Himachal Pradesh: ઓલિમ્પિકમાં વિજેતા ખેલાડીઓ માટે CM જયરામ ઠાકુરની મહત્વની જાહેરાત, જાણો શું કરી જાહેરાત

|

Aug 08, 2021 | 3:40 PM

હિમાચલ પ્રદેશના CM જય રામ ઠાકુરે ઓલિમ્પિકમાં મેડલ લાવનાર તમામ ખેલાડીઓને અભિનંદન આપ્યા હતા. આ સાથે વિજેતા ખેલાડીઓને હિમાચલ આવવાનું આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતુ કે, "આ ખેલાડીઓએ દેશનું નામ રોશન કર્યું છે, તેઓ જ્યારે પણ થાક ઉતારવા ઇચ્છે ત્યારે હિમાચલ આવી શકે છે."

Himachal Pradesh: ઓલિમ્પિકમાં વિજેતા ખેલાડીઓ માટે CM જયરામ ઠાકુરની મહત્વની જાહેરાત, જાણો શું કરી જાહેરાત
Jairam Thakur (File Photo)

Follow us on

Himachal Pradesh: CM જયરામ ઠાકુરે (CM Jairam Thakur) ઓલિમ્પિકમાં મેડલ મેળવનાર ખેલાડીઓને પ્રવાસન નિગમની કોઈપણ હોટલમાં 3 દિવસ રોકાવાની મફત સુવિધા આપવાની જાહેરાત કરી હતી.

હિમાચલ પ્રદેશ સરકારે ટોક્યો ઓલિમ્પિક 2020 માં મેડલ જીતનાર તમામ ખેલાડીઓને અભિનંદન આપ્યા છે. આ સાથે જ તમામ ખેલાડીઓને હિમાચલ (Himachal Pradesh)આવવાનું આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. ટોક્યો ઓલિમ્પિકમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને દેશનું નામ રોશન કરનારા મેડલ વિજેતા ખેલાડીઓ, દેવભૂમિ હિમાચલમાં પ્રવાસન નિગમની (Tourism Department)કોઈપણ હોટલમાં ત્રણ દિવસ નિ: શુલ્ક રહી શકે છે. ઉપરાંત ખેલાડીઓના રહેવા, અને મુસાફરીનો તમામ ખર્ચ રાજ્ય સરકાર (State Government) ઉઠાવશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ વિજેતાઓને અભિનંદન આપતા મુખ્યમંત્રી જય રામ ઠાકુરે (Jai Ram Thakur) જણાવ્યું હતુ કે, “તમામ ખેલાડીઓ હિમાચલમાં 3 દિવસ સુધી ફ્રી માં રહી શકે છે. ઉપરાંત તેમના રહેવાની વ્યવસ્થા રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા કરવામાં આવશે. આ ખેલાડીઓ રાજ્યમાં તેમના મનપસંદ સ્થળની મુલાકાત લેવા આવી શકે છે. ખેલાડીઓ કોઈપણ હોટલ અને તેમની પસંદગીના સ્થળે રહી શકશે.”

જય રામ ઠાકુરે કહ્યું કે, રાજ્ય સરકાર અને દેવભૂમિના લોકો ખેલાડીઓને અભિનંદન આપવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. ખેલાડીઓને અભિનંદન આપતાં તેમણે કહ્યું કે જો ખેલાડીઓ રાજ્યની મુલાકાતે આવે તો  સરકારને આનંદ થશે.

હોકી ખેલાડીને એક કરોડ રૂપિયા અને સરકારી નોકરી

આપને જણાવવું રહ્યું કે, CM જય રામ ઠાકુરે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ (Bronze Medal) લાવનાર હોકી ટીમના સભ્ય વરુણ કુમારને હિમાચલ સરકાર દ્વારા 1 કરોડ રૂપિયાનું રોકડ ઈનામ અને DSPની પોસ્ટમાં નોકરી આપવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, વરુણ કુમાર હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાનો(Chamba District)  રહેવાસી છે.

 

આ પણ વાંચો : Surat : ઓલિમ્પિકમાં હારીને પણ લોકોનુ દિલ જીતનાર મહિલા હોકી ટીમના દરેક ખેલાડીને, સવજી ઘોળકીયા 2.50 લાખ આપશે

આ પણ વાંચો : Neeraj Chopra : ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યા બાદ નીરજ પર પૈસા અને ઇનામોનો વરસાદ, કેશથી લઇ ફ્રી કાર સુધીના ઇનામ

Next Article