Breaking News : દેશના તમામ એરપોર્ટ્સ પર હાઈ એલર્ટ, આતંકી હુમલાની ચેતવણી બાદ એડવાઇઝરી જાહેર
BCAS એ ભારતના તમામ એરપોર્ટ પર 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી હાઈ એલર્ટ જાહેર કર્યું છે. પાકિસ્તાની આતંકવાદી સંભવિત ગતિવિધિની ઈન્ટેલિજન્સ માહિતી મળ્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.

ભારતમાં આવેલા તમામ એરપોર્ટ્સ માટે સિવિલ એવિએશન સુરક્ષા બ્યુરો (BCAS) દ્વારા તત્કાળ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આવી ચેતવણી મળવા પાછળનું કારણ છે પાકિસ્તાનથી સંકળાયેલા આતંકી જૂથોની સંભવિત ગતિવિધિ અંગે મળેલી ઈન્ટેલિજન્સ માહિતી.
22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચેના દિવસો માટે ચેતવણી
BCAS દ્વારા 4 ઓગસ્ટે જાહેર કરાયેલી એડવાઈઝરીમાં જણાવાયું છે કે 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 વચ્ચે આતંકી કે અસામાજિક તત્વો દ્વારા ભારતમાં આવેલ એરપોર્ટ્સ, એરસ્ટ્રિપ, હેલિપેડ અને ફ્લાઈંગ સ્કૂલ્સમાં હુમલાની શક્યતા છે. પરિણામે તમામ વિમાનચાલન સુવિધાઓમાં સુરક્ષા વધુ કડક બનાવી દેવાની સૂચના આપવામાં આવી છે.
સુરક્ષા માટે કડક પગલાં
- તમામ એરપોર્ટ્સ પર 24×7 પેટ્રોલિંગ, ખાસ કરીને ટર્મિનલ, પાર્કિંગ, અને પેરિમીટર વિસ્તારોમાં સુરક્ષા વધારવાની સૂચના.
- સ્ટાફ, વિઝિટર્સ અને કોન્ટ્રાક્ટર્સ માટે ID ચેક કડક કરવામાં આવશે.
- સીસીટીવી સિસ્ટમ સંપૂર્ણ રીતે કાર્યરત અને નિત્ય નિરીક્ષણ હેઠળ હોવી જોઈએ.
- તમામ કાર્ગો અને મેઇલનું કડક સ્ક્રિનિંગ ફરજિયાત બનાવાયું છે, તેમાં પણ આંતરરાષ્ટ્રીય તેમજ દેશી ઉડાનો સમાવિષ્ટ છે.
સ્થાનિક પોલીસ અને એજન્સીઓ સાથે સંકલન
BCAS એ તમામ સ્ટેકહોલ્ડર્સને જેમાં એરલાઈન્સ, એરપોર્ટ ઓથોરિટીઝ અને રાજ્ય પોલીસનો સમાવેશ થાય છે. સ્થાનિક પોલીસ, CISF, IB અને અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે સતત સંકલનમાં રહેવાની સૂચના આપી છે. દરેક ઈન્ટેલિજન્સ ઇનપુટ કે એલર્ટની તાત્કાલિક માહિતી દરેક સંબંધિત એજન્સીને પહોંચાડી દેવાની ફરજ ઊભી કરવામાં આવી છે.
