વક્ફ બોર્ડની મસ્જિદોના ઈમામો દિલ્હીના સીએમ કેજરીવાલના ઘરની બહાર વિરોધ પ્રદર્શનો કરશે, જાણો શું છે કારણ ?
વકફ બોર્ડના (Waqf Board)અધ્યક્ષ અમાનતુલ્લા ખાને કહ્યું કે તેઓ છેલ્લા અઠવાડિયામાં વક્ફ બોર્ડની ઓફિસની મુલાકાત લઈ શક્યા ન હતા. અને તેથી અધિકારીઓ ત્યાં શું કરી રહ્યા હતા તે વિશે તેઓ અજાણ હતા.
દિલ્હી વક્ફ બોર્ડના કર્મચારીઓ છેલ્લા ઘણા મહિનાઓથી બાકી પગારની ચૂકવણીની માંગ સાથે શુક્રવારે હડતાળ પર ઉતર્યા હતા. આ સાથે વકફ બોર્ડ સાથે જોડાયેલી મસ્જિદોના ઈમામો પણ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન બહાર ધરણા પ્રદર્શનની ચેતવણી આપી હતી. બોર્ડના એક કર્મચારીએ જણાવ્યું કે વકફ બોર્ડના કર્મચારીઓને છેલ્લા 3 થી 4 મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી. આમાંના મોટાભાગના કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર છે. વકફ બોર્ડના કર્મચારીઓનું કહેવું છે કે આ અંગે વારંવાર ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ સમસ્યાનો ઉકેલ આવ્યો ન હતો. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
નામ ન આપવાની શરતે એક કર્મચારીએ જણાવ્યું કે અમે અમારી સમસ્યાઓ અંગે ડિવિઝનલ કમિશનર સહિત વકફ બોર્ડના અધિકારીઓને જાણ કરી ચૂક્યા છીએ, પરંતુ હજુ સુધી ઉકેલની દિશામાં કોઈ પ્રગતિ થઈ નથી. હડતાળ પર જવાનો નિર્ણય છેલ્લા ઉપાય તરીકે લેવામાં આવ્યો હતો. આટલું જ નહીં, વક્ફ બોર્ડ દ્વારા સંચાલિત મસ્જિદોના ઈમામો અને મુઅઝીનોએ પણ દાવો કર્યો છે કે પાંચ મહિનાથી વધુ સમયથી તેમનો માસિક પગાર ચૂકવાયો નથી.
એક ઈમામે કહ્યું કે જો દિલ્હી સરકાર કોઈ ઉકેલ નહીં લાવે તો અમે ટૂંક સમયમાં જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરીશું. આ મામલે વક્ફ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) મોહમ્મદ રેહાન રઝા તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. દરમિયાન, વક્ફ બોર્ડના ચેરમેન અમાનતુલ્લા ખાને જણાવ્યું હતું કે એસીબી અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સહિત વિવિધ એજન્સીઓ દ્વારા ચાલી રહેલી તપાસને કારણે બોર્ડની કામગીરી “અવ્યવસ્થિત” થઈ ગઈ છે.
વકફ બોર્ડના અધ્યક્ષ અમાનતુલ્લા ખાને કહ્યું કે તેઓ છેલ્લા અઠવાડિયામાં વક્ફ બોર્ડની ઓફિસની મુલાકાત લઈ શક્યા ન હતા. અને તેથી અધિકારીઓ ત્યાં શું કરી રહ્યા હતા તે વિશે તેઓ અજાણ હતા. AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાન પર દિલ્હી વક્ફ બોર્ડમાં નિયમો વિરુદ્ધ ભરતી કરવાનો આરોપ છે. ગયા મહિને રાઉઝ એવન્યુ કોર્ટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન સહિત 11 આરોપીઓને સમન્સ જાહેર કર્યા હતા.
દિલ્હી વકફ બોર્ડનું તંત્ર હરકતમાં આવી ગયું છે. અમાનતુલ્લા ખાન તેમના અગાઉના કાર્યકાળ દરમિયાન સ્ટાફની નિમણૂંકમાં ગેરરીતિઓના આરોપો અંગે તપાસનો સામનો કરી રહ્યા છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ ગયા મહિને સીબીઆઈને 2016માં નોંધાયેલા ગેરકાયદેસર નિમણૂકોના કેસમાં અમાનતુલ્લા ખાન સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી હતી.