Gold Price Today : સોનામાં રોકાણ માટે હાલનો સમય ઉત્તમ! જાણો શું છે આજે એક તોલા સોનાનો ભાવ
ઓક્ટોબર ડિલિવરી માટે સોનું આજે 0.30 ટકા ઘટીને રૂ.45390 પ્રતિ 10 ગ્રામ પર છે. બીજી બાજુ આજના કારોબારમાં ચાંદી 0.22 ટકા ઘટી છે. આજે 1 કિલો ચાંદીની કિંમત 60,503 રૂપિયા છે.
સોના-ચાંદીના ભાવ(Gold Price Today)માં આજે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં જો તમે ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો આ એક સારી તક છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ઓક્ટોબરમાં ડિલિવરી માટે સોનાના ભાવમાં આજે 0.30 ટકાનો ઘટાડો થયો છે.
આજે સોના અને ચાંદીની કિંમત શું છે ? ઓક્ટોબર ડિલિવરી માટે સોનું આજે 0.30 ટકા ઘટીને રૂ.45390 પ્રતિ 10 ગ્રામ પર છે. બીજી બાજુ આજના કારોબારમાં ચાંદી 0.22 ટકા ઘટી છે. આજે 1 કિલો ચાંદીની કિંમત 60,503 રૂપિયા છે.
સોનુ સર્વોચ્ચ સ્તરથી 10200 રૂપિયા સસ્તું થયું વર્ષ 2020 ની વાત કરીએ તો ગયા વર્ષના સમાન સમયગાળામાં MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 56,200 રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી. આજે સોનું ઓગસ્ટ વાયદા એમસીએક્સ પર રૂ. 45390 પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે, એટલે કે તે હજુ પણ લગભગ 10200 રૂપિયા સસ્તું થઈ રહ્યું છે.
મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા આ દર સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.
આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો હવે જો તમારે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS Care app’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતની ચકાસણી જ નહિ પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો. આ એપમાં લાયસન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોવાનું જણાય તો ગ્રાહક તેના વિશે તરત જ ફરિયાદ કરી શકે છે.
એક નજર આજના સોનાના ભાવ ઉપર
MCX GOLD 45932.00 -137.00 (-0.30%) – 11:46 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 47500 RAJKOT 999 47520 (સોર્સ : આરવ બુલિયન)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI 47510 MUMBAI 46290 DELHI 49640 KOLKATA 48460 (સોર્સ : ગુડરિટર્ન્સ)
દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE 47130 HYDRABAD 47130 PUNE 47620 JAYPUR 47560 PATNA 47620 NAGPUR 46290 (સોર્સ : ગુડરિટર્ન્સ)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI 42587 AMERICA 41602 AUSTRALIA 41748 CHINA 41619 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)
આ પણ વાંચો : SEBI Board Meeting Today : આજે માર્કેટ રેગ્યુલેટર આ મુદ્દાઓ ઉપર ચર્ચાના અંતે મહત્વના નિર્ણય લઈ શકે છે, જાણો વિગતવાર
આ પણ વાંચો : ATM નો ઉપયોગ કરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો નહિતર ભેજાબાજો તમારી જીવનભરની કમાણી તફડાવી જશે