમુખ, વાયુસેના પ્રમુખ અને નૌકાદળના વડા હાજર છે. તે જ સમયે, સંરક્ષણ પ્રધાન પણ બેઠકમાં હાજરી આપવા માટે પહોંચી ગયા છે.

  • 10 May 2025 01:26 PM (IST)

    શ્રીનગર એરપોર્ટ નજીક પાકિસ્તાનનું ડ્રોન તોડી પાડવામાં આવ્યું

    પાકિસ્તાન ડ્રોન દ્વારા સતત મિસાઇલો છોડી રહ્યું છે. દરમિયાન સૂત્રોએ જણાવ્યું હતું કે ADS એ શ્રીનગર એરપોર્ટ નજીક ડ્રોનને તોડી પાડ્યું હતું.

  • 10 May 2025 12:48 PM (IST)

    ભૂજ શહેરમાં વાગ્યા સાયરન, ફરી એક ડ્રોન તોડી પડાયુ

    કચ્છ-ભૂજ નજીક વધુ નાપાક હરકત જોવા મળી. ભુજના લોરિયા નજીક ડ્રોન દેખાયું. ભારતીય સેનાએ ડ્રોનને તોડી પાડ્યું છે. નાગોર નજીક ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હોવાની માહિતી છે. ફરી ભુજ શહેરમા સાયરન વાગ્યા છે. સાવચેતીના ભાગરુપે આ સાયરન વગાડવામાં આવી રહ્યા છે.

  • 10 May 2025 12:14 PM (IST)

    કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટર સેવા આગામી આદેશ સુધી સ્થગિત

    ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, ઉત્તરાખંડમાં સુરક્ષા કારણોસર કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટર સેવા આગામી આદેશ સુધી સ્થગિત કરવામાં આવી છે.

  • 10 May 2025 12:12 PM (IST)

    ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે આજે દિલ્હીમાં વિધાનસભા પક્ષની બેઠક

    ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે આજે સાંજે 5 વાગ્યે દિલ્હી ભાજપ કાર્યાલયમાં ધારાસભ્ય પક્ષની બેઠક છે.

  • 10 May 2025 11:54 AM (IST)

    અમેરિકાના વિદેશ મંત્રીએ એસ જયશંકર સાથે વાત કરી

    અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાત કરી. સચિવ રુબિયોએ ભાર મૂક્યો હતો કે બંને પક્ષોએ તણાવ ઘટાડવા અને ગેરસમજ ટાળવા માટે સીધી વાતચીત ફરીથી સ્થાપિત કરવાના રસ્તાઓ ઓળખવાની જરૂર છે. ભવિષ્યમાં વિવાદો ટાળવા માટે તેમણે ચર્ચા પર ભાર મૂક્યો છે. આ માહિતી યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે આપી છે.

  • 10 May 2025 11:51 AM (IST)

    S 400, બ્રહ્મોસનો સ્ટોક સંપૂર્ણપણે સુરક્ષિત: સેના

    ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે પાકિસ્તાન સરહદ પર મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કરી રહ્યું છે. S 400, બ્રહ્મોસના ભંડાર સંપૂર્ણપણે સલામત છે, પાકિસ્તાનનો દાવો ખોટો અને ખોટો પ્રચાર છે. પાકિસ્તાન આગળના વિસ્તારોમાં સૈનિકો તૈનાત કરી રહ્યું છે.

  • 10 May 2025 11:44 AM (IST)

    પાકિસ્તાનના ડ્રોનને કાયનેટિક અને નોન કાયનેટિક સાધનોથી તોડી પડાયા

    ભારતીય સેનાએ કાયનેટિક અને નોન કાયનેટિક માધ્યમોનો ઉપયોગ કરીને ઘણા ડ્રોનને તોડી પાડ્યા. પાકિસ્તાની સેનાએ ભારે કેલિબર હથિયારોનો ઉપયોગ કરીને ગોળીબાર પણ કર્યો, જેના પરિણામે કેટલાક ભારતીય સૈનિકોના મોત અને ઇજા થઈ.

  • 10 May 2025 11:10 AM (IST)

    રાજસ્થાનઃ વિવિધ વિસ્તારોમાં મળ્યા મિસાઈલના ટુકડા

    • હનુમાનગઢના ખેતરોમાં મિસાઈલના ટુકડા મળી આવ્યા
    • લખુવાલી પાસે ગામમાંથી મિસાઈલના અવશેષો મળ્યા
    • ભારતીય સેનાએ પાકિસ્તાનનું કાવતરું નિષ્ફળ બનાવ્યું
    • પોખરણમાં પણ તુટેલી મિસાઈલના અવશેષો મળી આવ્યા
    • સરગોડા એરબેઝ પર પણ મોડી રાતે કરાયો હતો હુમલો
    • ભારતીય સેનાએ પાકિસ્તાનની મિસાઈલો તોડી પાડી
  • 10 May 2025 10:59 AM (IST)

    પાકિસ્તાની સેનાએ સમગ્ર પશ્ચિમી ભાગ પર આક્રમક પ્રવૃત્તિઓ ચાલુ રાખી: કર્નલ સોફિયા કુરેશી

    કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની સેનાએ સમગ્ર પશ્ચિમી ભાગ પર આક્રમક પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે. ફાઇટર વિમાનોનો ઉપયોગ કર્યો.

  • 10 May 2025 10:56 AM (IST)

    ઓપરેશન સિંદૂર પર મહત્ત્વની પ્રેસકોન્ફરન્સ

    પાકિસ્તાને નાગરિક વિમાનની આડમાં હવાઈ માર્ગોનો દુરુપયોગ કર્યો: કર્નલ સોફિયા કુરેશી

  • 10 May 2025 10:54 AM (IST)

    રાજસ્થાનના જેસલમેર અને શ્રી ગંગાનગરમાં તમામ બજારો બંધ

    રાજસ્થાનના જેસલમેર અને શ્રીગંગાનગરમાં તમામ બજારો બંધ કરી દેવામાં આવ્યા છે. જેસલમેર અને શ્રીગંગાનગરના સરહદી વિસ્તારોમાં હવાઈ હુમલાની શક્યતા છે. જિલ્લા વહીવટીતંત્રે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સુરક્ષા કારણોસર સમગ્ર શહેરને લોકડાઉન કરવામાં આવ્યું છે.

  • 10 May 2025 10:53 AM (IST)

    ઓડિશા સરકારે IPS અધિકારીઓની રજા રદ કરી

    ઓડિશા સરકારે IPS અધિકારીઓની રજા રદ કરી છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રજા પર ગયેલા અધિકારીઓને તાત્કાલિક મુખ્યાલય પરત ફરવા સૂચના આપવામાં આવી છે.

  • 10 May 2025 10:25 AM (IST)

    પાકિસ્તાનના સિયાલકોટમાં આતંકવાદી લોન્ચ પેડ તોડી પાડવામાં આવ્યું

    અખનૂર સેક્ટરની સામે પાકિસ્તાનના સિયાલકોટ જિલ્લામાં લુની ખાતે આવેલા આતંકવાદી લોન્ચ પેડને બીએસએફ દ્વારા સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો હતો.

    (Credit Source: @ANI)

  • 10 May 2025 09:46 AM (IST)

    કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ આજે અધિકારીઓ સાથે બેઠક કરશે

    કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ આજે દેશભરમાં વૈજ્ઞાનિક અને તકનીકી સંસ્થાઓની સુરક્ષાની સમીક્ષા સિનિયર અધિકારીઓ અને તકનીકી સંસ્થાઓના વડાઓ સાથે કરશે.

  • 10 May 2025 09:45 AM (IST)

    પાકિસ્તાને અમૃતસર કેન્ટ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, ડ્રોન હવામાં તોડી પાડ્યા

    ભારતીય સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સતત ડ્રોન હુમલા અને અન્ય હથિયારોથી આપણી પશ્ચિમી સરહદો પર હુમલો કરી રહ્યું છે. આવી જ એક ઘટનામાં આજે સવારે લગભગ 5 વાગ્યે, અમૃતસરના ખાસા કેન્ટ ઉપર ઘણા સશસ્ત્ર દુશ્મન ડ્રોન ઉડતા જોવા મળ્યા. અમારા હવાઈ સંરક્ષણ એકમોએ તરત જ દુશ્મનના ડ્રોન પર હુમલો કરીને તેનો નાશ કર્યો.

  • 10 May 2025 09:45 AM (IST)

    ઇસ્લામાબાદમાં બધા પેટ્રોલ પંપ બંધ રહ્યા

    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં તમામ પેટ્રોલ અને ડીઝલ ફિલિંગ સ્ટેશનો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. આ માટે તાત્કાલિક આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

  • 10 May 2025 09:44 AM (IST)

    AIIMS ભુવનેશ્વરે તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી

    AIIMS ભુવનેશ્વરે ઉભરતા સંજોગોને ધ્યાનમાં રાખીને રજાઓ અને સ્ટેશન રજાઓ સહિત તમામ પ્રકારની રજાઓ રદ કરવાની જાહેરાત કરી છે.

  • 10 May 2025 09:44 AM (IST)

    પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે NCA ની બેઠક બોલાવી

    ભારતની જવાબી કાર્યવાહી બાદ પાકિસ્તાન ગભરાઈ ગયું છે. આ દરમિયાન પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે નેશનલ કમાન્ડ ઓથોરિટી (NCA) ની બેઠક બોલાવી છે.

  • 10 May 2025 09:43 AM (IST)

    ભારતીય સેનાએ પાકિસ્તાની ચોકીઓ અને આતંકવાદી લોન્ચ પેડ્સનો નાશ કર્યો

    ભારતીય સેનાએ જમ્મુ નજીક પાકિસ્તાની ચોકીઓ અને આતંકવાદી લોન્ચ પેડ્સનો નાશ કર્યો છે, જ્યાંથી ટ્યુબ લોન્ચ ડ્રોન પણ લોન્ચ કરવામાં આવી રહ્યા હતા. સંરક્ષણ સૂત્રોના હવાલાથી આ માહિતી પ્રકાશમાં આવી છે.

    (Credit Source: @ANI))

  • 10 May 2025 09:17 AM (IST)

    કચ્છના ભૂજમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે 3 ડ્રોન તોડી પાડયા

    કચ્છ, ગુજરાત: પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ સતત ઉશ્કેરણીજનક હરકતો કરવામાં આવી રહી છે. આજે વહેલી સવારે કચ્છ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ભારતીય સરહદની નજીક પાકિસ્તાની ડ્રોન દાખલ થયા હોવાની માહિતી મળી છે. ભારતીય સુરક્ષા દળોએ ઝડપી કાર્યવાહી કરીને ડ્રોનને હવામાં જ તોડી નાંખ્યા હતા.

  • 10 May 2025 08:55 AM (IST)

    પંજાબઃ જલંધરમાં પાકિસ્તાનનો ડ્રોન હુમલો

    • જલંધરમાં પાકિસ્તાની ડ્રોનના ટુકડા મળ્યા
    • પાકિસ્તાની ડ્રોનને તોડી પડાયું
    • ખેતરમાં ડ્રોનના ટુકડા મળી આવ્યા
    • 4થી 5 ડ્રોન જલંધરમાં જોવા મળ્યા હતા
    • ભારતીય ડિફેન્સ સિસ્ટમે ડ્રોન તોડી પાડ્યા
    • આર્મી કેમ્પની પાસેના વિસ્તારોમાં ટુકડા મળ્યા
  • 10 May 2025 08:38 AM (IST)

    રાજસ્થાનઃ બાડમેરમાં ફરી સંભળાયા ધડાકા

    • રાતની શાંતિ બાદ વહેલી સવારે ધડાકાના અવાજો
    • સવારે 5.15 કલાકે ફરી ધડાકાઓથી ગૂંજ્યું બાડમેર
    • બોડમેરમાં થયો વહેલી સવારે ડ્રોન એટેક
    • સેનાએ આકાશમાં જ એક બાદ એક ડ્રોન તોડી પાડ્યા

     

  • 10 May 2025 08:15 AM (IST)

    કચ્છ : બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા કરાઇ અપીલ

    કચ્છ-જિલ્લા કલેક્ટર દ્રારા લોકોને અપીલ કરાઇ. બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા કરાઇ અપીલ. અફવાઓ પર ધ્યાન ન આપવા પણ અપીલ  કરાઇ.

  • 10 May 2025 08:15 AM (IST)

    ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે G7 દેશોની અપીલ

    • ધીરજ રાખવા અને વાતચીતથી વિવાદ ઉકેલવા અપીલ
    • ભારત-પાકિસ્તાનને સંયમ રાખવા અમારી અપીલ: G7 દેશો
    • “કોઈપણ સૈન્ય કાર્યવાહી શાંતિ અને સ્થિરતા માટે ગંભીર ખતરો”
    • “અમને બન્ને પક્ષના નાગરિકોની સુરક્ષા અંગે ચિંતા”
    • “બન્ને દેશોને તણાવ ઓછો કરવા અને શાંતિ માટે સીધી વાત કરવા આગ્રહ”
    • G7 દેશોએ પહલગામ આતંકી હુમલાની કરી નિંદા

     

  • 10 May 2025 08:06 AM (IST)

    કચ્છના અબડાસામા પાકિસ્તાનનું ડ્રોન તોડી પડાયુ

    કચ્છમાં વહેલી સવારે પાકિસ્તાનનું નાપાક કૃત્ય સામે આ્વ્યુ છે. સરહદી વિસ્તારોના ગામડાઓ પર ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. અબડાસા વિસ્તારના નાની ધુફી ગામમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું. એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા ડ્રોનને હવામાં મારવાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. ભારતીય સેના ડ્રોન હુમલાનો જડબાતોડ જવાબ આપી રહી છે. ડ્રોનનો કાટમાળ શોધવાના પ્રયાસો ચાલુ છે.

  • 10 May 2025 07:45 AM (IST)

    ભારતે પાકિસ્તાનના 2થી 3 વિમાનને તોડી પાડ્યા

    ભારતે પાકિસ્તાનના 2થી 3 વિમાનને તોડી પાડ્યા  હોવાના સમાચાર સામે આવ્યા છે. જો કે તેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઇ નથી. IAFએ રહીમયાર એરબેઝ સ્ટ્રીય તબાહ કરી નાખી.

  • 10 May 2025 07:01 AM (IST)

    દેશની આર્થિક રાજધાની મુંબઈ હાઈ એલર્ટ પર, દરિયાકાંઠાના સ્થળો પર પેટ્રોલિંગ વધારી દીધું

    • ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે દેશની આર્થિક રાજધાની મુંબઈ હાઈ એલર્ટ પર
    • મુંબઈ પોલીસે જુહુ ચોપાટી, ગિરગાંવ ચોપાટી, દાદર ચોપાટી, મઢ, માર્વે, કોલાબા, વર્સોવા સહિત તમામ દરિયાકાંઠાના સ્થળો પર પેટ્રોલિંગ વધાર્યું
    • દરિયાકાંઠાના પર્યટન સ્થળ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો
    • ક્વિક રિસ્પોન્સ ટીમના કમાન્ડો તૈનાત કરાયા
    • પોલીસ સિવિલ ડ્રેસમાં પણ બાજનજર રાખી રહી છે
    • મુંબઈના સમુદ્રમાં કોઈપણ શંકાસ્પદ ફિશિંગ બોટ કે પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે ખાસ સ્પીડ બોટ સાથે આ કવાયત હાથ ધરવામાં આવી રહી છે.તો બીજી તરફ હેલિકોપ્ટરની મદદથી પણ નજર રાખવામાં આવી રહી છે
  • 10 May 2025 06:58 AM (IST)

    પાકિસ્તાન જવાબ આપવાની સ્થિતિમાં નથી: ભૂતપૂર્વ ભારતીય રાજદૂત

    દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ પર, ભૂતપૂર્વ ભારતીય રાજદૂત વિદ્યા ભૂષણ સોનીએ કહ્યું કે, એ દુઃખદ છે કે પાકિસ્તાને ભૂતકાળમાંથી કોઈ પાઠ શીખ્યો નથી. પાકિસ્તાન એક નિષ્ફળ રાજ્ય હોવાથી પ્રતિક્રિયા આપવાની સ્થિતિમાં નથી, જેને તમામ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ અને વિશ્વ સંસ્થાઓ દાયકાઓથી સ્વીકારે છે.

    તો, જ્યારે તેઓ તેના માટે તૈયાર ન હોય ત્યારે તેઓ કેવી પ્રતિક્રિયા આપે છે? સરકારનો કયો ભાગ તૈયાર છે? નાગરિક સરકારનું નિયંત્રણ નથી. આતંકવાદી દળોનું વર્ચસ્વ છે. આર્મી ચીફ એવા નિવેદનો આપે છે જે ભાગ્યે જ વ્યાવસાયિક હોય છે અને તેમને જમીની પરિસ્થિતિ સાથે કોઈ લેવાદેવા નથી.

    પાકિસ્તાન આટલું મૂર્ખામીભર્યું પગલું કેવી રીતે ભરી શકે? પહેલગામ ખૂબ જ શાંતિપૂર્ણ સ્થળ છે જ્યાં હુમલો થયો હતો. આ અણધાર્યું હતું. તેમને સંદેશ મોકલવાની જરૂર છે કારણ કે તેઓ આવું કરતા રહે છે. આપણે એક જવાબદાર રાષ્ટ્ર છીએ. અમે ખૂબ જ જવાબદારીપૂર્વક પ્રતિક્રિયા આપી છે અને કોઈ પણ પગલું ભર્યું નથી જેમાં ભૂલ મળી શકે. તેથી એકવાર તેઓ પહેલ કરી લે, પછી તેમને કહેવું જરૂરી છે કે હવે બહુ થયું. અમે હવે આ સ્વીકારવાના નથી. તેથી પ્રતિભાવ ખૂબ જ વિચારશીલ અને સચોટ રહ્યો છે.

    (Credit Source: @ANI)

  • 10 May 2025 06:40 AM (IST)

    પાકિસ્તાને ગઈરાતે ફરી કરી અવળચંડાઈ

    • પાકિસ્તાને ગઈરાતે ફરી કરી અવળચંડાઈ
    • 26 જગ્યાએ પર હુમલા કરાયાનો દાવો
    • ભારતે પણ આપ્યો વળતા જવાબ
    • LoC પર અનેક સ્થળો પર ગોળીબાર
  • 10 May 2025 06:37 AM (IST)

    જમ્મુમાં સંપૂર્ણ બ્લેકઆઉટ લાદવામાં આવ્યો

    જમ્મુમાં સંપૂર્ણ બ્લેકઆઉટ લાદી દેવામાં આવ્યો છે. સાયરનના અવાજો સંભળાય છે.

  • 10 May 2025 06:37 AM (IST)

    સવારે 05:45 વાગ્યે સાઉથ બ્લોક ખાતે મીડિયા બ્રીફિંગ

    સવારે 5:45 વાગ્યે સાઉથ બ્લોક લૉન પાસે સાઉથ બ્લોક ખાતે મીડિયા બ્રીફિંગ.

  • 10 May 2025 05:50 AM (IST)

    બિહારમાં જ્યારે પણ ચૂંટણી થાય છે, ત્યારે આવી ઘટનાઓ બને છે: આરજેડી સાંસદ મીસા ભારતી

    નોકરી માટે જમીનના મુદ્દા પર, આરજેડી સાંસદ મીસા ભારતીએ કહ્યું, અમારા પરિવાર માટે કોઈ મુદ્દો નવો નથી. બિહારમાં જ્યારે પણ ચૂંટણી હોય છે, ત્યારે આવી ઘટનાઓ બનતી રહે છે. મારા પિતા સારવાર લીધા પછી ગઈકાલે જ પટના પહોંચ્યા. બીજી તરફ, રાષ્ટ્રપતિએ કેસ ચલાવવાની મંજૂરી આપી છે. ઘણી એજન્સીઓએ અમારી તપાસ કરી છે, પરંતુ અમે ખોટા નથી. આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે અને હું તેના પર વધુ ટિપ્પણી કરીશ નહીં. ટૂંક સમયમાં બધું સ્પષ્ટ થઈ જશે.

  • 10 May 2025 05:49 AM (IST)

    જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ લાગુ

    જમ્મુ અને કાશ્મીરના અખનૂરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. વિસ્ફોટો અને સાયરનના અવાજો સંભળાય છે.

    (Credit Source: @ANI)

  • 10 May 2025 05:47 AM (IST)

    પંજાબના જાલંધરમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો

    પંજાબના જાલંધરમાં કેટલાક ડ્રોન જોવા મળ્યાના અહેવાલો બાદ અમે થોડા સમય માટે બ્લેકઆઉટ લાગુ કર્યું છે. સુરક્ષા દળો તપાસ કરી રહ્યા છે. કૃપા કરીને શાંતિ રાખો અને બ્લેકઆઉટ પ્રોટોકોલનું પાલન કરો: ડીસી, જલંધર

  • 10 May 2025 03:31 AM (IST)

    રાવલપિંડી: એક પછી એક ત્રણ વિસ્ફોટ, નૂર ખાન એરબેઝ પર પણ મોટો વિસ્ફોટ

    પાકિસ્તાનના રાવલપિંડી નજીક એક પછી એક ત્રણ વિસ્ફોટ થયા છે. રાવલપિંડીમાં નૂર ખાન એરબેઝ પાસે પણ એક શક્તિશાળી વિસ્ફોટ થયો છે. આ દરમિયાન, ઇસ્લામાબાદના રહેવાસીઓએ સતત ત્રણ ધડાકા સાંભળ્યા. પોલીસ અને બચાવ ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.

  • 10 May 2025 03:24 AM (IST)

    પાકિસ્તાનના ડ્રોન હુમલા નિષ્ફળ, ભારતે PoKમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર કર્યો ગોળીબાર

    પાકિસ્તાન એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ પર સતત ગોળીબાર કરી રહ્યું છે. પાકિસ્તાને ડ્રોનથી ભારતના ઘણા ભાગો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. તે જ સમયે, ભારતે પણ પીઓકેમાં અનેક આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરીને જવાબી કાર્યવાહી કરી છે.

  • 10 May 2025 03:13 AM (IST)

    India-Pakistan War:દિલ્હી એરપોર્ટે જાહેર કરી ટ્રાવેલ એડવાઇઝરી

    દિલ્હી એરપોર્ટની કામગીરી હાલમાં સામાન્ય છે. જોકે, બદલાતી એરસ્પેસ પરિસ્થિતિઓ અને બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીના આદેશો અનુસાર વધેલા સુરક્ષા પગલાંને કારણે, કેટલાક ફ્લાઇટ શેડ્યૂલ પર અસર પડી શકે છે અને સુરક્ષા ચેકપોઇન્ટ પ્રક્રિયા સમય લાંબો થઈ શકે છે.

     

Published On - 9:42 pm, Thu, 8 May 25