પાકિસ્તાનની ઈંચે ઈંચ જમીન બ્રહ્મોસ મિસાઈલની રેન્જમાં, ઓપરેશન સિંદૂર તો માત્ર એક ટ્રેલર હતુ: રાજનાથસિહ

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું, "ઓપરેશન સિંદૂરમાં જે બન્યું તે તો માત્ર એક ટ્રેલર હતું. જો કે આ ટ્રેલરથી જ પાકિસ્તાનને ખ્યાલ આવી ગયો કે જો ભારત પાકિસ્તાનને જન્મ આપી શકે છે, તો તેનો સફાયો પણ કરી શકે છે. મારે તેના વિશે વધુ કંઈ કહેવાની જરૂર નથી."

પાકિસ્તાનની ઈંચે ઈંચ જમીન બ્રહ્મોસ મિસાઈલની રેન્જમાં, ઓપરેશન સિંદૂર તો માત્ર એક ટ્રેલર હતુ: રાજનાથસિહ
| Edited By: | Updated on: Oct 18, 2025 | 3:18 PM

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે, આજે શનિવારે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર અંગે એક મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, ભારતની લશ્કરી તાકાત હવે એક એવા તબક્કે પહોંચી ગઈ છે જ્યાં વિજય એક આદત બની ગઈ છે. લખનૌમાં એક સભાને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું, “ઓપરેશન સિંદૂરથી સાબિત થયું કે, વિજય હવે આપણા માટે નાની ઘટના નથી. વિજય આપણા માટે આદત બની ગયો છે.” ભારતીય સશસ્ત્ર દળોની ચોકસાઈ અને તત્પરતાની પ્રશંસા કરતા રાજનાથ સિંહે કહ્યું કે, ભારતના વિરોધીઓ હવે દેશની મિસાઇલ ક્ષમતાઓથી છટકી શકશે નહીં.

રાજનાથ સિંહે કહ્યું, “દેશને વિશ્વાસ છે કે આપણા વિરોધીઓ હવે બ્રહ્મોસથી છટકી શકશે નહીં. પાકિસ્તાનની ઈંચે ઈચ જમીન હવે આપણી બ્રહ્મોસ મિસાઇલની પહોંચમાં છે.” તેમણે પાકિસ્તાનને એક કડક સંદેશ આપતા જણાવ્યું કે, ઓપરેશન સિંદૂરની ઘટનાઓ ભારતની ક્ષમતાઓનો માત્ર એક નાનો નમૂનો હતો. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન જે બન્યું તે ફક્ત એક ટ્રેલર હતું. તેમણે કહ્યું, “ટ્રેલરથી જ પાકિસ્તાનને અહેસાસ થયો કે જો ભારતે પાકિસ્તાનને જન્મ આપ્યો છે, તો મારે તેમને કહેવાની જરૂર નથી કે તે બીજું શું કરી શકે છે.”

બ્રહ્મોસ મિસાઇલ માલ મોકલવામાં આવ્યો

સંરક્ષણ મંત્રી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌના બ્રહ્મોસ એરોસ્પેસ સેન્ટર ખાતે ઉત્પાદિત બ્રહ્મોસ મિસાઇલોના પ્રથમ જથ્થાને લીલી ઝંડી બતાવી. બ્રહ્મોસ એરોસ્પેસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ સિસ્ટમનું ઉત્પાદક છે. રાજનાથ સિંહે જણાવ્યું કે બ્રહ્મોસ ટીમે માત્ર એક મહિનામાં બે દેશો સાથે આશરે રૂપિયા 4,000 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે કહ્યું, “આગામી વર્ષોમાં, આપણે અન્ય દેશોના નિષ્ણાતોને લખનૌ આવતા જોઈશું, જે શહેરને જ્ઞાન કેન્દ્ર અને સંરક્ષણ ટેકનોલોજીમાં અગ્રણી બનાવશે.” આગામી નાણાકીય વર્ષથી, બ્રહ્મોસના લખનૌ યુનિટનું ટર્નઓવર લગભગ રૂપિયા 3,000 કરોડ થશે અને GST કલેક્શન દર વર્ષે રૂપિયા 5,000 કરોડ થશે.

દેશ અને દુનિયાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો