AHMEDABAD : “ભાજપના નેતાઓ પેપર ફોડવાની ઇવેન્ટ કંપની ચલાવે છે” કોંગ્રેસે ગુજરાત સરકાર અને ભાજપ પર કર્યા પ્રહારો

PAPER LEAK CASE : ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પેપર લીક કાંડને લઇ સરકાર પર પ્રહાર કર્યા.. તેમણે કહ્યુ કે, છેલ્લા પાંચ વર્ષમાં 9 પેપર લીક થયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 6:01 PM

AHMEDABAD : પેપરલીક કાંડમાં કોંગ્રેસે ગુજરાત સરકાર અને ભાજપ પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપતા કહ્યું કે ભાજપના નેતાઓ પેપર ફોડવાની ઇવેન્ટ કંપની ચલાવે છે.અમે આ તમામ કાંડનો પર્દાફાશ કરીશું.કોંગ્રેસ રસ્તા પર ઉતરીને સમગ્ર કાંડનો વિરોધ કરશે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત અને ગાંધીનગરમાં મોક વિધાનસભાનું આયોજન કરવામાં આવશે. ધારાસભ્યોની બેઠક બાદ મુખ્યપ્રધાનને રજૂઆત કરવામાં આવશે.

તો ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પેપર લીક કાંડને લઇ સરકાર પર પ્રહાર કર્યા.. તેમણે કહ્યુ કે, છેલ્લા પાંચ વર્ષમાં 9 પેપર લીક થયા છે.જે ખરેખર શરમજનક કહેવાય. એટલું જ નહિં રઘુ શર્માએ કહ્યુ કે. લાખો યુવાનો નોકરીની આશા લઇને બેઠા છે. ત્યારે આ પ્રકારની ઘટનાથી દુખ થાય છે.

હેડ ક્લાર્કની ભરતી પરીક્ષાના પેપર લીક કૌભાંડ મુદ્દે રાજ્યભરમાંથી ઠેર-ઠેર સરકાર પર માછલા ધોવાઈ રહ્યા છે, ત્યારે પોરબંદરમાં NSUIના કાર્યકરોએ અનોખું વિરોધ પ્રદર્શન યોજ્યું છે. NSUIના કાર્યકરોએ પેપર લીક કૌભાંડનું નાટ્ય રૂપાંતર કરી વિરોધ દર્શાવ્યો છે. કાર્યકરો પૈકીના એક કાર્યકરે નકલી આસીત વોરા બની ચલણી નોટથી પેપર વેંચતા હોવાનું નાટક ભજવ્યું હતું.

વિરોધ પ્રદર્શન દરમિયાન 15 જેટલા NSUIના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી છે. હજારો બેરોજગારોની આશા પણ પાણી ફેરવતા આ પેપર લીક કૌભાંડના આરોપીઓ અને ગૌણ સેવાના અધ્યક્ષ અસિત વોરા સામે કાર્યવાહીની માગ કરાઈ છે

આ પણ વાંચો : ગુજરાતમાં પેપર લીક મુદ્દે ડીજીપી આશિષ ભાટિયાએ મહત્વનું નિવેદન આપ્યું

આ પણ વાંચો : પેપરલીક કાંડમાં મોટો ખુલાસો, પેપર મેળવનારા 77 ઉમેદવારોની વિગતો મળી, તમામ વિરુદ્ધ કાર્યવાહી થશે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">