18 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : જમ્મુ કાશ્મીરની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 59.08 % મતદાન, સૌથી વધુ કિશ્તવરમાં, સૌથી ઓછુ પુલવામામાં મતદાન

|

Sep 18, 2024 | 9:01 PM

Jammu Kashmir Assembly elections phase 1 Voting Live : આજે 18 સપ્ટેમ્બરના રોજ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો

18 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : જમ્મુ કાશ્મીરની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 59.08 % મતદાન, સૌથી વધુ કિશ્તવરમાં, સૌથી ઓછુ પુલવામામાં મતદાન

Follow us on

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે 24 બેઠકો પર મતદાન થવાનું છે. આ 24 વિધાનસભા બેઠકો માટે કુલ 219 ઉમેદવારો મેદાનમાં છે. પ્રથમ તબક્કામાં દક્ષિણ કાશ્મીર ક્ષેત્રની 16 અને જમ્મુ ક્ષેત્રની 8 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. 23.27 લાખ મતદારો આજે ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. અમદાવાદના સાયન્સ સિટીમાં મહિલા અને બાળકને ઉડાડી કારચાલક ફરાર થયો છે. બોપલમાં સગીરે એકને કચડ્યો. તો વડોદરામાં કારચાલકે દંપતીને અડફેટે લીધા. ચોટીલામાં સર્કલ ઓફિસર 40 હજારની લાંચ લેતા ઝડપાયો. જમીન પરના બોજા અંગેની કામગીરી અંગે લાંચ માગી હતી.  અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની આજે પૂર્ણાહુતિ થશે. મહામેળામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. અત્યાર સુધીમાં 22 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 18 Sep 2024 08:10 PM (IST)

    જમ્મુ કાશ્મીરની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 59.08 % મતદાન, સૌથી વધુ કિશ્તવરમાં, સૌથી ઓછુ પુલવામામાં મતદાન

    જમ્મુ કાશ્મીરમાં યોજાયેલ વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં પ્રાથમિક અંદાજ મુજબ 59.08 % મતદાન થયું છે. જેમા સૌથી વધુ મતદાન કિશ્તવરમાં અને સૌથી ઓછુ મતદાન પુલવામા ખાતે નોંધાયું છે. આજે યોજાયેલ ચૂંટણીમાં અનંતનાગમાં 54.17% , ડોડામાં 69.33 %, કિશ્તવરમાં 77.23 %, કુલગામમાં 62.46 %, પુલવામામા 46.66 %, રામબનમાં 67.71 % અને શોપિંયામાં 53.64 % ટકા મતદાન થયુ છે.

    જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 24 બેઠકો પર મતદાન યોજાયુ હતું. આ 24 વિધાનસભા બેઠકો ઉપર કુલ 219 ઉમેદવારોએ તેમનુ ભાવી અજમાવ્યું છે. પ્રથમ તબક્કામાં દક્ષિણ કાશ્મીર ક્ષેત્રની 16 અને જમ્મુ ક્ષેત્રની 8 બેઠકો પર મતદાન થયુ છે.

  • 18 Sep 2024 07:22 PM (IST)

    અંબાજી ભાદરવી પૂનમનો મેળોઃ 32 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન, 2.66 કરોડની થઈ આવક, 504 ગ્રામ સોનાનુ મળ્યું દાન

    શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો નિર્વિઘ્ને સંપન્ન થયો છે. ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન 32.54 લાખ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કર્યાં છે. 61 હજાર લોકોએ ઊડન ખટોલાનો લાભ લીધો હતો. 5 લાખ લોકોએ એસ ટી બસમા મુસાફરી કરી છે. સમગ્ર મેળા દરમિયાન કુલ 3134 ધ્વજારોહણ થઈ છે. 5.19 લાખ લોકોએ નિઃશુલ્ક ભોજન પ્રસાદી સ્વરૂપે લીધું હતુ. 19.59 લાખ પ્રસાદ પેકેટનું વિતરણ કરાયું છે. રૂપિયા 2.66 કરોડ ભંડાર અને ગાદીની આવક થઈ છે. 504.670 ગ્રામ સોનાનું દાન મળ્યું છે.


  • 18 Sep 2024 06:17 PM (IST)

    કચ્છના મુન્દ્રા APMC માર્કેટની ચાર દુકાનોમાં લાગી આગ

    કચ્છના મુન્દ્રા APMC માં આગ લાગી છે. માર્કેટમાં આવેલી 4 દુકાનમાં  આગ લાગી હતી. કેળાના કેરેટ સહિતનો જથ્થો બળીને ખાક થયો છે. ફાયરની ટિમે આગ પર કાબૂ મેળવ્યો હતો. શોટ સર્કિટને કારણે આગ લાગી હોવાનુ પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

  • 18 Sep 2024 06:07 PM (IST)

    જૂનાગઢ તાલુકાના 35 સરપંચે, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષને આપ્યા રાજીનામા

    જૂનાગઢ તાલુકાના 35 સરપંચે તાલુકા પંચાયતની કારોબારીના અધ્યક્ષને રાજીનામા આપી દીધા છે.  વહીવટી તંત્ર અને સરપંચો વચ્ચે વિકાસના કાર્યોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. વિવિધ વિકાસ કામો ટલ્લે ચડતા હોવાથી 35 જેટલા સરપંચએ રાજીનામા આપી દીધા. 3 વાગે TDOએ મીટીંગ બોલાવી પરંતુ હાજર ના રહેતા સરપંચોનો રોષ ભભુકી ઉઠયો છે. ગ્રામ પંચાયતના વહીવટી કામોમાં જીએસટી સહિતના અનેક મુદ્દે ઘણા સમયથી ચાલે છે વિવાદ. સરપંચના યુનીયનનું કહેવું છે કે, ગૌચરની જમીન ખાલી કરાવવા દબાણ કરવામાં આવે છે પરંતુ હદ નિશાન ના હોવાથી સર્જાઇ રહી છે મુશ્કેલી આવી રહી છે. વહીવટી પ્રક્રિયા સરળને બદલે કઠિન કરી દેતા અનેક કામ ટલ્લે ચડી ગયા છે. 35 જેટલા સરપંચોએ જુનાગઢ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષને આપ્યા રાજીનામું સોપી દીધુ છે.

  • 18 Sep 2024 06:03 PM (IST)

    સાયન્સ સીટી નજીક માં – દીકરાને જીવલેણ ટક્કર મરનાર આરોપી ઝડપાયો

    અમદાવાદમાં સાયન્સ સીટી નજીક ઇવનિંગ વોક માટે નીકળેલ માં – દીકરાને જીવલેણ ટક્કર મરનાર કાર ચાલક આરોપી રાજકોટના કોટડા સંગણીના રહેવાસી જયદીપ વઘાસિયાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી બનેવીના કેન્સરની સારવાર અર્થે અમદાવાદ આવેલ. બોપલમાં પોતાના સંબંધીને ત્યાં ફ્રેશ થવા જતા હતા ત્યારે ઉજાગરાને કારણે અચાનક ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું આરોપીએ જણાવ્યું હતું. લોકોના મારની બીકથી સ્થળ પરથી ભાગી ગયો હતો, પરંતુ તે પૂર્વે બંને ઇજાગ્રસ્તોને બહાર કાઢવા મદદરૂપ થયો હતો, તેમ પણ આરોપીએ જણાવ્યું હતું.

  • 18 Sep 2024 05:48 PM (IST)

    સુરતના લીંબાયતમાં ACP ના ગન મેનની પિસ્તોલ ચોરી કરનાર શખ્સની ધરપકડ

    સુરતના લીંબાયતમાં ACP ના ગન મેનની પિસ્તોલ ચોરી કરનાર શખ્સની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પિસ્તોલની સાથે 10 રાઉન્ડ કારતુસની પણ ચોરી કરવામાં આવી હતી. મોહરમના તહેવારમાં પોલીસ બંદોબસ્તમાં હતા, એ સમયે ભીડનો લાભ લઈને પિસ્તોલની ચોરી કરાઈ હતી. લીંબાયત વિસ્તારમાંથી નસીમ અખતર મોહમહદ્દ કલીમ અંસારીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી સામે લીંબાયત પોલીસ સ્ટેશનમાં કુલ 6 ગુના નોંધાયેલા છે.

  • 18 Sep 2024 05:45 PM (IST)

    વિરમગામ અમદાવાદ બાયપાસ રોડ પર ટ્રકમાં આગ

    વિરમગામ અમદાવાદ બાયપાસ રોડ પર ટ્રકમાં આગ લાગી હતી. વલાણા ગામ પાસે ટ્રકમાં શોટ સર્કીટથી આગ લાગી હતી.
    વિરમગામ ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. આગને કારણે કોઈ જાનહાની થવા પામી નથી.

  • 18 Sep 2024 05:13 PM (IST)

    ગિરનારના મહારાજે કરી અરજ, 11 કેવીની લાઈન તો નાખી, હવે લોકાર્પણ કરો તો વીજળી આવે

    જુનાગઢના ગિરનાર પર 11 કેવીની વીજ લાઈન નાખવામાં આવી છે પરંતુ તેનુ લોકાર્પણ ના થયું હોવાથી હજુ પણ અંધારુ રહે છે. નવરાત્રી આવતી હોય છતાં માં જગદંબાના મંદિરે ઘોર અંધારે આરતી અને દર્શન કરવા પડે છે તેમ માઁ અંબાજી મંદિર મહંત તનસુખગિરિએ જણાવ્યું છે. મહંત તનસુખગિરિએ સરકારને વીજ લાઈનનું લોકાર્પણ માટે કરી વિનંતી કરી છે. વીજ લાઈન આવતા મંદિર ઝળહળી ઉઠે, માતાજીના ગરબા, ધૂન અને સ્તુતિ ભક્તો કરી શકે છે.

  • 18 Sep 2024 03:57 PM (IST)

    જમ્મુ કાશ્મીરમાં 5 વાગ્યા સુધીમાં 58.19 % મતદાન

    જમ્મુ કાશ્મીરમાં આજે યોજાઈ રહેલ પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિક્રમી મતદાન થઈ શકે છે. આજે સાંજના 5 વાગ્યા સુધીમાં જ 58.19 ટકા મતદાન સંપન્ન થઈ ચૂક્યું છે. હજુ છેલ્લા કલાકોમાં થયેલા મતદાનના આંકડાઓ આવતા મોડૂ થશે. પરંતુ જે રીતે મતદાન થયું છે તે જોતા કહી શકાય કે, જમ્મુ કાશ્મીરમાં પ્રથમ તબક્કામાં વિક્રમી મતદાન થવા પામ્યું છે.

  • 18 Sep 2024 02:53 PM (IST)

    એક દેશ એક ચૂંટણી પ્રસ્તાવને કેબિનેટની મંજૂર

    મોદી કેબિનેટે એક દેશ એક ચૂંટણીના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેબિનેટે રામનાથ કોવિંદના અહેવાલને સ્વીકારી લીધો છે.

  • 18 Sep 2024 02:45 PM (IST)

    લો બોલો, વિસનગરમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ભાજપના સદસ્ય બનાવવાનું કૌભાંડ !

    વિસનગરમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ભાજપના સદસ્ય બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. સિવિલમાં ઇન્જેક્શન લેવા ગયેલા દર્દીને ભાજપનો સભ્ય બનાવી દેવામાં આવ્યો છે. દર્દી પાસે મોબાઈલ નંબર માગીને ઓટીપી માગવામાં આવતા સમગ્ર ધટનાનો ભાંડો ફૂટ્યો હતો. દર્દીને જાણ થતાં દર્દીએ હોસ્પિટલમાં હોબાળો મચાવી દીધો હતો. સિવિલના કર્મીનો માફી માગતો વીડિઓ પણ સામે આવ્યો છે. વિકુંભા દરબાર નામના દર્દી ને ભાજપના સભ્ય બનાવી દેવાયાની ઘટના ઘટી હતી. વિકુંભા એ સમગ્ર ઘટનાનો વીડિઓ બનાવીને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.

  • 18 Sep 2024 02:38 PM (IST)

    J-K માં ભારે મતદાન

    J-Kમાં બમ્પર મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં બપોરે 1 વાગ્યા સુધી કેન્દ્રશાસિત પ્રદેશમાં 43.13 % મતદાન થયું હતું. કિશ્તવાડમાં સૌથી વધુ 56.86 ટકા મતદાન થયું હતું. આ સિવાય અનંતનાગમાં 37.90 ટકા, ડોડામાં 50.81 ટકા, કુલગામમાં 39.91 ટકા, પુલવામામાં 29.84 ટકા, રામબનમાં 49.68 ટકા અને શોપિયાંમાં 38.72 ટકા મતદાન થયું છે.

  • 18 Sep 2024 01:14 PM (IST)

    રાજકોટ: રેસકોર્સ રોડ પર ST બસે સર્જ્યો અકસ્માત

    રાજકોટ: રેસકોર્સ રોડ પર ST બસે અકસ્માત સર્જ્યો. ST બસે અડફેટે લેતા બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. સવારે પોણા 8 વાગ્યે સર્જાયેલા અકસ્માતના CCTV પણ સામે આવ્યા છે.

  • 18 Sep 2024 12:41 PM (IST)

    જમ્મુ-કાશ્મીરમાં સવારે 11 વાગ્યા સુધી 26.72% મતદાન

    જમ્મુ-કાશ્મીરની 24 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. સવારે 9 વાગ્યા સુધી 11.11 ટકા મતદાન થયું. સૌથી વધુ મતદાન કિશ્તવાડમાં થયું. અહીં 14.83 ટકા મતદાન થયું. તે જ સમયે, શોપિયાંમાં 11.44 ટકા, રામબનમાં 11.91 ટકા, પુલવામામાં 9.18 ટકા, ડોડામાં 12.90 ટકા મતદાન થયું.

  • 18 Sep 2024 11:53 AM (IST)

    રાહુલ ગાંધીએ X પર કર્યુ પોસ્ટ

    કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું, દેશના ઈતિહાસમાં પહેલીવાર કોઈ રાજ્યનો રાજ્યનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો છે અને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે – આ તમારા બધાના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે, જમ્મુ અને કાશ્મીરનું અપમાન. તમે ભારતને આપેલો દરેક મત તમારા અધિકારો પુનઃસ્થાપિત કરશે, રોજગાર લાવશે, મહિલાઓને મજબૂત કરશે અને તમને ‘અન્યાયના સમયગાળા’માંથી બહાર લાવશે. જમ્મુ-કાશ્મીરને ફરી ખુશ કરશે. આજે, તમારા ઘરોમાંથી મોટી સંખ્યામાં બહાર આવો અને તમારા લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ કરો – ભારત માટે મત આપો.

  • 18 Sep 2024 11:51 AM (IST)

    મતદાન કેન્દ્ર પર લાંબી કતારો

    જમ્મુ-કાશ્મીરમાં દરેક મતદાન કેન્દ્ર પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખવામાં આવી છે. સીસીટીવી દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે અને સુરક્ષા દળો સંપૂર્ણ રીતે સતર્ક છે. પ્રથમ તબક્કામાં 219 ઉમેદવારો ઉભા રહ્યા છે, જેમાંથી 9 મહિલાઓ છે. મતદાન કેન્દ્ર પર લાંબી કતારો જોવા મળી રહી છે.

  • 18 Sep 2024 10:06 AM (IST)

    જમ્મુ-કાશ્મીરમાં સવારે 9 વાગ્યે 11.11 ટકા મતદાન

    જમ્મુ-કાશ્મીરની 24 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. સવારે 9 વાગ્યા સુધી 11.11 ટકા મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન કિશ્તવાડમાં થયું. અહીં 14.83 ટકા મતદાન થયું. તે જ સમયે, શોપિયાંમાં 11.44 ટકા, રામબનમાં 11.91 ટકા, પુલવામામાં 9.18 ટકા, ડોડામાં 12.90 ટકા મતદાન થયું હતું.

  • 18 Sep 2024 09:48 AM (IST)

    જૂનાગઢ: લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર નકલી તબીબ ઝડપાયો

    જૂનાગઢ: લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર નકલી તબીબ ઝડપાયો છે.  નકલી તબીબ પ્લાસવા ગામે દુકાન ભાડે રાખીને લોકોને સારવાર આપતો હતો. LCBની ટીમે 35 વર્ષીય ઇદ્રિશ ઘાંચી નામના નકલી તબીબની ધરપકડ કરી છે. કોઈ પણ પ્રકારની ડિગ્રી અને અભ્યાસ વગર જ લોકોને દવાઓ આપતો હતો. સ્ટીરોઇડ, દવાના જથ્થા સહિત કુલ 65 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

  • 18 Sep 2024 09:33 AM (IST)

    જામનગર: જામજોધપુર પંથકમા વરસાદનું આગમન

    જામનગર: જામજોધપુર પંથકમા વરસાદનું આગમન થયુ છે. જામજોધપુરના વાલાસણ ગામમાં વરસાદ વરસ્યો છે. વાલાસણ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો.

  • 18 Sep 2024 08:49 AM (IST)

    સુરેન્દ્રનગરઃ લાંચિયો કર્મચારી ACBના સકંજામાં

    સુરેન્દ્રનગરઃ લાંચિયો કર્મચારી ACBના સકંજામાં આવ્યો છે. ચોટીલામાં સર્કલ ઓફિસર 40 હજારની લાંચ લેતા ઝડપાયો છે. જમીન પરના બોજા અંગેની કામગીરી લાંચ માગી હતી. સર્કલ ઓફિસર જીગ્નેશ પાટડીયાને ACBએ ઝડપ્યો.

  • 18 Sep 2024 08:38 AM (IST)

    સાબરકાંઠા : ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક-બાઈક વચ્ચે અકસ્માત

    સાબરકાંઠાના ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતમાં 2 લોકોના કરૂણ મોત થયા છે. ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. એક જ પરિવારના 2 સભ્યોના મોત થયા છે. અન્ય એક ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયા છે.

  • 18 Sep 2024 08:08 AM (IST)

    પીએમ મોદીએ મતદાન કરવા કરી અપીલ

    PM મોદીએ જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા મતદાનને લઈને X પર પોસ્ટ કરી છે. તેમણે લખ્યું કે વિધાનસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો શરૂ થઈ રહ્યો છે, હું તમને વિનંતી કરું છું કે આજે જ્યાં મતદાન થઈ રહ્યું છે તે તમામ મતવિસ્તારોમાં મોટી સંખ્યામાં મતદાન કરો અને લોકશાહીના તહેવારને મજબૂત કરો. હું ખાસ કરીને યુવા અને પ્રથમ વખતના મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરું છું.

  • 18 Sep 2024 08:02 AM (IST)

    ખેડાઃ વસોમાં ગણેશ વિસર્જન વખતે DJ વગાડવા મુદ્દે તકરાર

    ખેડાઃ વસોમાં ગણેશ વિસર્જન વખતે DJ વગાડવા મુદ્દે તકરાર થઇ. ધાર્મિક સ્થળ નજીક શોભાયાત્રા વખતે DJ વગાડવા મુદ્દે બબાલ થઇ હતી. કેટલાક શખ્સોએ લાકડી ફેંકતા મામલો ઉગ્ર બન્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વિવાદ શાંત કર્યો હતો. 10થી 12 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

  • 18 Sep 2024 07:32 AM (IST)

    અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ

    અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ છે. આજે રાત્રીના 12 કલાકે મેળાની પૂર્ણાહૂતિ થશે. 6 દિવસમાં 27 લાખ ભક્તોએ અંબાજીની મુલાકાત લીધી.
    આજે પણ મોટી સંખ્યામાં ભક્તો અંબાજી મંદિરની મુલાકાત લેશે. આવતીકાલથી અંબાજી મંદિરમાં દર્શન રાબેતા મુજબ થશે.

  • 18 Sep 2024 07:31 AM (IST)

    219 ઉમેદવારો મેદાનમાં

    જમ્મુ અને કાશ્મીરના સાત જિલ્લાઓની 24 વિધાનસભા બેઠકો પર આજે મતદાન થવાનું છે, જેના માટે વિસ્થાપિત કાશ્મીરી પંડિતો અનંતનાગ, પુલવામા, શોપિયાની 16 વિધાનસભા બેઠકો પર તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. અને દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાઓ. ચૂંટણીના પ્રથમ તબક્કામાં કાશ્મીરી પંડિત સમુદાયના છ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. સંજય સરાફ અનંતનાગ બેઠક પરથી લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આ સાથે જ શાંગસ-અનંતનાગ વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના વીર સરાફ, અપની પાર્ટીના એમકે યોગી અને અપક્ષ દિલીપ પંડિત મેદાનમાં છે. જ્યારે, રોઝી રૈના (રિપબ્લિક પાર્ટી ઓફ ઈન્ડિયા) અને અરુણ રૈના (નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી) અનુક્રમે રાજપોરા અને પુલવામા સીટ પરથી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

  • 18 Sep 2024 07:30 AM (IST)

    પ્રથમ તબક્કામાં 24 બેઠકો પર મતદાન થશે

    જમ્મુ-કાશ્મીરમાં બુધવારે વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન થશે. મતદાન માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 24 બેઠકો પર મતદાન થશે.

Published On - 7:29 am, Wed, 18 September 24