AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતના આ ગામમાં લોકોના ‘દુશ્મન’ નહીં, ‘દોસ્ત’ છે દીપડા, ઘરના આંગણે મારે છે લટાર

રાજસ્થાનના પાલી જિલ્લામાં લોકો દીપડાથી ન તો ડરે છે કે ન તો ચોંકે છે. અહીંના લોકો દીપડાને તો 'જૂના પાડોશી' તરીકે માને છે અને તેમને જોઈને મલકાય છે. તેમની નજરમાં આ દીપડા ગામનું રક્ષણ કરે છે.

ભારતના આ ગામમાં લોકોના 'દુશ્મન' નહીં, 'દોસ્ત' છે દીપડા, ઘરના આંગણે મારે છે લટાર
| Updated on: Apr 23, 2025 | 2:22 PM
Share

ભારતમાં મોટાભાગના લોકો દીપડાને જોવે તો તેમનો પરસેવો છુટી જાય છે. એવામાં રાજસ્થાનના પાલી જિલ્લામાં તો કઇંક અદભૂત જ થઈ રહ્યું છે. વાત એમ છે કે, રાજસ્થાનના પાલી જિલ્લામાં લોકો દીપડાથી ન તો ડરે છે કે ન તો ચોંકે છે. અહીંના લોકો દીપડાને તો ‘જૂના પાડોશી’ માને છે અને તેમને જોઈને મલકાય છે.

રાજસ્થાનનો એક એવો વિસ્તાર કે, જ્યાં માણસો અને દીપડાઓ વચ્ચે કોઈ જંગ નથી થતી પરંતુ તેઓની વચ્ચે એક સમજણનો અને વિશ્વાસનો ગાઢ સંબંધ છે. જણાવી દઈએ કે, અહીંના લોકો દીપડાને દુશ્મન નહીં પણ ગામના રક્ષક માને છે.

રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલા કેટલાક ગામડાઓ જેમ કે બેરા, ફાલના, દાંતીવાડા અને જવાઈ જેવા વિસ્તારોમાં દીપડા ખુલ્લામાં ફરે છે. આ વિસ્તારમાં દીપડાઓ ગુફામાં રહે છે અને ક્યારેક ક્યારેક તો ઘરને ધાબે પર પણ જોવા મળે છે. નવાઈની વાત એ છે કે, અહીંના લોકો ન તો દીપડાથી ડરે છે અને ન તો તેના પર હુમલો કરે છે. જોવાની વાત તો એ છે કે, દીપડાઓ અહીંના લોકોના જીવનનો એક ભાગ બની ગયા છે.

આ ગામોમાં રહેતા રબારી સમુદાયના લોકો દીપડાને પોતાનો દોસ્ત માને છે. તેમની નજરમાં આ દીપડા ગામનું રક્ષણ કરે છે. આટલું જ નહીં, રબારી સમુદાયનું માનવું છે કે દીપડાઓ ગામને ખરાબ શક્તિઓથી પણ બચાવે છે. અહીંયા જો દીપડો કોઈનું બકરું લઈ જાય તો લોકો તેને ‘કુદરતી ભેટ’ માને છે અને તેનાથી નિરાશ પણ થતાં નથી.

પાલી જિલ્લાના જવાઈ વિસ્તારને દીપડાઓનું ગઢ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, એકલા જવાઈ વિસ્તારમાં 60થી વધુ દીપડા રહે છે. બીજું કે, જવાઈ અને બેરા જેવા ગામડાઓ હવે જંગલ સફારીના શોખીનો માટે એક આકર્ષક સ્થળ બની ગયા છે.

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો. 

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">