AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rewa road accident in MP : MPના રીવામાં ભયાનક માર્ગ અકસ્માત, બસ-ટ્રોલીની ટક્કરમાં 15 લોકોના મોત, દિવાળી ઉજવવા ઘરે જતા હતા

Rewa road accident in MP : મધ્યપ્રદેશના રીવામાં એક મોટો રોડ અકસ્માત થયો છે. સુહાગી વિસ્તારમાં બસ અને ટ્રોલી વચ્ચે અથડામણમાં 14 લોકોના મોત થયા છે. સ્થાનિક વહીવટીતંત્ર બસના માલિકને શોધી રહ્યું છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. અકસ્માતમાં ઘાયલ વ્યક્તિની હાલતમાં સુધારો થયા બાદ તેની પણ પૂછપરછ કરવામાં આવશે.

Rewa road accident in MP : MPના રીવામાં ભયાનક માર્ગ અકસ્માત, બસ-ટ્રોલીની ટક્કરમાં 15 લોકોના મોત, દિવાળી ઉજવવા ઘરે જતા હતા
Hyderabad to Gorakhpur bus accident
| Updated on: Oct 22, 2022 | 1:44 PM
Share

Rewa road accident in MP : મધ્યપ્રદેશના રીવામાં એક ભયાનક માર્ગ અકસ્માત (Road Accident) થયો છે. બસ અને ટ્રોલી વચ્ચેની અથડામણમાં 14 લોકોના મોત થયા હતા. તે જ સમયે, 40 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત શુક્રવારે રાત્રે 10.30થી 11.00 વાગ્યાની વચ્ચે થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, બસ હૈદરાબાદથી (Hyderabad) ગોરખપુર (Gorakhpur) જઈ રહી હતી. આ દરમિયાન સુહાગી વિસ્તાર પાસે બસ એક ટ્રોલી સાથે અથડાઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્યમાં લાગેલી છે. અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ લોકો ઉત્તર પ્રદેશના છે.

વડા પ્રધાન કાર્યાલય (PMO) એ ટ્વિટ કર્યું, “મધ્યપ્રદેશના રીવામાં નેશનલ હાઈવે પર થયેલો અકસ્માત હૃદયદ્રાવક છે. આમાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના. આ સાથે જ હું તમામ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ મદદ કરવામાં તૈયાર છે.

અકસ્માત બાદ ઘટનાસ્થળે અરેરાટી મચી ગઈ છે. ચારેબાજુ અરાજકતાનું વાતાવરણ ફેસાઈ ગયું છે. તે જ સમયે, સ્થાનિક વહીવટીતંત્ર ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, બસ ડબલ ડેકર હતી. કહેવામાં આવી રહ્યું છે કે, જ્યાં આ દુર્ઘટના થઈ તે પહાડી વિસ્તાર છે. મળતી માહિતી મુજબ, બસમાં મોટાભાગે મજૂરો હતા, જેઓ દિવાળી મનાવવા ઘરે જઈ રહ્યા હતા.

હું ઘાયલોની ઝડપથી સ્વસ્થતા માટે પ્રાર્થના કરું છું – સીએમ શિવરાજ

MPના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે લખ્યું કે, હૈદરાબાદથી ગોરખપુર જતી એક પેસેન્જર બસના રીવામાં દુર્ઘટનાના દુઃખદ સમાચાર મળ્યા. હું આ અત્યંત હૃદયદ્રાવક ઘટનામાં દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ઓમ શાંતિ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ઘાયલો ઝડપથી સાજા થાય.”

સીએમ યોગીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સીએમ યોગીએ ટ્વીટ કર્યું. મધ્યપ્રદેશના રીવામાં માર્ગ અકસ્માતમાં જાનહાનિ ખૂબ જ દુઃખદ છે. પ્રભુ શ્રી રામ દિવંગત આત્માઓને તેમના ચરણોમાં સ્થાન આપે અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે.

સ્થાનિક વહીવટીતંત્ર બસના માલિકને શોધી રહ્યું છે. આ સાથે મૃતકના ઘરનું એડ્રેસ પણ ટ્રેસ કરવામાં આવી રહ્યું છે, જેથી સંબંધીઓને માહિતી મોકલી શકાય. એક અધિકારીના જણાવ્યા અનુસાર મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. ઘટનામાં ઈજાગ્રસ્ત વ્યક્તિની હાલત સુધર્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવશે.

સોહાગી પર્વત વિસ્તારમાં થયો હતો અકસ્માત

બસ હૈદરાબાદના સિકંદરાબાદથી મુસાફરોને લઈને ઉત્તર પ્રદેશ જવા રવાના થઈ હતી. બસ રેવાના સોહાગી પહાડી વિસ્તારમાં પહોંચી કે તરત જ આ અકસ્માત થયો. મળતી માહિતી મુજબ બસમાં 100થી વધુ મુસાફરો સવાર હતા. સ્થાનિક વહીવટીતંત્ર બસના માલિકને શોધી રહ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">