18 વર્ષથી PAKISTANની જેલમાં બંધ હસીના બેગમ ભારત પરત ફરી, કહ્યુ મને સ્વર્ગ જેવો થઈ રહ્યો છે અનુભવ

65 વર્ષીય હસીના બેગમ (HASINA BEGUM) 18 વર્ષ પહેલા પોતાના પતિના સબંધીઓની મુલાકાત લેવા પાકિસ્તાન ( PAKISTAN) ગઈ હતી.

18 વર્ષથી PAKISTANની જેલમાં બંધ હસીના બેગમ ભારત પરત ફરી, કહ્યુ મને સ્વર્ગ જેવો થઈ રહ્યો છે અનુભવ
18 વર્ષ પાકિસ્તાનની જેલમાં બંધ રહેલ હસીના બેગમ સ્વદેશ પરત ફર્યા

65 વર્ષીય હસીના બેગમ (HASINA BEGUM) 18 વર્ષ પહેલા પોતાના પતિના સબંધીઓની મુલાકાત લેવા પાકિસ્તાન ( PAKISTAN) ગઈ હતી. પરંતુ પાસપોર્ટ (PASSPORT) ખોવાઈ જવાથી તે પરત ફરી શકી ના હતી.આ બાદ તેને પાકિસ્તાનમાં જેલમાં ધકેલી દેવામા આવી હતી. ઔરંગાબાદ(AURANGABAD)  પોલીસે આ કેસ અંગે રિપોર્ટ નોંધાવ્યા બાદ તે મંગળવારે ભારત પરત આવી હતી.

વતન પરત ફર્યા બાદ તેના સંબંધીઓ અને ઔરંગાબાદપોલીસ અધિકારીએ તેનું સ્વાગત કર્યું હતું. આ સાથે જ હસીના બેગમે કહ્યું હતું કે, હું ઘણી મુશ્કેલીમાંથી ગુજરી ગરી ને દેશ પરત ફર્યા બાદ મને શાંતિનો અહેસાસ થયો હતો. મને લાગી રહ્યું છે કે, હું સ્વર્ગમાં છું. મને પાકિસ્તાનીઓને મને જબરદસ્તી જેલમાં મોકલી દીધું હતું. સાથે જ કહ્યું હતું કેમ હું આ મામલે ફરિયાદ દાખલ કરનાર ઔરંગાબાદ પોલીસને ધન્યવાદ કહેવા માંગુ છું.
હસીના બેગમના એક સંબંધી ખ્વાજા ઝૈનુદ્દીન ચિશ્તીએ ઔરંગાબાદ પોલીસને ભારત પાછા લાવવામાં મદદ કરવા બદલ આભાર માન્યો હતો.

જણાવી દઈએ કે હસીના બેગમ 18 વર્ષ પહેલા પોતાના પતિના સંબંધી ઓને મળવા પાકિસ્તાન ગઈ હતી. ત્યાં પહોંચ્યા બાદ લાહોરમાં તેનો પાસપોર્ટ ખોવાઈ ગયો. તે છેલ્લા 18 વર્ષથી પાકિસ્તાનમાં જેલમાં બંધ હતી.

પોલીસ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ઔરંગાબાદના સિટી ચોક પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ રાશિદપુરા વિસ્તારની બેગમના લગ્ન દિલશાદ અહેમદ સાથે થયા છે. જે ઉત્તર પ્રદેશના સહારનપુરના રહેવાસી છે. તેણે પાકિસ્તાન કોર્ટમાં વિનંતી કરી કે તે નિર્દોષ છે, ત્યારબાદ કોર્ટે આ કેસમાં માહિતી માંગી હતી.

ઔરંગાબાદ પોલીસે પાકિસ્તાનને એવી માહિતી મોકલી હતી કે, ઔરંગાબાદના સિટી ચોક પોલીસ સ્ટેશન હેઠળ બેગમના નામે એક મકાન નોંધાયું છે. પાકિસ્તાને ગયા અઠવાડિયે બેગમને છૂટી કરી હતી અને ભારતીય અધિકારીઓને સોંપી દીધી હતી.

Click on your DTH Provider to Add TV9 Gujarati