વાવાઝોડાના નામ કેવી રીતે પાડવામાં આવે છે? આ વાવાઝોડાનું નામ કેમ ટૌકટે રખાયું?

આ વખતના વાવાઝોડાનું નામ ટૌકટે રખાયું. આ નામ મ્યાનમાર દ્વારા આપવામાં આવ્યું છે. ચાલો તમને જણાવી દઈએ તેનો અર્થ શું છે.

  • Updated On - 4:56 pm, Fri, 14 May 21 Edited By: Bipin Prajapati
વાવાઝોડાના નામ કેવી રીતે પાડવામાં આવે છે? આ વાવાઝોડાનું નામ કેમ ટૌકટે રખાયું?
File Image

દરેક વાવાઝોડાનું નામ હોય છે અને તમે ના સાંભળ્યા હોય તો જણાવી દઈએ કે ભૂતકાળમાં ઓખી, કટરીના, લીઝા, લૈરી,જેવા નામો પણ વાવાઝોડાના રાખવામાં આવ્યા હતા. આ વખતના વાવાઝોડાનું નામ ટૌકટે રખાયું.

તમારા મનમાં આવો પ્રશ્ન ઉભો થયો જ હશે કે આ વાવાઝોડાના નામ કેવી રીતે આપવામાં આવે છે. તમને ખબર ના હોય તો જણાવી દઈએ કે બધા દેશો સાથે મળીને આ નામકરણ કરે છે. જેમાં અલગ અલગ નામો પહેલાંથી જ આપી દેવાયા હોય છે. આ નામકરણ માટે સંગઠન પણ બનાવવામાં આવ્યું છે. જેમાં વિવિધ દેશોનો સમાવેશ પણ કરાયો છે.

2004ના વર્ષમાં જે પણ દેશો દરિયાકિનારાની સરહદ ધરાવે છે તે આઠ દેશોની વચ્ચે એક કરાર કરવામાં આવ્યો. આ દેશોમાં જોવા જઈએ તો ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, માલદીવ, શ્રીલંકા, ઓમાન અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે. વિવિધ દેશના નામ પહેલાં અક્ષર અનુસાર તેમનો ક્રમ નક્કી થાય છે. તે ક્રમના આધારે જે દેશ વાવાઝોડાનું નામ સૂચવે છે.

ભારતને કોરોના કટોકટીમાં ચક્રવાતનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે ભારતીય હવામાન વિભાગે તેના તાજેતરના સુધારામાં કહ્યું છે કે અરબી સમુદ્રમાં ચક્રવાતનું દબાણ બની રહ્યું છે જે 16 મેના રોજ ‘ચક્રવાત’ નું રૂપ લઈ શકે છે. આ 2021 નું પહેલું ચક્રવાત છે, જેને મ્યાનમાર દ્વારા ‘ટૌકટે’ નામ આપવામાં આવ્યું છે. જેનો અર્થ ‘ગેકો’ છે એટલે કે ગરમ વાતાવરણમાં મળતી ઘરેલું ગરોળી’ છે. જેના પરથી મ્યાનમારે આ નામ સૂચવ્યું છે.

2019 માં અરબ સાગર તરફથી વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું હતું તેનું નામ વાયુ રાખવામાં આવ્યું છે. આ નામ ભારત દ્વારા આપવામાં આવ્યું હતું.

 

આ પણ વાંચો: વર્ષના અંત સુધીમાં દરેકને રસી મળી જશે વેક્સિન, સરકારે સંપૂર્ણ રોડમેપ રજુ કર્યો, જાણો વિગત