Haridwar: પતંજલિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપી હાજરી, કહ્યું ‘દેશની પરંપરા વિશ્વ સુધી પહોંચી’

|

Nov 28, 2021 | 4:33 PM

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હરિદ્વારમાં પતંજલિ યોગપીઠ પહોંચ્યા હતા. ત્યાં તેઓ યોગ ગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને મળ્યા હતા. પછી રાષ્ટ્રપતિએ પતંજલિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી.

Haridwar: પતંજલિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપી હાજરી, કહ્યું દેશની પરંપરા વિશ્વ સુધી પહોંચી
President Ram Nath Kovind

Follow us on

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind) હરિદ્વારમાં (Haridwar) પતંજલિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ (The Convocation Ceremony of Patanjali University)માં હાજરી આપી. આ દરમિયાન તેમણે ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હરિદ્વારમાં પતંજલિ યોગપીઠ પહોંચ્યા હતા. ત્યાં તેઓ યોગ ગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને મળ્યા હતા. પછી રાષ્ટ્રપતિએ પતંજલિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. પછી રાષ્ટ્રપતિએ પતંજલિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી.

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હરિદ્વારના 2 દિવસના પ્રવાસે છે. 29 નવેમ્બરે તેઓ દેવ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કાર્યક્રમમાં હાજરી આપશે. આ સાથે તે શાંતિકુંજમાં આયોજિત કાર્યક્રમમાં પણ ભાગ લેશે. પ્રશાસને રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને હરિદ્વારમાં ઘણી તૈયારીઓ કરી છે.

 

હવે સામાન્ય વર્ગ પણ યોગ તરફ વળ્યો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે દસ-પંદર વર્ષ પહેલા ભારતમાં યોગને તપસ્યા માનવામાં આવતી હતી. આવા લોકો સમજતા હતા કે માત્ર સન્યાસી જ યોગ કરી શકે છે. પરંતુ સ્વામી રામદેવે યોગની વ્યાખ્યા બદલી છે. આજે કોઈ પણ વ્યક્તિ, ભલે તે રેલ્વે સ્ટેશન પર બેઠો હોય અને ક્યાંક વેઈટિંગ રૂમમાં હોય, તે અનુલોમ-વિલોમ વગેરે કરતો જોવા મળશે. પતંજલિ જૂથની શૈક્ષણિક સંસ્થામાં ભાવિ પેઢીને રાષ્ટ્ર નિર્માણ માટે તૈયાર કરવામાં આવી રહી છે. જેના કારણે ભારતનો વિકાસ થઈ રહ્યો છે.

 

દેશની પરંપરા વિશ્વ સુધી પહોંચી

રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં જણાવ્યુ કે પતંજલિ શિક્ષણ સંસ્થાન દ્વારા દેશની જ્ઞાન પરંપરાને સમગ્ર વિશ્વ સુધી પહોંચાડી શકાય છે. આવી સ્થિતિમાં વિદેશી વિદ્યાર્થીઓ ભારતીય મૂલ્યો અને વિચારોનો પ્રચાર કરી શકશે. પતંજલિ યુનિવર્સિટી આમાં મહત્વની ભૂમિકા ભજવશે.

 

બાબા રામદેવના પ્રયાસોની પ્રશંસા કરી

રાષ્ટ્રપતિએ કહ્યું કે પતંજલિ યુનિવર્સિટીમાં શિક્ષણની તક મળવી એ સૌભાગ્યની વાત છે. આજે યોગથી અસંખ્ય લોકોને ફાયદો થયો છે. ભારત સરકારના પ્રયાસોથી યુનાઈટેડ નેશન્સે યોગ દિવસ જાહેર કર્યો છે. 2016માં યુનેસ્કોએ યોગને વિશ્વની અમૂલ્ય ધરોહરની યાદીમાં સામેલ કર્યો હતો. તેમણે કહ્યું કે યોગ સંપ્રદાય સાથે સંબંધિત નથી, પરંતુ તે શરીર અને મનને સ્વસ્થ રાખવાની એક પદ્ધતિ છે. તેથી જ દરેક વિચારધારાના લોકોએ યોગને અપનાવ્યો.

 

આ પણ વાંચોઃ Review Done :: IND vs NZ Test: અજિંક્ય રહાણે બન્યો ટીમ ઈન્ડિયાની મુશ્કેલી, ખરાબ બેટિંગે બનાવ્યો કંગાળ રેકોર્ડ, હવે વિદાય !

 

આ પણ વાંચોઃ Chris Gayle: વેસ્ટ ઇન્ડિઝનો ધૂરંધર બેટ્સમેન આગામી વર્ષની શરુઆતે લેશે સંન્યાસ! ક્રિકેટ બોર્ડે ક્રિસ ગેઇલની વિદાયની શરુ કરી તૈયારી

 

Published On - 4:23 pm, Sun, 28 November 21

Next Article