અમેરિકાનો મોટો નિર્ણય: વેક્સિન લેનારાઓને મળી આ બાબતની છૂટ, જાણો સમગ્ર વિગત

અમેરિકાએ હવે વેક્સિનના દરેક ડોઝ લેનારાઓ માટે મોટો નિર્ણય લીધો છે. હવે તેઓએ માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવું ફરજીયાત નથી રહ્યું.

અમેરિકાનો મોટો નિર્ણય: વેક્સિન લેનારાઓને મળી આ બાબતની છૂટ, જાણો સમગ્ર વિગત
FILE PHOTO

એક તરફ, વિશ્વના મોટાભાગના દેશો કોરોના સંક્રમણ પીડિત છે, બીજી તરફ અમેરિકાના લોકો માટે રાહતના સમાચાર છે. યુ.એસ. માં વેક્સિનના સંપૂર્ણ ડોઝ લેવાવાળા લોકો માટે માસ્ક પહેરવા અથવા સામાજિક અંતરને અનુસરવાનું હવે જરૂરી નથી. અમેરિકાના રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર (સીડીસી) દ્વારા આ વાત કરવામાં આવી છે. હમણાં સુધી લોકો માટે માસ્ક પહેરવાનું ફરજિયાત હતું.

સામાજિક અંતરનું બંધન પણ સમાપ્ત

અમેરિકા કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાંનો એક છે. આવી સ્થિતિમાં આ નિર્ણય અહીંના લોકો માટે રાહતના છે. યુ.એસ. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકોએ કોરોના રસીના બંને ડોઝ લીધા છે તેઓ માસ્ક અને સામાજિક 6 ફૂટના અંતરના નિયમનું પાલન કર્યા વિના તેમની પ્રવૃત્તિઓ ફરીથી શરૂ કરી શકે છે. જો કે સંઘીય, રાજ્ય, સ્થાનિક, આદિજાતિ અથવા પ્રાદેશિક કાયદા, સ્થાનિક વ્યવસાય અને કાર્યસ્થળ માર્ગદર્શન મુજબ, જ્યાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે તે સ્થળોએ માસ્ક પહેરવાની જરૂર રહેશે.

જો બઈડેને કહ્યું નિયમ બહુ સરળ છે

યુએસ રાષ્ટ્રપતિ જો બઈડેને એમ પણ કહ્યું હતું કે જો તમને વેકસીનના સંપૂર્ણ ડોઝ આપવામાં આવે છે, તો તમારે હવે માસ્ક પહેરવાની જરૂર નથી. જો કે તેમણે એમ પણ કહ્યું, “એક વર્ષની સખત મહેનત અને ખૂબ બલિદાન પછી, હવે આ નિયમ સરળ છે, અથવા તો વેક્સિન લઇ લો અથવા તો હંમેશા માસ્ક પહેરો.”

બાળકો માટે પણ વેક્સિનની મંજૂરી

તમને જણાવી દઇએ કે યુએસમાં કોરોના સામેના યુદ્ધમાં રસીકરણનું કામ ખૂબ જોરથી કરવામાં આવ્યું છે. પુખ્ત વયે મોટા પ્રમાણમાં વેક્સિન આપવામાં આવી છે. તે જ સમયે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) એ પણ 12 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકોને ફાઇઝર-બાયોએનટેકની કોરોના વાયરસની રસી લાગુ કરવાની મંજૂરી આપી છે. તેનાથી દેશમાં રસીકરણને વેગ મળશે તેવી અપેક્ષા છે.

 

આ પણ વાંચો: જો તમે બે અલગ અલગ વેક્સિનના ડોઝ લઇ લો તો શું થશે? જાણો શું કહે છે રિસર્ચ

આ પણ વાંચો: વેક્સિન મુદ્દે રાજ્યો આમને સામને! અરવિંદ કેજરીવાલે કહ્યું “ભારતની છબી ખરાબ થઇ રહી છે.”