Soft Drink Side Effect : વધુ પ્રમાણમાં સોફ્ટ ડ્રિંકનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક, આપે છે અનેક બિમારીઓને આમંત્રણ

TV9 GUJARATI

|

Updated on: Aug 16, 2021 | 4:49 PM

વધુ માત્રામાં સોફ્ટ ડ્રિંક (Soft Drink) પીવાથી ટાઈપ -2 ડાયબિટઝ, વજન વધવું અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે. વધુમાં ઇન્સુલિન અને મેટાબોલ્જિમને ડિસ્ટર્બ કરે છે.

Soft Drink Side Effect : વધુ પ્રમાણમાં સોફ્ટ ડ્રિંકનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક, આપે છે અનેક બિમારીઓને આમંત્રણ
વધુ પ્રમાણમાં સોફ્ટ ડ્રિંકનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક

Soft Drink Side Effect : કોઈ પણ પાર્ટી અથવા ફંકશનમાં લોકો સોફ્ટ ડ્રિંક્સ પીવાનું વધુ પસંદ કરે છે. ઘણા લોકો ઘરોમાં કોલ્ડ ડ્રિંક્સ અને સોડા રાખે છે. ખાસ કરીને યુવાનોમાં સોફ્ટ ડ્રિંક્સ (Soft Drink) પીવાનો ક્રેઝ વધુ હોય છે. સોફ્ટ ડ્રિંક્સ આરોગ્ય માટે નુકસાનકારક (Harmful) હોય છે. તેમાં કોઈ પણ પ્રકારના પોષક તત્વો હોતા નથી.

વધુ માત્રામાં સોફ્ટ ડ્રિંક (Soft Drink) પીવાથી ટાઈપ -2 ડાયબિટઝ, વજન વધવું અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે. વધુમાં ઇન્સુલિન અને મેટાબોલ્જિમને ડિસ્ટર્બ કરે છે. સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, ડ્રિંક્સ પીવાથી વજન વધવા લાગે છે. વધુમાં અન્ય બિમારીઓ પણ થઈ શકે છે. ચાલો જાણીએ સોફ્ટ ડ્રિંક પીવાથી સ્વાસ્થ્ય (Health) ને શું નુકસાન થાય છે.

વજન વધે છે

આપણે જાણીએ છીએ કે કોલ્ડ ડ્રિંક્સ (Soft Drink) પીવાથી વજન વધે છે. સોડા અને સોફ્ટ ડ્રિંક્સમાં શુગર હોય છે. જેના કારણે વજન જલ્દી વધે છે. કોકા કોલા કૈનમાં 8 મોટી ચમચી શુગર હોય છે. કોલ્ડ ડ્રિંક ભુખને શાંત કરે છે, પરંતુ થોડા સમય બાદ ખુબ જ ભુખ લાગે છે.

ડાયાબિટીઝ થઈ શકે છે

ઇન્સુલિન હાર્મોન બ્લ્ડથી ગુલ્કોઝને તમારી કોશિકાઓમાં લઈ જવાનું કામ કરે છે. સોફ્ટ ડ્રિંક (Soft Drink) નું વધારે પડતું સેવન કરવાથી ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝની માત્રામાં વધારો થાય છે. ગ્લુકોઝને સેલ્સમાં પહોંચવાડવા માટે વધુ માત્રામાં ઇન્સુલિન બનાવવું પડે છે. જેના માટે થોડા સમય પછી ઇન્સુલિન રેજિસ્ટેસ થઈ જાય છે જેના કારણે ટાઈપ 2 ડાયાબિટીઝ થવાનો ખતરો વધે છે.

કેલોરી વધે છે

કોલ્ડ ડ્રિક્સમાં કેલોરી હોય છે, કોઈ મિનરલ્સ અથવા પોષક તત્વો હોતા નથી. એક બોટલ સોફ્ટ ડ્રિંક 150 થી 200 ગ્રામ કેલોરી હોય છે.

દાંત ખરાબ થાય છે

સોફ્ટ ડ્રિંક (Soft Drink) તમારા દાંત માટે ખૂબ નુકસાનકારક (Harmful) છે. સોડા ઇન ફોસ્ફોરિક એસિડ અને કાર્બોનિક એસિડ હોય છે. જે લાંબા સમય સુધી દાંતમાં રહી દાંતને ખરાબ કરે છે.

આ પણ વાંચો : Favourite cricketer : શેન વોર્નને આ ભારતીય ખેલાડી પસંદ છે, વિરાટ કોહલી પર નિશાન સાધ્યું

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati