VADODARA : અમેરિકી કોન્સ્યુઅલ જનરલ ડેવિડ જે રેન્ઝે ઝાયલમ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી
મુંબઇ સ્થિત અમેરિકન કૌંસિલેટના કોન્સ્યુઅલ જનરલ ડેવિડ જે રેન્ઝે (David Ranz) ગત રવિવારથી ગુજરાતની મુલાકાતે છે.
VADODARA : અમેરિકી કોન્સ્યુઅલ જનરલ ડેવિડ જે રેન્ઝે (David Ranz)વડોદરાના પ્રવાસના ત્રીજા દિવસે સાવલી GIDC સ્થિત ઝાયલમ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (Xylem Water Treatment Plant)ની મુલાકાત લાઇ કંપનીના મેનેજીંગ ડિરેકટર સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને કંપનીની આંતરાષ્ટ્રીય કક્ષાએ અને ભારતના વિવિધ રાજ્યોમાં કામગીરીથી માહિતગાર થયા હતા.
મુંબઇ સ્થિત અમેરિકન કૌંસિલેટના કોન્સ્યુઅલ જનરલ ડેવિડ જે રેન્ઝે (David Ranz) ગત રવિવારથી ગુજરાતની મુલાકાતે છે. બે દિવસ સુરતના રોકાણ બાદ તેઓએ કેવડિયાની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ ગત મંગળવારથી વડોદરાની મુલાકાતે હતા. વિવિધ મુલાકાતો અને બેઠકો બાદ વડોદરામાં પ્રવાસના અંતિમ દિવસે વડોદરાના સાવલી જીઆઇડીસી સ્થિત વોટર સોલ્યુશન સાધનોના ઉત્પાદન વેપાર સાથે સંકળાયેલ અમેરિકન કંપની ઝાયલમની મુલાકાત લીધી હતી.
કંપનીના અધિકારીઓએ પરંપરાગત રીતે સ્વાગત કરી, દીપ પ્રાગટ્ય સાથે ડેવિડ જે રેન્ઝ અને તેઓના સ્ટાફ સાથે ઝાયલમ ખાતે પોતાના કાર્યક્રમની વિધિવત શરૂઆત કરી હતી. ડેવિડ રેન્ઝ પોતાના સ્ટાફ સાથે ઝાયલમની ઓફિસ ખાતે પહોંચ્યા હતા, જ્યાં કંપનીના મેનેજીંગ ડાયરેકરે સહિતના અધિકારીઓ દ્વારા કંપનીમાં થતા વોટર પમ્પિંગ ઉત્પાદનો,દેશ વિદેશમાં વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ માટે સંસાધનોનું તેઓ દ્વારા થતું ઉત્પાદન, ગુજરાત સહિત દેશ વિદેશમાં તેઓ દ્વારા આ ક્ષેત્રે કરવામાં આવતી કામગીરી અને વેપાર અંગે વિગતવાર વિડીયો પ્રેઝન્ટેશન સાથે માહિતી આપી હતી. મેનેજીંગ ડાયરેકટર નીતિન ભાટે દ્વારા અત્યાર સુધી અમેરિકન સરકાર દ્વારા મળી રહેલ સહયોગ બદલ અને કંપનીની ભાવિ યોજનાઓ માટે સહયોગની ખાતરી બદલ આભાર માન્યો હતો
ડેવિડ રેન્ઝે ઝાયલમના અધિકારીઓ સાથે બેઠક ઉપરાંત કંપનીના વિશાળ અલગ અલગ પ્લાન્ટની મુલાકાત લઈ, કંપની દ્વારા ઉત્પાદિત સંસાધનો અને તેના ઉપયોગથી માહિતગાર થયા હતા. સાથે જ કંપનીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પણ રૂબરૂ થયા હતા.સિએસ આર હેઠળ ઝાયલમ કંપની દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં કરવામાં આવતી શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓની ડેવિડ રેન્ઝ દ્વારા સરાહના કરવામાં આવી હતી.
ડેવિડ જે રેન્ઝે Tv9 ને જણાવ્યું હતું કે, તેમણે આજે ઝાયલમની મુલાકાત લીધી છે,અમેરિકન કંપની સમગ્ર વિશ્વમાં પમ્પિંગ,વોટર સ્ટેશન અને વોટર સોલ્યુશન માટે તથા ગ્રામીણ વિસ્તારોમાં સીએસઆર પ્રોજેકટ હેઠળ અમેરિકન કંપની જે પ્રકારની પ્રવૃત્તિઓ કરી રહી છે તેનાથી ગૌરવ અનુભવે છે. ડેવિડ જે રેન્ઝે ઝાયલમ કંપનીના કેમ્પસમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ રક્ષાનો સંદેશો આપ્યો હતો.
ઝાયલમના મેનેજીંગ ડાયરેકટર નીતિન ભાટે એ Tv9ને જણાવ્યું કે વોટર ટ્રીટમેન્ટ, રિસાયકલથી લઈને વોટર ટ્રાન્સપોર્ટનું કામ અમારી કંપની કરે છે.અમારું સૌભાગ્ય છે કે ઝાયલમ કંપની શરૂ થઈ ત્યારથી ભારતમાં અમારો પ્લાન્ટ કાર્યરત છે. યુ એસ કોન્સ્યુઅલ ડેવિડ જે રેન્ઝ અને તેઓની ટીમે અહીં આવીને અમારી સાથે જે વાતચીત કરી તેને કારણે અમને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે, અમે ખૂબ ખુશ છીએ. અમેરિકા સરકાર અને યુએસ કોમર્શિયલ સર્વિસ દ્વારા અમને હંમેશા સહયોગ આપવામાં આવ્યો છે. ભારતમાં અમારો વ્યાપાર વધે અમારું નેટવર્ક વ્યાપક બને તે માટે અમે અમેરિકા સરકાર અને અમેરિકન કાઉન્સેલ જનરલના આભારી છીએ. અમે આશા રાખીએ કે આ ભાગીદારી થકી અમે અમારી વધુ ઊંચાઈ પર પહોંચી શકીશું.