કોંગ્રેસના ઉદિત રાજે રાષ્ટ્રપતિને કહ્યાં ચમચા, NCWએ પાઠવી નોટીસ, ભાજપે કહ્યુ કોંગ્રેસ આદિવાસી વિરોધી

|

Oct 06, 2022 | 2:19 PM

મહિલા આયોગે દેશના સર્વોચ્ચ પદ પર બેઠેલ મહિલા વિરુદ્ધ અશોભનીય શબ્દોના ઉપયોગ કરવા બદલ ઉદિત રાજને નોટિસ પાઠવી છે. જેમાં તેમને આવા શબ્દોના ઉપયોગ કરવા બદલ માફી માંગવા માટે કહેવામાં આવ્યું છે.

કોંગ્રેસના ઉદિત રાજે રાષ્ટ્રપતિને કહ્યાં ચમચા, NCWએ પાઠવી નોટીસ, ભાજપે કહ્યુ કોંગ્રેસ આદિવાસી વિરોધી
President Droupadi Murmu

Follow us on

કોંગ્રેસના નેતા ઉદિત રાજે રાષ્ટ્રપતિ દૌપદી મુર્મૂની (President Droupadi Murmu) પ્રતિક્રિયામાં ‘ચમચાગીરી’ શબ્દનો ઉપયોગ કર્યો છે. આ શબ્દે હવે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. ભાજપે આને આદિવાસી અને મહિલા વિરુદ્ધ કોંગ્રેસની માનસિકતા સાથે જોડ્યું છે. આ સાથે જ મહિલા આયોગે દેશના સર્વોચ્ચ પદ પર બેઠેલી મહિલા વિરુદ્ધ આવા શબ્દોના ઉપયોગની પણ ગંભીર નોંધ લીધી છે. મહિલા આયોગે ઉદિત રાજના (Udit Raj) નામે નોટિસ જાહેર કરી છે, જેમાં તેમને આવા શબ્દોના ઉપયોગ બદલ માફી માંગવા માટે કહેવામાં આવ્યું છે.

ઉદિત રાજના નિવેદનને મહિલા આયોગની ચેરપર્સન રેખા શર્માએ ‘અતિ વાંધાજનક’ ગણાવ્યું છે. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, ‘દેશની સર્વોચ્ચ સત્તા અને પોતાની મહેનતથી આ સ્થાન પર પહોચેલ મહિલા વિરુદ્ધ આવા શબ્દો ખૂબ જ વાંધાજનક છે.’ તેણે ટ્વીટમાં ઉદિત રાજને માફી માંગવા કહ્યું છે. તેણે આગળ લખ્યું કે, ‘ઉદિત રાજે આ અપમાનજનક નિવેદન બદલ માફી માંગવી જોઈએ.’

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આદિવાસી વિરોધી માનસિકતા – સંબિત પાત્રા

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું છે કે ઉદિત રાજે જે શબ્દોનો ઉપયોગ કર્યો તે ચિંતાજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું, “કોંગ્રેસે આવા શબ્દોનો ઉપયોગ પહેલીવાર નથી કર્યો, કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ પણ આવા જ અશોભનીય શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ તેમની આદિવાસી વિરોધી માનસિકતા દર્શાવે છે.

નિવેદન પર રાજકીય ખળભળાટ મચ્યો

વાસ્તવમાં રાષ્ટ્રપતિ દૌપદી મુર્મૂ સોમવારે પદભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અહીં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને અભિનંદન આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ જ કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ‘ગુજરાત દેશના 76 ટકા મીઠાનું ઉત્પાદન કરે છે.’ એમ કહી શકાય કે તમામ દેશવાસીઓ ગુજરાતનું મીઠું ખાય છે.

ચમચાગીરીની પણ મર્યાદા હોય છે – ઉદિત રાજ

આ નિવેદન પર ઉદિત રાજે બુધવારે એક ટિપ્પણી કરી હતી, જેમાં તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે, ‘કોઈ પણ દેશને દ્રૌપદી મુર્મૂજી જેવો રાષ્ટ્રપતિ ન મળવો જોઈએ. ચમચાગીરીની પણ મર્યાદા હોય છે. એવું કહેવાય છે કે 70 % લોકો ગુજરાતમાંથી મીઠું ખાય છે. જાતે મીઠું ખાઈને જીવન જીવશો તો ખબર પડશે. આ વિવાદાસ્પદ નિવેદન બાદ ભાજપે કોંગ્રેસ પર કટાક્ષ કર્યો છે.

Published On - 2:16 pm, Thu, 6 October 22

Next Article