Gujarat Riots: મુસ્લિમો વિરુદ્ધ સામૂહિક હિંસા ભડકાવવાનું ગુનાહિત કાવતરું ઘડવાના આક્ષેપમાં મોદી સહિત 63 વિરુદ્ધ કોઈ પુરાવા નથી: સુપ્રીમ કોર્ટ

|

Jun 24, 2022 | 8:30 PM

સુપ્રીમ કોર્ટે પડકારજનક સંજોગોમાં તેના અથાક પ્રયાસો માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની પ્રશંસા કરી અને કહ્યું, "તેઓએ એક ઉત્તમ કામ કર્યું છે."

Gujarat Riots: મુસ્લિમો વિરુદ્ધ સામૂહિક હિંસા ભડકાવવાનું ગુનાહિત કાવતરું ઘડવાના આક્ષેપમાં મોદી સહિત 63 વિરુદ્ધ કોઈ પુરાવા નથી: સુપ્રીમ કોર્ટ
Supreme Court

Follow us on

વર્ષ 2002ના ગુજરાત રમખાણોના (Gujarat Riot) કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) અને અન્ય 63 લોકોને આપવામાં આવેલી ક્લીનચીટને પડકારતી અરજીને સુપ્રીમ કોર્ટે (Supreme Court) શુક્રવારે ફગાવી દીધી હતી. રમખાણો દરમિયાન માર્યા ગયેલા કોંગ્રેસના સાંસદ એહસાન રહેમાનીની પત્ની ઝાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં આ અરજી દાખલ કરી હતી. કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. ચાલો જાણીએ કે સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દેતા શું કહ્યું.

  1. જસ્ટિસ એ. એમ. ખાનવિલકર, જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ સી.ટી. રવિકુમારની ખંડપીઠે કેસને ફરી શરૂ કરવાના તમામ રસ્તાઓ બંધ કરતાં કહ્યુ કે, “તપાસ દરમિયાન એકત્રિત કરવામાં આવેલી સામગ્રી મુસ્લિમો વિરુદ્ધ સામૂહિક હિંસા ભડકાવવા માટે ઉચ્ચ સ્તરે ગુનાહિત કાવતરું હોવાની કોઈ શંકાને જન્મ આપતી નથી.”
  2. કોર્ટે કહ્યું કે, “ઝાકિયાની અરજી સુનાવણી યોગ્ય નથી. કેટલાક ખોટા હેતુઓ માટે કેસ ચાલુ રાખવાના ખોટા ઈરાદાનો ઉલ્લેખ કરતા કોર્ટે કહ્યું કે, જેઓ આ રીતે પ્રક્રિયાનો દુરુપયોગ કરે છે તેમને ન્યાયની કક્ષામાં લાવવા જોઈએ અને કાયદાના દાયરામાં રહીને પગલાં લેવા જોઈએ.”
  3. સર્વોચ્ચ અદાલતે પડકારજનક સંજોગોમાં તેના અથાક પ્રયત્નો માટે વિશેષ તપાસ ટીમ (SIT)ની પ્રશંસા કરી અને કહ્યું, “તેઓએ ઉત્તમ કામ કર્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે SITની તપાસમાં કોઈ ખામી શોધી શકાતી નથી અને કેસને બંધ કરવા અંગેનો તેનો 8 ફેબ્રુઆરી, 2012નો રિપોર્ટ સંપૂર્ણપણે તથ્યો પર આધારિત છે.”
  4. સર્વોચ્ચ અદાલતે એ પણ અવલોકન કર્યું હતું કે, “તે રાજ્ય સરકારની દલીલમાં યોગ્યતા શોધે છે કે સંજીવ ભટ્ટ (તત્કાલીન આઈપીએસ અધિકારી), હરેન પંડ્યા (ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન) અને આરબી શ્રીકુમાર (નિવૃત્ત IPS અધિકારી)ની જુબાની માત્ર આ કેસને સનસનાટીભર્યા અને રાજનીતિકરણ કરવા માટે હતી, જ્યારે તે જૂઠાણાંથી ભરેલી હતી.”
  5. ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
    Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
    સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
    આજનું રાશિફળ તારીખ : 04-05-2024
    મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
    કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
  6. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે તેના 452 પાનાના આદેશમાં કહ્યું હતું કે, “અમે કાયદાના ઉલ્લંઘન અંગે મેજિસ્ટ્રેટ અને હાઈકોર્ટના સ્ટેન્ડ સામે અપીલકર્તાની રજૂઆત અને કેસની તપાસના સંબંધમાં અંતિમ અહેવાલ સાથે સહમત નથી.”
  7. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે એવું લાગે છે કે ઝાકિયા જાફરી (તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીને આપવામાં આવેલી SITની ક્લીનચીટ વિરુદ્ધ અરજીકર્તા) કોઈ બીજાના ઈશારે કામ કરી રહી હતી. તેમની અરજીમાં ઘણી બધી બાબતો લખવામાં આવી છે જે અન્ય કોઈના સોગંદનામામાં નોંધાયેલી છે અને તે બાબતો ખોટી હોવાનું જાણવા મળ્યું છે.
  8. SCએ ચુકાદામાં કહ્યું કે, “SITએ તમામ તથ્યોની યોગ્ય તપાસ કર્યા બાદ પોતાનો રિપોર્ટ આપ્યો છે. તપાસ દરમિયાન, એવા કોઈ પુરાવા મળ્યા નથી કે જેનાથી રાજ્યમાં લઘુમતી સમુદાય વિરુદ્ધ હિંસાનું ષડયંત્ર ઉચ્ચ સ્તરે ઘડવામાં આવ્યું હોવાની પણ શંકા થઈ શકે. અમે SITનો રિપોર્ટ સ્વીકારીએ છીએ.”
  9. SCએ તેના નિર્ણયમાં કહ્યું છે કે, “પોલીસની અછત હોવા છતાં ગુજરાત પ્રશાસને રમખાણોને કાબૂમાં લેવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. સમય ગુમાવ્યા વિના, કેન્દ્રીય સુરક્ષા દળો અને સેનાને યોગ્ય સમયે બોલાવવામાં આવી હતી. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક વખત લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.”
  10. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, “2006માં ઝાકિયા જાફરીની ફરિયાદ બાદ કેટલાક હિતોને કારણે આ મામલો 16 વર્ષ સુધી જીવંત રાખવામાં આવ્યો હતો અને કાયદાકીય પ્રક્રિયાના દુરુપયોગમાં સામેલ લોકો સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.”
  11. 2011માં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ SIT દ્વારા ફેબ્રુઆરી 2012માં ક્લોઝર રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. SITએ કહ્યું કે “નરેન્દ્ર મોદી અને અન્ય 63 વિરુદ્ધ કાર્યવાહી કરવા યોગ્ય પુરાવા મળ્યા નથી. મેજિસ્ટ્રેટે SITની ક્લીન ચિટ વિરુદ્ધ ઝાકિયા જાફરીની અરજી ફગાવી દીધી હતી.”
  12. તેની સામે દાખલ કરાયેલી ઝાકિયા જાફરીની અરજીને ગુજરાત હાઈકોર્ટે ઓક્ટોબર 2017માં ફગાવી દીધી હતી. આ પછી ઝાકિયાએ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

Published On - 8:15 pm, Fri, 24 June 22

Next Article