હનુમાનજી મંદિર માટે મુસ્લીમ પરિવાર આવ્યો આગળ, આપી દીધી એક કરોડની જમીન ભેટ

|

Dec 09, 2020 | 1:25 PM

બેંગલુરુના બહારના વિસ્તારમાં એક હનુમાન મંદિરના વિસ્તાર કરવા માટે થઇને એક મુસ્લિમ વેપારીએ 1663 સ્કેવર ફુટ જમીનનુ દાન કરી દીધુ છે. મોંઘીદાટ ગણાતી આ જમીનની કિંમત પણ ખૂબ જ મોટી છે. આ જમીનની ની કિંમત એક કરોડ જેટલી અંદાજવામાં આવી રહી છે. મુસ્લીમ વેપારીનો આ નિર્ણય લોકોમાં પ્રસરવા લાગતા લોકોએ પણ પ્રશંસા કરી રહ્યા છે. […]

હનુમાનજી મંદિર માટે મુસ્લીમ પરિવાર આવ્યો આગળ, આપી દીધી એક કરોડની જમીન ભેટ

Follow us on

બેંગલુરુના બહારના વિસ્તારમાં એક હનુમાન મંદિરના વિસ્તાર કરવા માટે થઇને એક મુસ્લિમ વેપારીએ 1663 સ્કેવર ફુટ જમીનનુ દાન કરી દીધુ છે. મોંઘીદાટ ગણાતી આ જમીનની કિંમત પણ ખૂબ જ મોટી છે. આ જમીનની ની કિંમત એક કરોડ જેટલી અંદાજવામાં આવી રહી છે. મુસ્લીમ વેપારીનો આ નિર્ણય લોકોમાં પ્રસરવા લાગતા લોકોએ પણ પ્રશંસા કરી રહ્યા છે.

ગુડ્સ ટ્રાન્સપોર્ટ નો બિઝનેશ કરવા વાળા વ્યવસાયી એમએમજી બાશા ની, વાલગેરાપુરુમાં તેમની ત્રણ એકર જમીનને અડકીને હનુમાનજી મંદિર આવેલુ છે. આ મંદિરે ભક્તોની ભીડ પણ સતત ઉભરાતી રહે છે. જેને લઇને ત્યા કેટલીક સમસ્યાઓનો ભીડને લઇને થઇ રહી હતી. ટ્રસ્ટ પણ મંદિરના વિસ્તારને વધારવા માટે ની યોજના બનાવી રહ્યુ હતુ. પરંતુ ટ્રસ્ટને ફંડની સમસ્યા વર્તાઇ રહી હતી. બાશાએ હનુમાન મંદિર ટ્રસ્ટને બતાવ્યુ હતુ કે પોતાની જમીનને તે દાનમાં મંદિરને આપી દેવા ઇચ્છી રહ્યા છે. જે જમીન હાઇવે ની પાસે હોવાને લઇને જમીનની કિંમત પણ ઘણી જ ઉંચી હતી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

મંદિર ટ્રસ્ટ દ્રારા 1089 ફુટ જેટલી જ જમીનનો ટુકડો જેમાંથી લેવા માટે ઇચ્છા દર્શાવી હતી. જોકે બાશાએ પોતાના પરિવારને વાત કરીને બાદમાં 1634 ફુટ જેટલી જમીનનુ દાન મંદિરને કર્યુ હતુ. જે દાનમાં મળેલી હાઇવે ટચ જમીનની કિંમત એક કરોડ રુપીયા જેટલી થવા જઇ રહી છે.

જેની સામે બાશા અને તેના પરીવારે એક પણ રુપીયો વળતર લીધુ નથી. ટ્રસ્ટ દ્રારા એક બેનર લગાવીને બાશા અને તેના પરીવારનો આભાર માન્યો છે. વાત કરતા બાશાએ કહ્યુ હતુ કે, હિન્દુ અને મુસલમાન બંને એક સાથે રહેતા આવ્યા છે. આજે વિભાજનકારી ચિજોની ચર્ચા વધારે છે. જો આપણે પ્રગતિ કરવા ઇચ્છતા હોઇએ તો એકજૂટ રુપે રહેવાની જરુર છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article