AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજસ્થાનના જેસલમેરમાં પડ્યા કરા, ખેતી ક્ષેત્રે વ્યાપક નુકસાન

ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલ જેસલમેર જિલ્લામાં મંગળવારે ઠંડી અને વરસાદ બંનેનો કહેર જોવા મળ્યો હતો. જિલ્લામાં હવામાને એવો વળાંક લીધો હતો કે રણ બર્ફીસ્તાનમાં ફેરવાઈ ગયું હતું.

રાજસ્થાનના જેસલમેરમાં પડ્યા કરા, ખેતી ક્ષેત્રે વ્યાપક નુકસાન
કરા પડવાથી ખેતી ક્ષેત્રે નુકસાન (સાંકેતિક તસવીર)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 8:51 PM
Share

રાજસ્થાનમાં વાતાવરણમાં થયેલા ફેરફારને (Climate change) કારણે ઠંડીમાં સતત વધારો થયો છે. ઘણા વિસ્તારોમાં દરરોજ તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 2-3 દિવસથી કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ (Unseasonal rain) પણ વરસ્યો છે. ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલ જેસલમેર (Jesalmer) જિલ્લામાં મંગળવારે ઠંડીનો સપાટો જોવા મળ્યો હતો. જિલ્લામાં પલટાયેલા હવામાનના કારણે રણ (Desert) બર્ફીસ્તાનમાં ફેરવાઈ ગયું હતું.

જેસલમેર જિલ્લાના પોખરણ વિસ્તારના ગામોમાં બે દિવસથી વરસાદ સાથે કરા પડ્યા હતા. ત્યારબાદ છાયા, ટોટા, અજાસર, બોડાણા જેવા ગામોમાં જમીન પર બરફની સફેદ ચાદર છવાઈ ગઈ હતી. આખો દિવસ આકાશમાં ગાઢ ધુમ્મસ છવાયેલુ રહ્યુ હતું. હવામાનમાં આવેલા પલટાને કારણે ખેડૂતોની સમસ્યામાં વધારો થવા પામ્યો છે. મંગળવારે બપોરે 2.30 વાગ્યાની આસપાસ વાવાઝોડું ફુકાયુ હતુ. જ્યારે બપોરે 3.30 વાગ્યા પછી કમોસમી વરસાદ પડ્યો હતો.

જેસલમેર જિલ્લામાં બપોરના 3.30 કલાકે ઉમટી પડેલા કાળા ડિંબાગ વાદળોને કારણે સમગ્ર વિસ્તારમાં ગાઢ અંધકાર છવાઈ ગયો હતો. લગભગ એક કલાક સુધી પડેલા ભારે વરસાદ બાદ ગામની શેરીઓમાં પાણી ભરાઈ ગયા હતા. ઠંડી અને કમોસમી વરસાદને કારણે લોકો ઠંડીમાં ઠુંઠવાઈ ગયા હતા. કમોમસી વરસાદ વરસ્યા બાદ લધુતમ તાપમાનનો પારો એકાએક ગગડયો હતો જેના કારણે ઠંડીમાં તીવ્ર વધારો થયો હતો.

દિવસે દિવસે હવામાનની પેટર્નમાં બદલાવ મંગળવારે દિવસની શરૂઆતથી જ હવામાનમાં પલટો આવવા લાગ્યો હતો. સવારના આકાશમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. ત્યાં 11 વાગે સૂર્ય પણ થોડીવાર માટે દેખાયો હતો. જો કે બપોરે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ચોમેરથી કાળા ડિંબાગ વાદળો ઉમટી પડ્યા હતા અને ત્યાર બાદ કમોસમી વરસાદ શરૂ થયો હતો. હળવા ઝરમર સાથે વરસેલા વરસાદ સાથે કરા પણ વરસ્યા હતા.

ખેડૂતોના પાકને નુકસાન શિયાળાની ઋતુમાં વરસાદ અને કરાથી ખેડૂતોના ચહેરા પર નિરાશા વધી જવા પામી છે. કરા પડવાના કારણે ખેતરોમાં ઉગાડેલ જીરૂ, ઇસબગુલ, રાઈ, ઘઉં અને ચણાના પાકને ઘણું નુકસાન થવા પામ્યુ છે. કેટલાક ખેડૂતોએ જણાવ્યું હતું કે માવઠાને કારણે જેટલુ નુકસાન ખેતીમાં નથી થયુ એના કરતા વધુ નુકસાન કરા પડવાથી થવા પામ્યુ છે.

આ પણ વાંચોઃ

Snowfall in Uttarakhand: નવા વર્ષની ઉજવણી માટે તૈયાર છે ઉત્તરાખંડના હિમાચ્છાદિત મેદાનો , મુનસ્યારી સહિત અનેક વિસ્તારોએ ફરી બરફની સફેદ ચાદર ઓઢી

આ પણ વાંચોઃ

Weather Alert: દેશના અનેક રાજ્યોમાં વરસાદ બાદ ઠંડીનું પ્રમાણ વધ્યું, નવા વર્ષની પૂર્વ સંધ્યા સુધી ઉત્તર ભારતમાં કોલ્ડવેવ એલર્ટ

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">