ગૃહપ્રધાન અમિત શાહે વડાપ્રધાન મોદીને જન્મદિવસની આપી શુભેચ્છા, કહ્યું ‘મોદીજીએ ગરીબ કલ્યાણના સંકલ્પથી અશક્ય કાર્યોને શક્ય બનાવ્યા છે’

|

Sep 17, 2022 | 7:49 AM

PM Modi Birthday: ગૃહપ્રધાને ટ્વીટ કરીને લખ્યું કે 'દેશના સર્વપ્રિય નેતા અને આપણા બધાના પ્રેરણાસ્ત્રોત વડાપ્રધાન મોદીજીને જન્મદિવસની શુભકામનાઓ આપું છું અને ઈશ્વરને તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવનની કામના કરૂ છું.' મોદીજીએ આપણું ભારત પ્રથમ વિચારથી અને ગરીબો કલ્યાણના સંકલ્પથી અશક્ય કાર્યોને શક્ય બનાવ્યા છે.

ગૃહપ્રધાન અમિત શાહે વડાપ્રધાન મોદીને જન્મદિવસની આપી શુભેચ્છા, કહ્યું મોદીજીએ ગરીબ કલ્યાણના સંકલ્પથી અશક્ય કાર્યોને શક્ય બનાવ્યા છે
PM Modi and Amit Shah
Image Credit source: File Image

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે તેમના 72માં જન્મદિવસની ઉજવણી કરશે. આ ખાસ દિવસને લઈને ઘણા લોકોએ અલગ અલગ પ્રકારની તૈયારીઓ કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. ત્યારે દેશના ગૃહપ્રધાન અમિત શાહે (HM Amit Shah) પણ વડાપ્રધાન મોદીને ટ્વીટ કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ગૃહપ્રધાને ટ્વીટ કરીને લખ્યું કે ‘દેશના સર્વપ્રિય નેતા અને આપણા બધાના પ્રેરણાસ્ત્રોત વડાપ્રધાન મોદીજીને જન્મદિવસની શુભકામનાઓ આપું છું અને ઈશ્વરને તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવનની કામના કરૂ છું.’ મોદીજીએ આપણું ભારત પ્રથમ વિચારથી અને ગરીબો કલ્યાણના સંકલ્પથી અશક્ય કાર્યોને શક્ય બનાવ્યા છે.

ગૃહપ્રધાન અમિત શાહે વડાપ્રધાન મોદીને ટ્વીટ કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

 

 

આ ખાસ દિવસે વડાપ્રધાન મોદી વન્યજીવન અને પર્યાવરણથી લઈને મહિલા સશક્તિકરણ, કૌશલ્ય અને યુવા વિકાસ અને ભાવિ પેઢીઓ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ચાર કાર્યક્રમોને સંબોધિત કરશે. વડાપ્રધાન આજે મધ્યપ્રદેશની મુલાકાત લેશે, જ્યાં તેઓ શિયોનપુર જિલ્લાના કુનો નેશનલ પાર્કમાં નામીબીયાથી ભારતમાં લાવવામાં આવેલા ચિત્તાઓને છોડશે. આ પછી, તેઓ શ્યોપુર જિલ્લાના કરહલ ખાતે સ્વ-સહાય જૂથ સંમેલનમાં હાજરી આપશે અને સંબોધન કરશે. PM મોદી વિશ્વકર્મા જયંતિના અવસર પર ITI વિદ્યાર્થીઓના પ્રથમ દીક્ષાંત સમારોહને પણ સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં 40 લાખ વિદ્યાર્થીઓ ભાગ લેશે. સાંજે, વડાપ્રધાન રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ હેઠળ એક વ્યાપક કાર્ય યોજના બહાર પાડશે, જેમાં લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા અને રોજગાર વધારવા પર ભાર મૂકવામાં આવશે.

એક રેસ્ટોરન્ટમાં 56 ઈંચની થાળી પીરસવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર 56 ઈંચની પ્લેટ લ્યુટિયન્સ દિલ્હીની એક રેસ્ટોરન્ટમાં 10 દિવસ સુધી પીરસવામાં આવશે. આ યોજના હેઠળ બે નસીબદાર વિજેતાઓને કેદારનાથ મંદિરની મુલાકાત લેવાની તક પણ મળશે. કનોટ પ્લેસમાં સ્થિત Ardor 2.1 રેસ્ટોરન્ટના માલિક સુવિત ​​કાલરાએ જણાવ્યું હતું કે આ રેસ્ટોરન્ટ તેની પ્લેટ માટે પ્રખ્યાત છે. કાલરાએ કહ્યું, અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા પ્રશંસક છીએ. અમારી રેસ્ટોરન્ટ તેની પ્લેટ માટે જાણીતી છે. 56 ઈંચની પ્લેટમાં 56 વાનગીઓ હોય છે. આ તેમના જન્મદિવસની ઉજવણી કરવાની અને તેમણે આ દેશ અને તેના સામાન્ય નાગરિકો માટે જે કર્યું છે તેનું સન્માન કરવાની એક રીત છે.

Next Article