જ્યારે ઈન્દિરા ગાંધી ચૂંટણી હારી શકે છે તો ભાજપ શુ ચીજ છે ? પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ પર અશોક ગેહલોતે વ્યક્ત કરી પ્રતિક્રિયા

મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું કે ભાજપના નેતાઓએ જીતનો ભ્રમ ન રાખવો જોઈએ કે તેઓ ચાર રાજ્યોમાં ચૂંટણી જીત્યા પછી એ જ રીતે ચૂંટણી જીતતા રહેશે. તેમણે કહ્યું કે લોકશાહીમાં લોકો ક્યારે પોતાનો વિચાર બદલશે તે કોઈ જાણતું નથી..મેં મારા પોતાના અનુભવથી જોયું છે.

જ્યારે ઈન્દિરા ગાંધી ચૂંટણી હારી શકે છે તો ભાજપ શુ ચીજ છે ? પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ પર અશોક ગેહલોતે વ્યક્ત કરી પ્રતિક્રિયા
Ashok Gehlot, Chief Minister, Rajasthan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2022 | 1:04 PM

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે (cm ashok gehlot) ફરી એકવાર BJPના રાજસ્થાન સાંસદો (BJP rajasthan MP) પર પ્રહારો કર્યા છે અને આરોપ લગાવ્યો છે કે તેઓ રાજ્યની સમસ્યાઓ કેન્દ્ર સરકાર સમક્ષ ઉઠાવતા નથી. આ સાથે જ મુખ્યમંત્રીએ 4 રાજ્યોની તાજેતરની ચૂંટણીમાં ભાજપની જીત પર પણ ટોણો માર્યો છે. ગેહલોતે કહ્યું કે ભાજપના નેતાઓએ જીતનો ભ્રમ ન રાખવો જોઈએ કે તેઓ ચાર રાજ્યોમાં ચૂંટણી જીત્યા પછી પણ આ જ રીતે ચૂંટણી જીતતા રહેશે. તેમણે કહ્યું કે, ભાજપ (rajasthan bjp)એ આ ભ્રમમાં ન રહેવું જોઈએ, લોકશાહીમાં લોકો ક્યારે પોતાનો વિચાર બદલી નાખે છે તે કોઈને ખબર નથી. મેં મારા પોતાના અનુભવથી જોયું છે.

ગેહલોતે કહ્યું કે જ્યારે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી, કે જેમણે 1974માં પરમાણુ વિસ્ફોટ કર્યો હતો, 1971માં બાંગ્લાદેશને આઝાદ કરાવ્યું હતું, તેઓ ચૂંટણી હારી શકે છે, તો પછી ભાજપ તો શું છે ? ગેહલોતે કહ્યું કે થોડા સમય પછી લોકોને ખ્યાલ આવશે કે ભાજપ હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમનું ધ્યાન હટાવવાનું કામ કરી રહ્યું છે.

જનતા ભાજપને પાઠ ભણાવશેઃ ગેહલોત

ગેહલોતે કહ્યું કે ભાજપના લોકો શાસન નથી કરી રહ્યા, તેઓ માત્ર મત મેળવવા માટે હિન્દુત્વ અને રાષ્ટ્રવાદની વાતો કરી રહ્યા છે. ગેહલોતે પૂછ્યું કે શું આપણે રાષ્ટ્રવાદી નથી, શું આપણા દેશવાસીઓ રાષ્ટ્રવાદી નથી ? ગેહલોતે વધુમાં દાવો કર્યો હતો કે રાજસ્થાનમાં લોકો 2019ની ચૂંટણીમાં ભાજપની પસંદગી માટે પહેલાથી જ પસ્તાવો કરી રહ્યા છે અને દેશના યુવાનોમાં બેરોજગારીને લઈને ગુસ્સો છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

તેમણે કહ્યું કે, જનતાએ રાજ્યમાંથી 25 સાંસદોને લોકસભામાં મોકલ્યા, પરંતુ તેમાંથી કોઈ પણ રાજસ્થાનનો મુદ્દો ઉઠાવતો નથી, પછી તે વીજળીનો હોય કે કોલસાનો. તેમણે કહ્યું કે લોકોને તેમની પસંદગી પર પસ્તાવો છે અને તેઓ આગામી ચૂંટણીઓમાં તેમને પાઠ ભણાવતા રહેશે. તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાંથી લોકસભાના 25 સાંસદો છે, જેમાંથી 24 ભાજપના છે અને એક રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીનો છે, જે ભાજપની સહયોગી છે.

ભાજપની વાત અને કામમાં ફરક

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોના પ્રશ્ન પર ગેહલોતે કહ્યું કે લોકો આ બાબતોને સમજે છે કે કોની વાત અને કામમાં તફાવત છે. જ્યારે સમય આવશે ત્યારે જનતા તેમને આંચકો આપશે. મુખ્ય પ્રધાને પૂર્વ રાજસ્થાન કેનાલ પ્રોજેક્ટ (ERCP) વિશે પણ વાત કરી, જે 13 જિલ્લાઓને આવરી લેતી પીવાના પાણીની યોજના છે, ગેહલોતે જણાવ્યું હતું કે તેમણે ભાજપના વિપક્ષી નેતાઓને કેન્દ્ર સરકાર પર દબાણ કરવા વિનંતી કરી હતી અને તેને રાષ્ટ્રીય પ્રોજેક્ટ જાહેર કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ કેન્દ્રમાં આ પ્રશ્ન ઉઠાવતા નથી.

આ પણ વાંચોઃ

UPSC 2016ની ટોપર ટીના ડાબીએ બીજા લગ્નની કરી જાહેરાત, સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયુ #TinaDabi

આ પણ વાંચોઃ

BJP Parliamentary party meeting: BJP સંસદીય દળની બેઠક પૂરી, PM મોદીએ કહ્યું સાંસદો લોકોને કલ્યાણકારી યોજનાઓ વિશે જાણકારી પુરી પાડે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">