વાહનના અકસ્માતોને રોકવા અને લોકોના જીવ બચાવવા માટે સરકાર રસ્તાઓનું ઓડિટ કરશે

ભારતમાં દર વર્ષે વાહનોના થતા અકસ્માતમાં હજારો લોકોના કરુણ મોત નિપજે છે. અકસ્માત થવાનું કારણ ડ્રાઈવરની ભૂલ, રસ્તા અને વાહનની ટેકનિકલ ખામી મુખ્યત્વે હોવાનું સામે આવ્યુ છે. આ સંજોગોમાં કેન્દ્ર સરકાર રસ્તાઓનુ ઓડીટ કરીને અકસ્માત ઝોનમાં આવતા માર્ગમાં જરુરી સુધારો કરી શકાય.

વાહનના અકસ્માતોને રોકવા અને લોકોના જીવ બચાવવા માટે સરકાર રસ્તાઓનું ઓડિટ કરશે
Cyrus Mistry Car Accident ( file photo)
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Sep 21, 2022 | 8:14 AM

રસ્તા પર થતા અકસ્માતો (Accident) રોકવા સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. આને ધ્યાનમાં રાખીને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે સરકાર ટૂંક સમયમાં જ મુસાફરોના જીવ બચાવવા માટે રસ્તાઓનું ઓડિટ (Road audit) કરાવવા માટે પગલાં લેવા જઈ રહી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટરે મંગળવારે જણાવ્યું હતું કે રોડ એન્જિનિયરિંગ, વાહન ઉત્પાદન અને ઈમરજન્સી સેવાઓમાં સુધારો લાવવાના પ્રયાસોને સફળ બનાવવા માટે તમામ હિતધારકોના સહકારની જરૂર છે.

ગડકરીએ મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન આઈમાની રાષ્ટ્રીય પરિષદ સમયે પત્રકારોને જણાવ્યું હતું કે સરકાર માર્ગ સલામતીનું ઓડિટ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. જેથી રસ્તાઓની ગુણવત્તામાં સુધારો કરી શકાય અને અકસ્માતો ઘટાડી શકાય.

તેમણે સપ્ટેમ્બરની શરૂઆતમાં મહારાષ્ટ્રના પાલઘરમાં એક માર્ગ અકસ્માતમાં ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના મૃત્યુને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને આઘાતજનક ગણાવ્યું હતું. સાયરસ મિસ્ત્રીની સ્પીડમાં આવતી કાર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. રોડ સેફ્ટીના મુદ્દે ગડકરીએ કહ્યું કે આ અંગે લોકોને શિક્ષિત કરવા અને તેમનો સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તેમણે એમ પણ કહ્યું કે સરકાર વિવિધ અભિયાનો અને જાહેરાતો દ્વારા રસ્તાઓ પર લોકોની સુરક્ષા વધારવા માટે કામ કરી રહી છે. માર્ગ સલામતી આપણા બધા માટે એજન્ડામાં ટોચ પર છે, એમ તેમણે જણાવ્યું હતું.

તેણે કહ્યું કે તે 28 સપ્ટેમ્બરે ફ્લેક્સ ફ્યુઅલનો ઉપયોગ કરીને ટેસ્ટ પ્લાનને ફ્લેગ ઓફ કરશે. આમાં ટોયોટાની નવી કારનો ઉપયોગ કરવામાં આવશે જે ફ્લેક્સ ફ્યુઅલ પર ચાલશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં દર વર્ષે વાહનોના થતા અકસ્માતમાં હજારો લોકોના કરુણ મોત નિપજે છે. અકસ્માત થવાનું કારણ ડ્રાઈવરની ભૂલ, રસ્તા અને વાહનની ટેકનિકલ ખામી મુખ્યત્વે હોવાનું સામે આવ્યુ છે. આ સંજોગોમાં કેન્દ્ર સરકાર રસ્તાઓનુ ઓડીટ કરીને અકસ્માત ઝોનમાં આવતા માર્ગમાં જરુરી સુધારો કરી શકાય. જેથી અકસ્માતનું પ્રમાણ ઘટાડીને લોકોના જીવ બચાવી શકાય.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati