ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, IB કેડરના પુન:ગઠનને આપી મંજૂરી, જાણો શું થશે ફાયદો

આંતરિક સુરક્ષાને લઈ વડાપ્રધ્રાન નરેન્દ્ર મોદીની સરકારે પ્રાથમિકતાને દર્શાવતા કેન્દ્રીય બજેટમાં મંગળવારે ગૃહ મંત્રાલયને 1.85 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી.

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, IB કેડરના પુન:ગઠનને આપી મંજૂરી, જાણો શું થશે ફાયદો
Home Ministry (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2022 | 9:46 PM

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (Home Ministry) ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ના પુનઃગઠનને મંજૂરી આપી દીધી છે. આ સંસ્થામાં પ્રમોશન વધારવાના પ્રયાસરૂપે આ કરવામાં આવ્યું છે અને તેના માટેનો ખર્ચ તેની ફાળવેલ બજેટ ગ્રાન્ટમાંથી કરવામાં આવશે. પુન:ગઠન બાદ ઈન્ટેલિજન્સ બ્યુરોના અધિકારી કેડરની સંખ્યા 20,054 રહેશે. અધિકારીઓએ જણાવ્યું કે ઈન્ટેલિજન્સ બ્યુરોએ 2020માં પોતાના કામકાજને વધુ સારૂ કરવા માટે અધિકારી કેડરના પુન:ગઠનનો પ્રસ્તાવ કર્યો હતો. અધિકારીઓ મુજબ આ કેડરની અંદર પ્રમોશન માટે મદદ કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 31 જાન્યુઆરીએ જાહેર કરેલા એક આદેશમાં 2,000 પોસ્ટની રચના સાથે IBના અધિકારી કેડરના પુનર્ગઠનને મંજૂરી આપવામાં આવી હતી.

કેન્દ્રીય બજેટમાં ગૃહ મંત્રાલયને 1.85 લાખ કરોડ રૂપિયાની ફાળવણી

ત્યારે બીજી તરફ આંતરિક સુરક્ષાને લઈ વડાપ્રધ્રાન નરેન્દ્ર મોદીની સરકારે પ્રાથમિકતાને દર્શાવતા કેન્દ્રીય બજેટમાં મંગળવારે ગૃહ મંત્રાલયને 1.85 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી. જે મોટાભાગે CRPF અને BSF જેવા કેન્દ્રીય પોલીસ સંગઠનો અને આંતરરાષ્ટ્રીય સરહદો પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે ખર્ચવામાં આવશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના નેતૃત્વવાળા ગૃહ મંત્રાલય માટે 2022-23ના બજેટમાં 1,85,776.55 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જે ચાલુ નાણાકીય વર્ષની તુલનામાં લગભગ 20,000 કરોડ રૂપિયા અથવા 11.5 ટકા વધારે છે. બજેટમાં પોલીસ દળોના આધુનિકીકરણ, ગુપ્ત માહિતી એકત્ર કરવાના સાધનો, મહિલા સુરક્ષા, સાઈબર સુરક્ષા અને દાયકાની વસ્તી ગણતરીને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF), જે મુખ્યત્વે આંતરિક સુરક્ષા ફરજો અને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સામે લડવા માટે જવાબદાર છે, કેન્દ્રીય પોલીસ સંગઠનોમાં 2021-22માં આપવામાં આવેલા રૂ. 27,307.42 કરોડની સરખામણીએ આ વખતે રૂ. 29,324.92 ફાળવવામાં આવ્યા હતા.

ત્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશને લાગતી ભારતની બોર્ડરની રક્ષા કરનારા સુરક્ષા દળને ચાલુ નાણાકીય વર્ષમાં આપવામાં આવેલા 21,491.14 કરોડ રૂપિયાની તુલનામાં આ વખતે 22,718.45 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF), જે પરમાણુ પ્રોજેક્ટ્સ, એરપોર્ટ અને મેટ્રો નેટવર્ક્સ જેવા મહત્વપૂર્ણ સ્થાપનોને સુરક્ષિત કરવા માટે તૈનાત છે, તેને 2021-22માં ફાળવવામાં આવેલા રૂ. 11,372.54 કરોડની સરખામણીએ 2022-23ના બજેટમાં રૂપિયા 12,201.90 કરોડ મળ્યા છે.

આ પણ વાંચો: Maharashtra: સચિન વાજેને નોકરી પર ફરી લાવવા માટે સીએમ, ગૃહમંત્રી અને પર્યાવરણ મંત્રીનું હતું દબાણ, પરમબીર સિંહનો મોટો ખુલાસો

આ પણ વાંચો: UP Election 2022: ભાજપનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં, 4 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી 5 જિલ્લાઓની જનતા સાથે કરશે વર્ચ્યુઅલ સંવાદ

g clip-path="url(#clip0_868_265)">