Himachal Pradesh Landslide: હિમાચલને ડિઝાસ્ટર ઝોન કરવામાં આવ્યો જાહેર, 17000 જગ્યાએ ભૂસ્ખલનનો ખતરો

|

Aug 19, 2023 | 11:00 AM

ભારે વરસાદ અને ભૂસ્ખલનથી હિમાચલના (Himachal Pradesh Landslide) ઘણા જિલ્લાઓ ખરાબ રીતે પ્રભાવિત છે. ભૂસ્ખલન વિસ્તારોમાં NDRFની ટીમ સતત તૈયાર છે. તે રાહત અને બચાવ કાર્યમાં વ્યસ્ત છે. વરસાદના કારણે રાજ્ય સરકારને 7700 કરોડથી વધુનું નુકસાન થયું છે.

Himachal Pradesh Landslide: હિમાચલને ડિઝાસ્ટર ઝોન કરવામાં આવ્યો જાહેર, 17000 જગ્યાએ ભૂસ્ખલનનો ખતરો
Himachal Pradesh
Image Credit source: file photo

Follow us on

હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh Landslide) ભારે વરસાદે તબાહી મચાવી છે. રાજ્યમાં વરસાદ-પૂર અને ભૂસ્ખલનના કારણે છેલ્લા ચાર દિવસમાં 74 લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારને વરસાદના કારણે 7700 કરોડથી વધુનું નુકસાન થયું છે. શિમલા પર સતત ભૂસ્ખલનનો ખતરો છે. રાજ્યના ઘણા જિલ્લાઓ ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ખરાબ રીતે પ્રભાવિત છે.

લેન્ડસ્લાઈડ વિસ્તારોમાં એનડીઆરફીની ટીમ સતત તૈયાર છે. તે રાહત અને બચાવ કાર્યમાં વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે જો જૂનથી લઈને અત્યાર સુધીની વાત કરીએ તો રાજ્યમાં કુદરતી આફતોના કારણે 330 થી વધુ લોકોના મોત થયા છે.

10 જિલ્લામાં વરસાદ માટે યલો એલર્ટ

તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ ઘણી વધી ગઈ છે. આ દરમિયાન હવામાન વિભાગે કહ્યું છે કે આજથી રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ માટે આઈએમડીએ હિમાચલના 10 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તમને જણાવી દઈએ કે હિમાચલમાં શુક્રવારે 65 મકાનો ધરાશાયી થયા અને 271ને નુકસાન થયું. 875 રસ્તાઓ બંધ છે. અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

હિમાચલમાં ‘જોશીમઠ’ જેવો ખતરો

હિમાચલ પ્રદેશમાં પણ જોશીમઠ જેવો ખતરો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 17 હજાર સ્થળોએ ભૂસ્ખલનનો ખતરો છે. તેમાંથી 1357 જગ્યાઓ માત્ર શિમલામાં જ છે. ભારે વરસાદમાં માટી સતત ફુલી રહી છે, જેના કારણે રસ્તાઓ અને મકાનો ડૂબવા લાગ્યા છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ઉત્તરાખંડના જોશીમઠમાં મકાનો, રસ્તાઓ અને હોટલોમાં તિરાડો પડી જવાને કારણે લોકોને બેઘર થઈ ગયા હતા. અત્યાર સુધી લોકો રાહત કેપમાં શરણાર્થીઓ તરીકે જીવી રહ્યા છે. જોશમીઠમાં ગેરકાયદે બાંધકામ પણ આ માટે જવાબદાર હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો: Nuh Violence: હિંસા બાદ નૂહમાં 443 મકાન પર ચાલ્યુ બુલડોઝર, સરકારે રિપોર્ટમાં કર્યો ખુલાસો

શિમલામાં ભૂસ્ખલનથી 21 લોકોના મોત

રાજ્યના ઘણા જિલ્લાઓ ભારે વરસાદ અને ભૂસ્ખલનથી પ્રભાવિત છે. પરંતુ શિમલા પર એક મોટો ખતરો જોવા મળી રહ્યો છે. શિમલામાં જ લેન્ડસ્લાઈડને કારણે 21 લોકોના મોત થયા હતા. સમર હિલમાંથી 14, ફાગલીમાંથી 5 અને કૃષ્ણા નગરમાંથી 2 મૃતદેહ મળી આવ્યા છે. શિવ મંદિરના કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો દટાયા હોવાની આશંકા છે.

હિમાચલને ડિઝાસ્ટર ઝોન કરવામાં આવ્યો જાહેર

જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના રિપોર્ટના આધારે હિમાચલને આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. હિમાચલમાં સુખવિંદર સિંહ સુખુની સરકારે રાજ્યને કુદરતી આફતથી પ્રભાવિત વિસ્તાર જાહેર કર્યો અને શુક્રવારે તેનું નોટિફિકેશન પણ બહાર પાડ્યું. આ સાથે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુએ કેન્દ્ર સરકારને આર્થિક મદદ માટે અપીલ કરી છે. તે દિલ્હી પહોંચી ગયા છે, જ્યાં તેઓ આજે દેશના ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણને મળી શકે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:41 am, Sat, 19 August 23

Next Article