Himachal Pradesh: ખરાબ હવામાન વચ્ચે 11 ટ્રેકર્સ થયા લાપત્તા, ITBP એ હાથ ધરી શોધખોળ

|

Oct 21, 2021 | 10:23 AM

ટ્રેકિંગ ટીમ ખરાબ હવામાન બાદ લખવાગા પાસ નજીક અટવાઇ છે. જિલ્લાના ડેપ્યુટી કમિશનર આબિદ હુસેન સાદિકે જણાવ્યું હતું કે ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) અને પોલીસ ગુરુવારે બચાવ કામગીરી શરૂ કરશે.

Himachal Pradesh:  ખરાબ હવામાન વચ્ચે 11 ટ્રેકર્સ થયા લાપત્તા, ITBP એ હાથ ધરી શોધખોળ
Trekkers Missing in Chitkul (Symbolic image)

Follow us on

હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) કિન્નૌર (Kinnaur) જિલ્લામાં ચીન સરહદે ચિતકુલમાં ટ્રેકિંગ પર ગયેલા 8 પ્રવાસીઓ સહિત કુલ 11 લોકો ગુમ થયા છે. (11 people went on trekking in Chitkul missing) દરિયાની સપાટીથી આશરે 20 હજાર ફૂટની ઉચાઈ પર સ્થિત લમખાગા પાસ નજીકમાં આ ટીમ ગુમ થયાની માહિતી છે. આ ટ્રેકિંગ ટીમ લમખાગા પાસ માટે ટ્રેકિંગ માટે ગઈ હતી, પરંતુ 17, 18 અને 19 ના રોજ ખરાબ હવામાનને કારણે આ આખી ટીમ ગુમ થઈ ગઈ છે. ટ્રેકિંગ ટીમમાં આઠ સભ્યો, એક રસોઈયા અને બે માર્ગદર્શક છે. જિલ્લા વહીવટીતંત્રે આ ટ્રેકર્સને શોધવા માટે ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) ની મદદ માંગી છે.

વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, હિમાચલના છ કુલીઓ જે એક જ ટીમ સાથે ગયા હતા તેઓ પ્રવાસીઓનો સામાન છોડીને 18 ઓક્ટોબરે ચિતકુલમાં રાણીકંડા પહોંચ્યા હતા. એવુ માનવામાં આવી રહ્યુ છે કે, ટ્રેકર્સ અને રસોઈ સ્ટાફ 19 ઓક્ટોબર સુધીમાં ચિતકુલ પહોંચી જવાના હતા, પરંતુ બુધવાર સવાર સુધી પ્રવાસી ટીમ અને રસોઈ સ્ટાફનો કોઈ અતો પત્તો લાગ્યો નથી. ગુમ થયેલા 8 ટ્રેકર્સ દિલ્હી અને કોલકાતાના રહેવાસી છે. તે બધા 11 ઓક્ટોબરે હરસીલથી ચિતકુલ જવા રવાના થયા હતા. તેઓ 19 ઓક્ટોબરે ત્યાં પહોંચવાના હતા, પરંતુ તેઓ મંગળવારે ત્યાં ન પહોંચ્યા, ત્યારે ટ્રેકિંગ આયોજકોએ ઉત્તરકાશી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસને તેના વિશે જાણ કરી.

ગુમ થયેલા લોકો કોણ છે?
દિલ્હીની અનિતા રાવત (38) અને કોલકાતાની મિથુન દારી (31), તન્મય તિવારી (30), વિકાસ મકલ (33) સૌરવ ઘોષ (34) સવિયન દાસ (28), રિચાર્ડ મંડલ (30) અને સુકેન માંઝી (43) નો સમાવેશ થાય છે. રસોઈયાઓની ઓળખ દેવેન્દ્ર (37), જ્ઞાન ચંદ્ર (33) અને ઉપેન્દ્ર (32) તરીકે થઈ છે, જે ઉત્તરકાશીના પુરોલાના રહેવાસી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેઓ લખવાગા પાસ નજીક અટવાઇ ગયા છે. જિલ્લાના ડેપ્યુટી કમિશનર આબિદ હુસેન સાદિકે જણાવ્યું હતું કે આઇટીબીપી અને પોલીસ ગુરુવારે બચાવ કામગીરી શરૂ કરશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ITBP ટીમ શોધી રહી છે
પશ્ચિમ બંગાળ અને અન્ય સ્થળોના આઠ પ્રવાસીઓની ટીમ 11 ઓક્ટોબરે મોરી સાંકરીની ટ્રેકિંગ એજન્સી મારફતે હર્સિલથી નીકળી હતી. આ ટીમે 13 થી 21 ઓક્ટોબર સુધી લામખાગા પાસ સુધી ટ્રેકિંગ માટે વન વિભાગ ઉત્તરકાશી પાસેથી ઇનર લાઇન પરમીટ પણ લીધી હતી. 17 થી 19 ઓક્ટોબર સુધી ખરાબ હવામાનને કારણે આ ટીમ ભટકી ગઈ. ટ્રેકિંગ ટીમ સાથે સંપર્ક થઈ શક્યો નથી, ટ્રેકિંગ ટૂર એજન્સીએ ઉત્તરાખંડ સરકાર અને હિમાચલ પ્રદેશ સરકારને પ્રવાસીઓને સલામત રીતે બહાર કાઢવા માટે જાણ કરી છે.

આ પછી, વહીવટીતંત્રે તરત જ QRT ટીમ, પોલીસ અને વન વિભાગની ટીમને બચાવ માટે ચિતકુલ કાંદે તરફ મોકલી છે. ડેપ્યુટી કમિશનર કિન્નૌર આબિદ હુસૈન સાદિકે જણાવ્યું હતું કે ઉત્તરાખંડ અને ચિતકુલ ટેકરીઓ વચ્ચે ટ્રેકિંગમાં ગુમ થયેલા પ્રવાસીઓની જાણ કરવામાં આવી છે. લાપતા ટ્રેકર્સને શોધવા માટે સરહદ પર તહેનાત ITBP ના જવાનો પાસેથી પણ મદદ માંગવામાં આવી છે.

આ પણ વાંચોઃ

100 નહિ પણ 60 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઇંધણ મળશે! જાણો શું છે સરકારનો એક્શન પ્લાન

આ પણ વાંચોઃ

OMG ! પોતાના પતિના અસ્થિઓને રોજ ચાટે છે આ મહિલા, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

Published On - 9:32 am, Thu, 21 October 21

Next Article