Jammu Kashmir : સ્વાતંત્ર્ય દિવસ પુર્વ આતંકીઓના હુમલાની કોશિશ નાકામ, જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકીની ધરપકડ

|

Aug 14, 2021 | 2:47 PM

જૈશના આતંકીઓમાંથી એક યુપીના શામલીના ( Shamli )રહેવાસી હોવાનું સામે આવ્યું છે,આતંકી ઇજાહર ખાને ખુલાસો કર્યો હતો કે," પાકિસ્તાનમાં જૈશ કમાન્ડર મુનાઝિરે તેને અમૃતસર નજીકથી હથિયારો એકત્ર કરવા કહ્યું હતું."

Jammu Kashmir : સ્વાતંત્ર્ય દિવસ પુર્વ આતંકીઓના હુમલાની કોશિશ નાકામ, જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકીની ધરપકડ
Indian Army (File Photo)

Follow us on

Jammu Kashmir :  જમ્મુ કશ્મીરના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે,જેમાં જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકીની ધરપકડ કરવામાં આવી છે.હાલ, આતંકિયો પાસેથી મોટી માત્રામાં હથિયાર (Weapons) મળી આવ્યા છે.અહેવાલોનું માનીએ તો,15 ઓગસ્ટ પહેલા મોટા હુમલાની આતંકીઓનું આયોજન હોવાનું સામે આવી રહ્યું છે.જેમાં આંતકીઓ ડ્રોન (Drone)મારફતે અમૃતસરમાં (Amritsar) હથિયારો પહોંચાડવાની ફિરાકમાં હતા.

પકડાયેલા જૈશના આતંકીઓમાંથી એક યુપીના શામલીના ( Shamli )રહેવાસી હોવાનું સામે આવ્યું છે,આતંકી ઇજાહર ખાને ખુલાસો કર્યો હતો કે પાકિસ્તાનમાં જૈશ કમાન્ડર મુનાઝિરે તેને અમૃતસર નજીકથી હથિયારો એકત્ર કરવા કહ્યું હતું, જે ડ્રોન દ્વારા ઉતારવામાં આવશે.

 

પોલીસે જણાવ્યું હતું કે, આતંકીઓ ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલા હથિયારોનો સંગ્રહ કરીને કાશ્મીરમાં અન્ય જૈશ આતંકવાદીઓને સપ્લાય કરવાની યોજના બનાવી રહ્યા હતા. ઉપરાંત 15 ઓગસ્ટ પહેલા જમ્મુમાં IED નાખવાનું કાવતરું પણ ઘડી રહ્યા છે.

પોલીસે પહેલા પુલવામાના (Pulwama) પ્રિચૂ વિસ્તારમાંથી મુન્તઝીર મંઝૂર નામના આતંકીની ધરપકડ કરી હતી. તેની પાસેથી એક પિસ્તોલ, એક મેગેઝિન અને બે ચાઇનીઝ હેન્ડ ગ્રેનેડ (Hand grenade) મળી આવ્યા હતા.ઉપરાંત કાશ્મીર ઘાટી વિસ્તારમાંથી હથિયારોના પરિવહન માટે ઉપયોગમા લેવાયેલા ટ્રકને પણ પોલીસે જપ્ત કર્યો છે.

આપને જણાવવું રહ્યું કે,મુન્તઝીર મંઝૂરની ધરપકડ બાદ જૈશના અન્ય ત્રણ આતંકવાદીઓના (Terrorists )ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન એક આતંકવાદીએ પોલીસને જણાવ્યું હતું કે, “પાકિસ્તાનમાં જૈશ કમાન્ડરે તેમને પંજાબમાંથી હથિયારો એકત્ર કરવા માટે કહ્યું હતુ.”

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વની જાહેરાત, હવેથી 14 ઓગસ્ટને “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” તરીકે ઉજવવામાં આવશે

આ પણ વાંચો:  Indian Army: ભારતીય સેના બ્રહ્મપુત્ર નદીની નીચે બનાવશે ટનલ, જાણો ચીનને ઘેરવાના આ Deadly plan વિશે

Published On - 1:54 pm, Sat, 14 August 21

Next Article