AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શેખ હસીનાને શરણ આપવાને કારણે ભારત-બાંગ્લાદેશના સંબંધોમાં આવ્યો તણાવ- મોહમ્મદ યુનુસે UNGA માં ઓક્યુ ઝેર

મોહમ્મદ યુનુસે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતા ભારત વિરુદ્ધ આકરા શબ્દોમાં નિવેદનબાજી કરી છે. તેમણે કહ્યુ છે કે ભારતને બાંગ્લાદેશનું વિદ્યાર્થી આંદોલન પસંદ ન આવ્યુ કારણ કે શેખ હસીનાને સત્તા પરથી હટાવી દીધી. વધુમાં ઉમેર્યુ કે શેખ હસીનાને શરણ આપવાને કારણે ભારત-બાંગ્લાદેશના સંબંધોમાં તણાવ આવ્યો છે.

શેખ હસીનાને શરણ આપવાને કારણે ભારત-બાંગ્લાદેશના સંબંધોમાં આવ્યો તણાવ- મોહમ્મદ યુનુસે UNGA માં ઓક્યુ ઝેર
| Updated on: Sep 25, 2025 | 6:43 PM
Share

બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સંબોધિત કરતા ભારત વિરુદ્ધ ઝેર ઓક્યુ છે. તેમણે કહ્યુ છે કે પૂર્વ પીએમ શેખ હસીનાને શરણ આપવાની શરૂઆત પર બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તણાવની સ્થિતિ છે. તેમણે આ વૈશ્વિક મંચ પરથી કહ્યુ કે ભારતના વિદ્યાર્થીઓને આ વિરોધ પ્રદર્શન પસંદ નથી આવ્યુ. જેના કારણે હસીનાને પદ પરથી હટાવી દેવામાં આવી.

યુનુસે ભારત વિરુદ્ધ ઓક્યુ ઝેર

યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA) ના 80મા સત્ર માટે ન્યૂયોર્કમાં રહેલા યુનુસે વધુમાં કહ્યું, “અમને હાલમાં ભારત સાથે સમસ્યા છે કારણ કે તેમને વિદ્યાર્થીઓનો વ્યવહાર પસંદ નથી આવ્યો. તેઓ ભૂતપૂર્વ વડાપ્રધાન હસીનાનું યજમાની કરી રહ્યા છે, જેમણે આ બધી સમસ્યાઓ ઉભી કરી અને યુવાનોના જીવ લીધા. આનાથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઘણો તણાવ વધ્યો છે.” બાંગ્લાદેશના આ અલોકતાંત્રિક નેતાએ કેટલાક કથિત ફર્ઝી સમાચારોની પણ ટીકા કરી જેમા વિદ્યાર્થી આંદોલનને ઈસ્લામી આંદોલન ગણાવવામાં આવ્યુ.

ખોટા સમાચાર ફેલાવવાનો આરોપ

તેમણે કહ્યું, “બીજી બાજુથી પણ ખોટા સમાચાર આવી રહ્યા છે, તમામ પ્રકારનો પ્રચાર કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓનો વિરોધ એ ખૂબ જ ખરાબ વસ્તુ છે અને તે એક ઇસ્લામિક ચળવળ છે. આ એ જ તાલિબાન છે જેમણે બાંગ્લાદેશ પર કબજો કર્યો હતો. તેઓ કહે છે કે હું પણ તાલિબાન છું.” યુનુસે સાર્ક દેશોને “નજીકના પરિવારના સભ્યો” તરીકે વર્ણવ્યા અને રાષ્ટ્રોના આ દક્ષિણ એશિયાઈ જૂથને પુનર્જીવિત કરવાની હાકલ કરી, જે લગભગ એક દાયકાથી નિષ્ક્રિય છે.

શેખ હસીના સાથે બદલો લઈ રહ્યા છે મોહમ્મદ યુનુસ

બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના હિંસક વિરોધ પ્રદર્શન બાદ, શેખ હસીના 5 ઓગસ્ટ, 2024 ના રોજ ભારત ભાગી ગયા. ત્યારબાદ, વિદેશી શક્તિઓના હસ્તક્ષેપથી, મોહમ્મદ યુનુસને ભ્રષ્ટાચારના દોષિત ઠેરવવામાં આવ્યા હોવા છતાં, તેમને દેશના સર્વોચ્ચ નેતા બનાવવામાં આવ્યા. ત્યારબાદ યુનુસે બદલો લેવાનું અભિયાન શરૂ કર્યું, જેમાં માત્ર શેખ હસીના જ નહીં પરંતુ તેમના પક્ષના હજારો સમર્થકો સામે પણ લક્ષિત અભિયાન શરૂ કરવામાં આવ્યું. આના પરિણામે અવામી લીગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને હસીના અને તેમના સમર્થકો સામે સેંકડો કેસ પણ કરવામાં આવ્યા.

મા ની આરાધનાનો અનોખો રંગ, જામનગરમાં સળગતા અંગારા પર ખેલૈયાઓ ગરબે જુમ્યા- જુઓ Video

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">