જો કોઈ ગુનેગારને ફાંસીના માંચડે લટકાવી દેવાયો હોય અને કદાચ એ બચી જાય તો શું તેને ફરી લટકાવવામાં આવે છે?- વાંચો
સામાન્ય રીતે જેને ફાંસી આપવાની હોય તેના ગળામાં ગાળિયો નાખીને લટકાવતા જ તેનુ થોડી ક્ષણોમાં મોત થઈ જતુ હોય છે. પરંતુ જો ગુનેગારનું વજન સામાન્ય હોય કે ઓછુ હોય કે તો તેનો જીવ જલદી ખતમ નથી થતી. જો વજન બહુ ઓછુ હોય તો તેમા બે કલાક જેટલો સમય લાગે છે. પરંતુ જ્યારે બે કલાક વિત્યા બાદ પણ જો ગુનેગારનું ફાંસી આપ્યા બાદ મોત ન થાય તો શું ફરી તેને ફાંસી આપવામાં આવે છે કે પછી તેની ફાંસી મોકૂફ રખાય છે. શું છે નિયમ વાંચો

ભારતીય બંધારણમાં ફાંસીની સજાની જોગવાઈ છે. રેર ઓફ ધી રેરની કેટેગરીમાં આવતા ગુન્હાઓ માટે ફાંસીની સજા આપવામાં આવે છે. ભારતમાં છેલ્લે નિર્ભયા કેસના આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી હતી. એ બાદ કોઈને ફાંસી અપાઈ નથી. ત્યારે એ સવાલ થવો સ્વાભાવિક છે કે જો કોઈ ગુનેગારને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યો હોય અને લટકાવ્યાના બે કલાક બાદ પણ જો તે બચી જાય તો શું તેને ફરીથી ફાંસીએ લટકાવવામાં આવે છે. બંધારણમાં તેના વિશે શું જોગવાઈ છે? શું ભૂતકાળમાં કોઈ ગુનેગારના કેસમાં ભારતમાં આવુ બન્યુ છે? તે તમામ પાંસાઓ વિશે આજે વિગતવાર અહી ચર્ચા કરીશુ. સૌપ્રથમ તો જે વ્યક્તિને ફાંસી આપવાની છે તેનુ વજન સામાન્ય હોય તો બે કલાકમાં તેનું મૃત્યુ થઈ જાય છે. પરંતુ જો કોઈ ગુનેગારનુ વજન વધુ પડતુ ઓછુ હોય તો તેનુ મોત થવામાં બે...
