UPSC 2016ની ટોપર ટીના ડાબીએ બીજા લગ્નની કરી જાહેરાત, સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયુ #TinaDabi
ટીના ડાબી કરતા 14 વર્ષ મોટા છે પ્રદિપ ગાવંડે, ટીનાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હેશટેગ #fiance લખીને રાજસ્થાન કેડર IAS પ્રદીપ ગાવંડે સાથેનો એક ફોટો શેર કર્યો છે.
2016 બેચના UPSC ટોપર ટીના ડાબી (Tina Dabi) તેના બીજા લગ્ન માટે ચર્ચામાં છે. ટીનાએ ખુદ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના મંગેતર સાથેની તસવીર શેર કરીને આ અંગેની માહિતી આપી છે. તે રાજસ્થાન કેડરના IAS ડૉ. પ્રદીપ ગાવંડે (Dr. Pradeep Gawande) સાથે લગ્ન કરવા જઈ રહી છે. પ્રદીપ ગાવંડે 2013 બેચના છે. ટ્વિટર પર આ સમાચાર આવતાની સાથે જ #TinaDabi હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યું છે. લોકો પોતપોતાની શૈલીમાં IAS ટીના ડાબીને અભિનંદન આપી રહ્યા છે. આ સાથે એક યુઝરે લખ્યું છે – ‘તમે જીવનની દરેક ખુશીના હકકદાર છો.’ તમને જણાવી દઈએ કે ટીના ડાબીના પહેલા લગ્ન 2018માં અતહર ખાન સાથે થયા હતા. પરંતુ આ લગ્ન માત્ર બે વર્ષ જ ટકી શક્યા હતા.
IAS ટીના દાબીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર #fiance હેશટેગ મૂકીને પ્રદીપ ગાવંડે સાથેનો એક ફોટો શેર કર્યો છે. આ સાથે તેણે લખ્યું છે કે, ‘તમે આપેલ હાસ્ય મેં ધારણ કર્યુ છે.’ હવે જ્યારે ટીના ડાબીએ તેના નવા જીવન વિશે લોકોને ખુલ્લેઆમ કહ્યું છે, ત્યારે સોશિયલ મીડિયામાં અભિનંદન પાઠવવામાં આવી રહ્યું છે. હેશટેગ #TinaDabi અભિનંદન સંદેશાઓથી છલકાઈ ગયું છે.
તમને જણાવી દઈએ કે ટીના ડાબીના પહેલા લગ્ન 2018માં અતહર ખાન સાથે થયા હતા. પરંતુ આ લગ્ન માત્ર બે વર્ષ જ ચાલ્યા. અતહર ખાન 2016ની UPSC પરીક્ષામાં બીજા નંબરનો ટોપર હતો. ટીના અને અતહર ટ્રેનિંગ દરમિયાન જ પ્રેમમાં પડ્યા હતા. જે બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. આ લગ્ને ઘણી હેડલાઈન્સ બનાવી હતી. લગ્ન પછી અતહર ખાનનું પોસ્ટિંગ રાજસ્થાનમાં થયું હતું. પરંતુ છૂટાછેડા બાદ તે જમ્મુ-કાશ્મીર કેડર સાથે પોતાના રાજ્યમાં ગયો હતો.
કોણ છે પ્રદિપ ગાવંડે
ટીના ડાબીના ભાવિ પતિ પ્રદીપ ગાવંડે તેમના કરતા 13 વર્ષ મોટા છે અને આઈએએસ ઓફિસર છે. તેઓ ચુરુ જિલ્લાના કલેક્ટર પણ રહી ચૂક્યા છે. UPSC 2016ની ટોપર ટીના, રાજસ્થાન કેડરની ઓફિસર, 22 એપ્રિલે 2013 બેચના IAS પ્રદીપ ગાવંડે સાથે લગ્ન કરશે. યુપીએસસીની પરીક્ષા પાસ કરતા પહેલા તેમણે એમબીબીએસનો અભ્યાસ કર્યો હતો અને ડોક્ટર પણ હતા. બાદમાં તેણે UPSC પાસ કર્યું અને IAS ઓફિસર બન્યા. ટીનાની સાથે પ્રદીપ ગાવંડેના પણ આ બીજા લગ્ન છે.
View this post on Instagram
આ પણ વાંચોઃ
BJP Parliamentary party meeting: BJP સંસદીય દળની બેઠક પૂરી, PM મોદીએ કહ્યું સાંસદો લોકોને કલ્યાણકારી યોજનાઓ વિશે જાણકારી પુરી પાડે
આ પણ વાંચોઃ