AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Accident સ્કૂટીને મારી ટક્કર, 13 કિમી સુધી ઢસડી, છતાં પોલીસે હળવી કલમ લગાવી !

આ ઘટના અંગે નિવૃત ડીસીપી એલ એન રાવે કહ્યુ કે, આરોપીએ પહેલા અકસ્માત કર્યો હતો. જો આને અકસ્માત જ ગણવામાં આવે તો, 13 કિલોમીટર સુધી યુવતીને કારની સાથે ઢસડી તેને શુ કહેવાય ? આવા મામલામાં પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ.

Delhi Accident સ્કૂટીને મારી ટક્કર, 13 કિમી સુધી ઢસડી, છતાં પોલીસે હળવી કલમ લગાવી !
Delhi Police (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2023 | 8:58 AM
Share

દિલ્લીના સુલ્તાનપુરીમાં નવા વર્ષના દિવસે થયેલા માર્ગ અકસ્માતમાં પોલીસ પર ઢાંકપિછોડો કરવાનો આરોપ લાગ્યો છે. માનવતાને શરમાવે તેવી આ ઘટનામાં પોલીસે માત્ર કાગળની કાર્યવાહી પૂરી કરી હોય તેમ લાગે છે. પોલીસે ભલે આ ગુનામાં આરોપીઓની ધરપકડ કરી હોય, પરંતુ પકડાયેલા આરોપીઓ સામે હળવી કલમો લગાવી છે. એક નિવૃત્ત પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ કેસમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. બીજી તરફ પોલીસ અત્યાર સુધી આ સમગ્ર ઘટનાને માત્ર અકસ્માત તરીકે જ માની રહી છે.

શુ કહે છે નિવૃત પોલીસ અધિકારીઓ

આ ઘટના અંગે નિવૃત ડીસીપી એલ એન રાવે કહ્યુ કે, આરોપીએ પહેલા અકસ્માત કર્યો હતો. જો આને અકસ્માત જ ગણવામાં આવે તો, 13 કિલોમીટર સુધી યુવતીને કારની સાથે ઢસડી તેને શુ કહેવાય ? આવા મામલામાં પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ. આ કેસમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. તેની સાથે બેદરકારીથી મૃત્યુ નિપજાવ્યાની કલમ પણ જોડવી જોઈએ. ખતરનાક ડ્રાઇવિંગ, બેદરકાર ડ્રાઇવિંગની પણ કલમ લગાવવી જોઈએ. તેમણે કહ્યું કે, આ કેસમાં આરોપીઓને સામે જે કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે તેમા તો પોલીસ સ્ટેશનમાંથી જ આરોપીઓને જામીન મળી જશે. બીજી તરફ નિવૃત્ત જોઈન્ટ કમિશનર એસ બી એસ ત્યાગીએ પોલીસની કાર્યવાહીને યોગ્ય ઠેરવી હતી. તેમણે કહ્યું કે જો તપાસ દરમિયાન એવું સામે આવે છે કે ડ્રાઈવરને પોતાની કારમાં છોકરી ફસાઈ હોવાની જાણ હતી છતા તેણે કાર ચલાવે રાખી, તો કલમો બદલી શકાય છે. પરંતુ આ ચર્ચાનો વિષય છે.

અંજલિના મોતના સમાચાર જાણી માતાની હાલત બગડી

પોલીસે રાત્રે લગભગ 11 વાગે મૃતક અંજલિની માતા રેખાને અકસ્માતની જાણ કરી હતી. અંજલિની માતા રેખાને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા, પરંતુ આ અંજલિને અકસ્માતમાં મોત થયાની જાણ થતા રેખાની તબિયત બગડી હતી. તેણે કહ્યું કે અંજલિ તેના માટે માત્ર પુત્રી જ નહીં પરંતુ બધું જ છે. તેમના ઘરમાં ચૂલો અંજલિને કારણે જ સળગતો હતો. પોલીસને આપેલી ફરિયાદમાં રેખાએ હત્યાના પરિપ્રેક્ષ્યમાં મામલાની તપાસ કરવાની માંગ કરી છે. તેણે કહ્યું કે તેની પુત્રીએ તેને થોડા સમય પછી આવવાનું કહ્યું હતું. પરંતુ મને શુ ખબર કે તે હવે કયારેય નહીં આવે. તેના આવવાને બદલે તેના મૃત્યુના સમાચાર આવશે.

પોલીસ સામે આક્ષેપ

સંબંધીઓએ જણાવ્યું કે અંજલિનો મૃતદેહ અર્ધ-નગ્ન હાલતમાં મળી આવ્યો હતો. મૃતદેહ જોતા એવું લાગે છે કે તેની હત્યા કરવામાં આવી છે. અંજલિના સંબંધીઓએ પોલીસ પર આરોપ લગાવ્યો છે કે પોલીસને કેમ ખબર નથી કે આ અકસ્માત નહી પરંતુ એક પ્રકારની હત્યા છે. અંજલિના મામા પ્રેમ સિંહે સરકાર પાસે અંજલિના પરિવાર માટે આર્થિક મદદ માંગી છે.

g clip-path="url(#clip0_868_265)">