AAP સાંસદ હરભજન સિંહની મોટી જાહેરાત, ખેડૂતોની દિકરીઓ માટે ફાળવશે રાજ્યસભાનો પગાર

હરભજન સિંહે ટ્વિટ કરી જણાવ્યુ કે, "રાજ્યસભાના સભ્ય તરીકે, હું ખેડૂતોની દીકરીઓના શિક્ષણ અને કલ્યાણ માટે મારા રાજ્યસભાના પગારનું યોગદાન આપવા માંગુ છું,

AAP સાંસદ હરભજન સિંહની મોટી જાહેરાત, ખેડૂતોની દિકરીઓ માટે ફાળવશે રાજ્યસભાનો પગાર
Rajya Sabha MP Harbhajan Singh (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 2:06 PM

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહ (Harbhajan Singh) તાજેતરમાં આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી રાજ્યસભાના ( Rajya Sabha) સભ્ય તરીકે ચૂંટાયા છે. શનિવારે તેમણે જાહેરાત કરી હતી કે તેઓ રાજ્યસભાનો તેમનો પગાર ખેડૂતોની દીકરીઓના શિક્ષણ અને કલ્યાણ માટે આપશે. હરભજન સિંહે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ નિર્ણયની જાહેરાત કરી છે. “રાજ્યસભાના સભ્ય તરીકે, હું ખેડૂતોની દીકરીઓના શિક્ષણ અને કલ્યાણ માટે મારા રાજ્યસભાના પગારનું યોગદાન આપવા માંગુ છું,” તેમણે કહ્યું. તેણે વધુમાં ઉમેર્યું, “હું મારા રાષ્ટ્રની સુધારણામાં યોગદાન આપવા જોડાયો છું અને મારાથી જે થઈ શકે તે કરીશ. જય હિંદ.”

હરભજન સિંહ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્પિનર ​​અને જલંધરના વતની હરભજન સિંહ રાજ્યસભા માટે AAPના ઉમેદવારોમાંના એક હતા. તેઓ પંજાબમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતા સમયે અનુભવી ક્રિકેટરે કહ્યું કે, હું રમતના મેદાનના વિકાસ માટે કામ કરીશ. પંજાબના યુવાનો રમતગમત તરફ વધુ ઝોક ધરાવે છે. હું યુવાનોને મારી સાથે રાખવા અને પંજાબને આગળ લઈ જવાનો પ્રયાસ કરીશ.

નોંધપાત્ર રીતે, હરભજન સિવાય, આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના સભ્ય માટે અન્ય ચાર ઉમેદવારોને નોમિનેટ કર્યા હતા. તમામ પાંચેય ઉમેદવારો બિનહરીફ જીત્યા હતા. કારણ કે આમ આદમી પાર્ટીએ પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં 117માંથી 92 બેઠકોની પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી હતી.

પંજાબ ચૂંટણી

AAPએ પંજાબમાં 92 બેઠકો જીતીને દિલ્લી બહાર તેમની પ્રથમ જીત નોંધાવી હતી, જ્યારે કોંગ્રેસ માત્ર 18 બેઠકો પર જ જીત મેળવી શકી હતી. નવજોત સિંહ સિદ્ધુ અને ચરણજીત ચન્ની, જેવા તેના ટોચના નેતાઓ AAP ઉમેદવારો સામે હારી ગયા, જ્યારે માત્ર ચાર કેબિનેટ મંત્રીઓ – અમરિંદર સિંહ રાજા વારિંગ, તૃપ્ત બાજવા, સુખજિન્દર રંધાવા અને રાણા ગુરજીત સિંહ – તેમની બેઠકો જાળવી શક્યા હતા. પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો કેપ્ટન અમરિન્દર સિંહ, સુખબીર સિંહ બાદલ, પ્રકાશ બાદલ અને બિક્રમ મજીઠિયા AAPના ઉમેદવારો દ્વારા હાર્યા હતા.

આ પણ વાંચોઃ

દગાખોર ચીનની ચાલબાજી LAC પાસે ત્રણ મોબાઈલ ટાવર લગાવ્યા, સ્થાનિક કાઉન્સિલરે શેર કર્યા ફોટા

આ પણ વાંચોઃ

Jahangirpuri Violence: જહાંગીરપુરીની મસ્જિદ પાસે જુલૂસ પહોંચતા જ થયો પથ્થરમારો, FIRમાં થયો ખુલાસો

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">