હિમંતા બિસ્વાએ કહ્યું-આસામ હોત તો પાંચ મિનિટમાં અકબરુદ્દીન ઓવૈસીની બોલતી બંધ કરી દેત

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ, અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી પર વળતો શાબ્દિક પ્રહાર કર્યો છે. હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, હૈદરાબાદની જેમ જો આસામમાં આવો મામલો બન્યો હોત તો પાંચ મિનિટમાં જ બધુ પૂરુ થઈ જાત. અત્રે ઉલ્લેખનીય છે કે અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીને, ચૂંટણી રેલી દરમિયાન હૈદરાબાદમાં પોલીસ ઈન્સ્પેક્ટરને ચૂંટણી જાહેરસભા પૂર્ણ કરવાના મુદ્દે ખુલ્લેઆમ ધમકી ઉચ્ચારી હતી.

હિમંતા બિસ્વાએ કહ્યું-આસામ હોત તો પાંચ મિનિટમાં અકબરુદ્દીન ઓવૈસીની બોલતી બંધ કરી દેત
Himanta Biswa and Akbaruddin
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2023 | 11:56 AM

હૈદરાબાદમાં પોલીસ ઈન્સ્પેક્ટરને ધમકી આપવાના મામલાને લઈને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી પર મોટો પ્રહાર કર્યો છે. સીએમ શર્માએ કહ્યું છે કે, જો આસામમાં પણ આવું જ થયું હોત તો મામલો પાંચ મિનિટમાં પૂરો થઈ ગયો હોત. અત્રે ઉલ્લેખનીય છે કે, અકબરુદ્દીન ઓવૈસીએ પરમ દિવસે, મંગળવારે એક ચૂંટણીને લગતી જાહેરસભાને સંબોધન દરમિયાન પોલીસ ઈન્સ્પેક્ટરને ખુલ્લેઆમ ધમકી આપી હતી.

બુધવારે આ મામલાને લઈને અકબરુદ્દીન ઓવૈસી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. જ્યારે આસામના મુખ્યમંત્રીને આ સમગ્ર મામલા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે જો આ મામલો આસામમાં બન્યો હોત તો માત્ર પાંચ મિનિટમાં તેની બોલતી બંધ થઈ ગઈ હોત. આ સાથે આસામના સીએમ સરમાએ ચૂંટણી પંચને અકબરુદ્દીન ઓવૈસીની ઉમેદવારી રદ કરવાની પણ માંગ કરી છે.

અકબરુદ્દીને DCP પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો

અગાઉ સાઉથ ઈસ્ટ ઝોનના ડીસીપી રોહિત રાજુએ કહ્યું હતું કે, અકબરુદ્દીન ઓવૈસી વિરુદ્ધ આઈપીસીની કલમ 353 અને અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કેસ નોંધાયા બાદ અકબરુદ્દીન ઓવૈસીએ ડીસીપી અને પોલીસ પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો હતો. અકબરુદ્દીન ઓવૈસીએ કહ્યું કે ડીસીપી અને પોલીસ ખોટું બોલી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સમય પહેલા સભા પૂરી કરવાનું કહ્યાંનો મારી પાસે પુરાવો- અકબરુદ્દીન ઓવૈસી

ઓવૈસીએ કહ્યું કે સૌથી પહેલા મારી પાસે સ્ટેજ પર આવતા પોલીસ ઈન્સ્પેક્ટરના વીડિયો ફૂટેજ છે. જો હું 10 વાગ્યા પછી ભાષણ આપતો હોત તો પોલીસ મારી સામે કેસ નોંધી શકે છે. પરંતુ જાહેર સભામાં વિક્ષેપ કરવો અને સમય પૂરો થઈ ગયો છે તેમ કહેવું ખોટું છે. પોલીસે આવું ના કરવું જોઈએ.

શુ છે સમગ્ર મામલો

સમગ્ર મામલો એ છે કે, AIMIMના ઉમેદવાર અકબરુદ્દીન ઓવૈસી મંગળવારે રાત્રે હૈદરાબાદમાં ચૂંટણી સભાને સંબોધી રહ્યાં હતા. આ દરમિયાન એક પોલીસ ઈન્સ્પેક્ટરે ચૂંટણી આચારસંહિતાને ધ્યાનમાં રાખીને, અકબરુદ્દીન ઓવૈસીને જાહેરસભામાં કરી રહેલા ભાષણને પૂર્ણ કરવાનો ઈશારો કર્યો હતો. જેના પર અકબરુદ્દીન ઓવૈસી ગુસ્સે થઈ ગયા અને ઈન્સ્પેક્ટરને ધમકી આપી હતી. તેણે કહ્યું કે હજુ પાંચ મિનિટ બાકી છે, તમે અહીંથી નીચે ઉતરો. મને બોલતા કોઈ રોકી શકે તેમ નથી. હુ એક ઈશારો કરીશ તો તમારા માટે મુશ્કેલી ઊભી થશે અને અહીંથી દોડવુ ભારે પડશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">