પહાડોમાં લડવા સક્ષમ સૈન્ય ટુકડીઓ ચીન સરહદે તહેનાત. ચીનની આર્મીને જડબાતોડ જવાબ આપવા સૈન્યને પૂરી છુટ

|

Sep 28, 2020 | 12:57 PM

ચીનના કોઈ પણ અડપલાનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતે પહાડોમાં લડવા સક્ષમ સૈન્ય ટુકડીઓને તહેનાત કરી છે. ચીન સાથે જોડાયેલી 3 હજાર કિલોમીટરથી વધુ લાંબી વાસ્તવિક નિયત્રણ રેખા(LAC) ઉપર ચીનની પિપલ્સ લિબરેશન આર્મી (PLA )ની કોઈ પણ હરકતનો આક્રમક જવાબ આપવા માટે સૈન્યને કહી દેવાયું છે. મિડીયા રિપોર્ટ અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં પહાડી વિસ્તારોમાં લડવા […]

પહાડોમાં લડવા સક્ષમ સૈન્ય ટુકડીઓ ચીન સરહદે તહેનાત. ચીનની આર્મીને જડબાતોડ જવાબ આપવા સૈન્યને પૂરી છુટ
India deploys troops trained on the mountains

Follow us on

ચીનના કોઈ પણ અડપલાનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતે પહાડોમાં લડવા સક્ષમ સૈન્ય ટુકડીઓને તહેનાત કરી છે. ચીન સાથે જોડાયેલી 3 હજાર કિલોમીટરથી વધુ લાંબી વાસ્તવિક નિયત્રણ રેખા(LAC) ઉપર ચીનની પિપલ્સ લિબરેશન આર્મી (PLA )ની કોઈ પણ હરકતનો આક્રમક જવાબ આપવા માટે સૈન્યને કહી દેવાયું છે.

મિડીયા રિપોર્ટ અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં પહાડી વિસ્તારોમાં લડવા માટે સૈન્યની કેટલીક ટુકડીઓને વિશેષ તાલિમ આપવામા આવેલ છે. જે પહાડી વિસ્તારના વિષમ વાતાવરણમાં લડવાની સાથે સાથે ગેરીલા યુધ્ધમાં પણ નિપૂણ છે. આવી સૈન્ય ટુકડીઓને ભારતના લેહ, લદાખ, ઉતરાખંડ, અરુણાચલ, સિક્કીમ સાથે જોડાયેલી ચીનની સરહદો પર તહેનાત કરી દેવાઈ છે. પહાડી વિસ્તારમાં દુશ્મન સાથે લડવા માટે વાતાવરણને અનુરૂપ વિશેષ તાલિમ અને શારીરિક શક્તિની જરૂર હોય છે. આ સૈન્ય ટુકડી કારગીલની દુર્ગમ પહાડી વિસ્તારમાં યુધ્ધ પણ લડીને જીતી ચૂકી છે.

India deploys troops trained on the mountains

ચીનની ભૌગોલીક બાબતોના જાણકારોનું કહેવુ છે કે, તિબ્બેટનો પ્રદેશ કે જે ચીન પાસે છે તે ભારતીય સીમાની સરખામણીએ સમથલ છે. જ્યારે ભારત તરફની સીમા ચીનની સીમાની સરખામણીએ પર્વતીય પ્રદેશની છે. કારાકોરમથી લઈને ઉતરાખંડની નંદાદેવી, સિક્કીમ ખાતે કંચનજંઘા અને અરુણાચલપ્રદેશમાં નામચે બરવા સુધીના વિસ્તારો પહાડી પ્રદેશના છે. આવા પહાડી પ્રદેશમાં યુધ્ધ લડવા માટે વિશેષ તાલિમ અને નિપૂણતાની જરૂર હોય છે. ભારતે આવી સૈન્ય ટુકડીઓને પર્વતીય વિસ્તારમાં તહેનાત કરી દીધી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Published On - 10:12 am, Mon, 22 June 20

Next Article