History: વિજયાલક્ષ્મી પંડિત : નહેરુના બહેનને આ માટે પણ યાદ કરવામાં આવે છે

|

Aug 18, 2021 | 10:00 PM

પંડિત જવાહરલાલ નહેરુ વિષે સૌ કોઈ પરિચિત હશે. પણ તેમના નાના બહેન વિજયાલક્ષ્મી પંડિત વિષે આ જાણકારી રસપ્રદ છે.

History: વિજયાલક્ષ્મી પંડિત : નહેરુના બહેનને આ માટે પણ યાદ કરવામાં આવે છે
Lifestyle: Vijayalakshmi Pandit: Nehru's sister is also remembered for this

Follow us on

History: ભારતમાં બ્રિટિશ શાસનનો વિરોધ કરવા બદલ જેલમાં મોકલવાથી માંડીને યુએન જનરલ એસેમ્બલીના પ્રથમ પ્રમુખ બનવા સુધી, વિજયા લક્ષ્મી પંડિત વિશ્વભરની મહિલાઓ માટે પ્રેરણારૂપ છે. એક કુશળ રાજકારણી, સ્વાતંત્ર્ય સેનાની અને રાજદ્વારી, વિજયા લક્ષ્મી પંડિત બહુમુખી મહિલા હતા. 18 ઓગસ્ટ, 1900 ના રોજ પ્રયાગરાજ (તત્કાલીન અલ્હાબાદ) માં જન્મેલા વિજયા લક્ષ્મી પંડિત જવાહરલાલ નહેરુના નાના બહેન હતા. જ્યારે ભારત બ્રિટિશ શાસનથી આઝાદી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યું હતું, ત્યારે વિજયાલક્ષ્મી પંડિત દેશ માટે લડવા માટે આગળ વધેલી ઘણી મહિલાઓમાંના એક હતા.

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમની ભાગીદારી દ્વારા, વિજયાલક્ષ્મી પંડિત 20 મી સદીમાં જાહેર જીવનમાં વિશ્વની અગ્રણી મહિલાઓમાંના એક બન્યા હતા. તેઓ, દયાળુ સ્વભાવ અને બુદ્ધિનો સાચો અવતાર હતા.,વિજયાલક્ષ્મી પંડિતે 1 ડિસેમ્બર, 1990 ના રોજ અંતિમ શ્વાસ લીધા.આજે દેશ તેમને તેમની જન્મજયંતિએ યાદ કરે છે,

આવો જાણીએ વિજ્યા લક્ષ્મી પંડિત વિશે 7 અજાણી હકીકતો વિશે :

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

તેમના જન્મ સમયે,  વિજયાલક્ષ્મીપંડિતનું નામ સ્વરૂપ કુમારી નેહરુ હતું પરંતુ રણજીત સીતારામ પંડિત સાથે લગ્ન કર્યા પછી તેમણે પોતાનું નામ બદલી નાખ્યું

તેણીએ બ્રિટિશરો સામે બળવો કર્યા બાદ 1932 થી 1933, 1940 અને 1942 થી 1943 સુધી ત્રણ વખત બ્રિટીશ દ્વારા કેદ કરવામાં આવ્યા હતા.

1937 માં, પંડિત સંયુક્ત પ્રાંતની વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા. જોકે, બાદમાં 1939 માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશરો સામે વિરોધ કરવા તેમણે  રાજીનામું આપ્યું હતું

1941 થી 1943 સુધી, તેમણે અખિલ ભારતીય મહિલા પરિષદના પ્રમુખ તરીકે સેવા આપી

1953 માં, પંડિત યુએન જનરલ એસેમ્બલીના પ્રમુખ તરીકે ચૂંટાયેલા પ્રથમ મહિલા બન્યા.

તેમણે 1962 થી 1964 સુધી મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી

તેમણે 1978 માં સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પંચમાં ભારતના પ્રતિનિધિ તરીકે સેવા આપી હતી

એવું કહેવાય છે કે વિજયાલક્ષ્મી પંડિતના સંબંધો ઇન્દિરા ગાંધી સાથે કડવા બની ગયા હતા. તે ઈન્દિરાની જાહેરમાં ટીકા પણ કરતી હતી. તેમણે ભારતના પાંચમા રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદના અચાનક નિધન બાદ 1977 માં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી.જેમાં નીલમ સંજીવ રેડ્ડી જીત્યા અને ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ બન્યા. વિજયાલક્ષ્મી બાદમાં દહેરાદૂનમાં રહેવા લાગ્યા. તેમને ત્રણ પુત્રીઓ હતી. જેમાં નયનતારા સેહગલે એક સારા લેખિકા તરીકે છાપ ઉભી કરી હતી. તેમના દ્વારા લખાયેલા પુસ્તકોમાં ‘સો આઇ બીકમ એ મિનિસ્ટર’ (1939), ‘પ્રિઝન ડેઝ’ (1946), ‘ઇવોલ્યુશન ઓફ ઇન્ડિયા’ (1958) રહ્યા છે. પરંતુ તેમની લોકપ્રિય કૃતિ ‘ધ સ્કોપ ઓફ હેપીનેસ – એ પર્સનલ મેમોઇર’ (1979) માનવામાં આવે છે. 01 ડિસેમ્બર 1990 ના રોજ દેહરાદૂનમાં તેમનું અવસાન થયું.

આ પણ વાંચો :

Yoga Poses : સ્વસ્થ રહેવા આ 5 યોગાસન મહિલાઓએ દરરોજ કરવા જોઈએ

Soft Drink Side Effect : વધુ પ્રમાણમાં સોફ્ટ ડ્રિંકનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક, આપે છે અનેક બિમારીઓને આમંત્રણ

Next Article