AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDIA CORONA UPDATE : 6 દિવસ સુધી 40,000 થી વધુ કેસ આવ્યાં બાદ દેશમાં દૈનિક કોરોના કેસમાં મોટો ઘટાડો નોંધાયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 9:23 AM
Share

સોમવારે છેલ્લા 24 કલાકમાં દેશમાં 30,029 નવા કેસ નોંધાયા. આ દરમિયાન 39,020 દર્દીઓએ કોરોનાને માત આપી, જ્યારે 420 દર્દીઓએ જીવ ગુમાવ્યો.

INDIA CORONA UPDATE :  દેશમાં છેલ્લા 6 દિવસથી સતત 40 હજારથી વધારે દૈનિક કેસ નોંધાયા બાદ સોમવારે 2 ઓગષ્ટે કોરોનાના કેસમાં મોટો ઘટાડો જોવા મળ્યો. સોમવારે છેલ્લા 24 કલાકમાં દેશમાં 30,029 નવા કેસ નોંધાયા. આ દરમિયાન 39,020 દર્દીઓએ કોરોનાને માત આપી, જ્યારે 420 દર્દીઓએ જીવ ગુમાવ્યો.મહત્વનું છે કે, કેરળમાં છેલ્લા 6 દિવસથી 20 હજારથી વધારે કેસ નોંધાતા હતા, જેની અસર દેશના દૈનિક કોવિડ-19 કેસ પર પડી રહી હતી.

દેશમાં તારીખ 1 ઓગષ્ટ સુધી સતત 6 દિવસ 40 હજારથી વધારે દૈનિક કેસ નોંધાયા હતા. 1 ઓગષ્ટે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 40,134 કેસ સામે આવ્યા હતા, તો સાથે કોરોનાથી 36, 946 દર્દીઓ સાજા થયા હતા.1 ઓગષ્ટે છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાથી 422 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ પણ વાંચો : AHMEDABAD : રાજ્યમાં 5 દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી, સારા વરસાદ માટે રાહ જોવી પડશે

આ પણ વાંચો : GANDHINAGAR : પ્રદેશ ભાજપના નવનિયુક્ત સંગઠન મહામંત્રી રત્નાકરે ચાર્જ સંભાળ્યો

g clip-path="url(#clip0_868_265)">