
આજે વૈશ્વિક ચર્ચાઓ માત્ર તેલના ટેન્કરો અને ગેસ પાઈપલાઈન સુધી સીમિત છે. પરંતુ કતાર અને પશ્ચિમ એશિયામાં સર્જાયેલી અસ્થિરતાએ હિલિયમની સપ્લાય ચેઈનને એવો ફટકો માર્યો છે કે તેની સીધી અસર હોસ્પિટલોના MRI (મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ) રૂમ સુધી પહોંચી છે.
ભારત તેની MRI મશીનોના સુપરકન્ડક્ટિંગ મેગ્નેટને ઠંડા રાખવા માટે સંપૂર્ણપણે આયાતી હિલિયમ (મુખ્યત્વે કતાર) પર નિર્ભર છે:
તાજેતરમાં જ પીએમ મોદી દ્વારા ગુજરાતના સાણંદમાં ટાટા અને માઈક્રોન જેવા અત્યાધુનિક સેમીકન્ડક્ટર પ્લાન્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. પરંતુ અહીં એક ગંભીર સવાલ છે: શું હિલિયમની અછત આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ પર બ્રેક લગાવશે?
ચિપ નિર્માણ દરમિયાન વેફર કૂલિંગ અને લીક ડિટેક્શન માટે હિલિયમ અનિવાર્ય છે. જો કતારથી સપ્લાય ખોરવાશે, તો સાણંદના આ પ્લાન્ટ્સમાં ઉત્પાદન શરૂ થાય તે પહેલા જ ખર્ચ વધવાનું અને વિલંબ થવાનું જોખમ ઉભું થશે.
આ ભયાનક સ્થિતિને જોતા હવે ટેકનોલોજીકલ ફેરફાર પર ભાર મૂકવામાં આવી રહ્યો છે:
સત્ય એ છે કે આપણે ગેસના બાટલા અને પેટ્રોલની લાઈનોમાં ગૂંચવાયેલા છીએ, જ્યારે અસલી ‘સાયલન્ટ કિલર’ હિલિયમની અછત છે. જો સરકારે સમયસર હિલિયમનો વ્યૂહાત્મક ભંડાર (Strategic Reserves) ન બનાવ્યો, તો ભવિષ્યમાં કોઈપણ મેડિકલ ઈમરજન્સીમાં ભારતની સ્વાસ્થ્ય વ્યવસ્થા જોતજોતામાં ધરાશાયી થઈ શકે છે.
Published On - 5:21 pm, Tue, 24 March 26