સરકાર ખેડૂતોની આવક વધારવા માટે પ્રતિબદ્ધ, કૃષિ બજેટને વધારીને 1,23,000 કરોડ કરવામાં આવ્યુ: કૈલાશ ચૌધરી

|

Jan 18, 2022 | 5:51 PM

પાકના નુકસાન અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે કુદરતી આફતોના કારણે પાકને નુકસાન થાય તો સરકાર ખેડૂતોને NDRF અને SDRF તરફથી વળતર આપે છે. જણાવી દઈએ કે કુદરતી આફતોથી ખેડૂતોને થતા નુકસાનને ઓછુ કરવા માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજના પણ લાગુ છે.

સરકાર ખેડૂતોની આવક વધારવા માટે પ્રતિબદ્ધ, કૃષિ બજેટને વધારીને 1,23,000 કરોડ કરવામાં આવ્યુ: કૈલાશ ચૌધરી
File Image

Follow us on

કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરી (Kailash Choudhary)નું કહેવું છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક વધારવા માટે પ્રતિબદ્ધ છે. સરકાર સતત પાકના ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP)માં વધારો કરી રહી છે. ત્યારે કૃષિ બજેટને વધારીને 1 લાખ 23 હજાર કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યુ છે. તેમને કહ્યું કે આ પહેલા 21 હજાર કરોડ રૂપિયાનું રહેતુ હતું.

 

સંસદના શિયાળુ સત્ર દરમિયાન પ્રશ્નકાળમાં પૂછેલા એક સવાલનો જવાબ આપતા કહ્યું કૃષિ અને કિસાન કલ્યાણ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ કહ્યું કે સરકારની પાક વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને પ્રોત્સાહન આપી રહી છે. બાગાયતી પાકો પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ માટે ઘણા અલગ-અલગ કાર્યક્રમો પણ ચલાવવામાં આવી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

કેન્દ્ર વર્ષમાં બે વાર SDRFને ભંડોળ બહાર પાડે છે

પાકના નુકસાન અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે કુદરતી આફતોના કારણે પાકને નુકસાન થાય તો સરકાર ખેડૂતોને NDRF અને SDRF તરફથી વળતર આપે છે. જણાવી દઈએ કે કુદરતી આફતોથી ખેડૂતોને થતા નુકસાનને ઓછુ કરવા માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજના પણ લાગુ છે.

 

ત્યારે એક અન્ય સવાલનો જવાબ આપતા કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે કેન્દ્ર વર્ષમાં બે વખત SDRFને ફંડ બહાર પાડે છે. આ યોજના હેઠળ કેન્દ્રીય ગૃહ મંત્રાલય 75 ટકા આપે છે અને 25 ટકા રાજ્ય દ્વારા આપવામાં આવે છે. તેમને કહ્યું કે જો SDRF ફંડ અપર્યાપ્ત લાગે છે તો કેન્દ્ર SDRFને વધુ ફંડ આપે છે.

 

પાક વૈવિધ્યકરણ માટેની યોજના શરૂ કરી

કૃષિ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે સરકારે પાક વૈવિધ્યકરણ માટે એક યોજના શરૂ કરી છે અને તે ખેડૂતોને એવા પાક ઉગાડવા માટે પ્રોત્સાહિત કરે છે, જેમાં ઓછુ મુડી રોકાણની જરૂર હોય છે. અન્ય એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે જે ખેડૂત ઘણા વર્ષોથી ડાંગર અથવા ઘઉંની ખેતી કરે છે, જો તે વિવિધ કારણોસર નુકસાનની આશંકાથી અન્ય પાકમાં જતા અચકાતા હોય તો મંત્રીએ જણાવ્યું હતું કે નુકસાનના કિસ્સામાં ખેડૂતોને વળતર મળી શકે છે. પાક વીમો, SDRF અને અન્ય યોજનાઓ દ્વારા વળતર આપવામાં આવે છે.

 

 

આ પણ વાંચો: ખાનગી ટ્રેનો ચલાવવા માટે રેલવે ફરી શરૂ કરશે હરાજી પ્રક્રિયા, દેશના 100 રૂટ પર 150 ટ્રેનો દોડાવવાની યોજના

Published On - 9:37 pm, Tue, 14 December 21

Next Article