સરકારે જાહેર કરી લોજિસ્ટિક્સ ઈઝ રિપોર્ટ, પ્રથમ સ્થાન પર ગુજરાત, જમ્મુ-કાશ્મીરે પણ ભરી લાંબી છલાંગ

|

Nov 08, 2021 | 7:04 PM

આ રિપોર્ટ પરથી જાણી શકાય છે કે દેશના વિવિધ રાજ્યોમાં લોજિસ્ટિક્સ એટલે કે પરિવહન પહેલા કરતાં કેટલું સરળ બની ગયું છે. આ રિપોર્ટ કોવિડની બીજી લહેર બાદ આવ્યો છે.

સરકારે જાહેર કરી લોજિસ્ટિક્સ ઈઝ રિપોર્ટ, પ્રથમ સ્થાન પર ગુજરાત, જમ્મુ-કાશ્મીરે પણ ભરી લાંબી છલાંગ

Follow us on

સરકારે સોમવારે લોજિસ્ટિક્સ ઈઝ (Logistics Ease Report) રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ પરથી જાણી શકાય છે કે દેશના વિવિધ રાજ્યોમાં લોજિસ્ટિક્સ એટલે કે પરિવહન પહેલા કરતાં કેટલું સરળ બની ગયું છે. આ રિપોર્ટ કોવિડની બીજી લહેર બાદ આવ્યો છે. કોવિડની બીજી લહેરમાં ઓક્સિજન સપ્લાય(Oxygen supply)ની વ્યવસ્થા સર્વોચ્ચ હતી અને લગભગ દરેક રાજ્યમાં આ કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું હતું.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

કેન્દ્ર સરકાર સાથે સારુ સંકલન રાખીને રાજ્ય સરકારોએ પ્રવાહી ઓક્સિજનના પરિવહનને ખૂબ જ સરળ બનાવ્યું. જેથી કોવિડના દર્દીઓના જીવ બચાવી શકાયા. લોજિસ્ટિક્સ ઈઝ રિપોર્ટ અથવા LEDAS રિપોર્ટમાં તેની ઊંડી છાપ જોવા મળી રહી છે. લીડ્ઝ રિપોર્ટ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. રિપોર્ટ દ્વારા એવો સંદેશ આપવામાં આવ્યો છે કે લોજિસ્ટિક્સ ઈકોસિસ્ટમ (Logistics ecosystem)ભારતના બજારને મજબૂત કરશે અને દેશની અર્થવ્યવસ્થા પણ સશક્ત થશે.

 

તે જ સમયે બજાર પણ વધશે કારણ કે પરિવહનને મજબૂત કર્યા વિના બજાર અને અર્થતંત્રની મજબૂતાઈ વિશે વિચારવું અર્થહીન છે. આ અવસરે વાણિજ્ય સચિવ અનુરાગ જૈને જણાવ્યું હતું કે આ અહેવાલને કારણે રાજ્યોમાં ઉદ્યોગ અને વ્યવસાય તરફ પોતાની જાતને સુધારવાની સ્પર્ધા થઈ છે. હવે રાજ્યો પણ એકબીજા સાથે હરીફાઈ કરીને વધુ સારાની હોળમાં છે.

 

શું કહ્યું વાણિજ્ય મંત્રીએ

કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાની સામાન્ય સ્થિતિને તહેવારો દ્વારા સરળતાથી સમજી શકાય છે. પરંતુ કોરોનાના કિસ્સામાં આપણે કોઈપણ સંકોચ રાખ્યા વિના સાવચેતી રાખવી જોઈએ. ભારતમાં મોટાપાયે કોરોનાની રસી બનાવવામાં આવી છે.

 

તેમણે કહ્યું કે આપણે ભવિષ્યને ધ્યાનમાં રાખીને પગલાં ભરવાની જરૂર છે. તેને ધ્યાનમાં રાખીને આ ત્રીજો રિપોર્ટ ‘લીડ્સ 2021’ રાજ્યોમાં ઉદ્યોગો અને વ્યવસાય વધારવા અને ખામીઓને સમજાવવા માટે જારી કરવામાં આવ્યો છે. આમાં રાજ્યોની રેન્કિંગ છે અને તે સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે કયા રાજ્યમાં સુધારો થયો છે.

 

પીયૂષ ગોયલે કહ્યું કે ભારત સરકાર આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે પ્રતિબદ્ધ છે, જેથી તે આવનારા સમયમાં નેતૃત્વ કરી શકે. PMએ ગતિ શક્તિ દ્વારા કેન્દ્ર અને રાજ્યોના સહયોગનું પગલું ભર્યું છે.

 

વ્યવસાય અને અર્થતંત્રમાં લોજિસ્ટિક્સની ભૂમિકા

ભારત ટૂંક સમયમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું ગ્રાહક કેન્દ્ર બની જશે. સ્થાનિક વપરાશ અને આંતરરાષ્ટ્રીય વેપાર સાથે તાલમેલ જાળવી રાખવા માટે આગામી સમયમાં લોજિસ્ટિક્સ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ભારતના આર્થિક વિકાસ માટે આંતરરાષ્ટ્રીય વેપાર અને બજાર સાથે સ્પર્ધા જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે. આ બે પરિબળો વચ્ચે સંતુલન જાળવવામાં લોજિસ્ટિક્સ અસરકારક સાબિત થઈ રહ્યું છે.

 

ભારતની 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના નિર્માણમાં મજબૂત લોજિસ્ટિક્સ સૌથી મોટી ભૂમિકા ભજવશે. તેથી, થોડા વર્ષોમાં ભારત સરકારે લોજિસ્ટિક્સની સુવિધા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા પર ભાર મૂક્યો અને નિયમનકારી અને માળખાકીય સુધારાઓને પ્રાથમિકતા આપી. આ અંતર્ગત ગતિ શક્તિ અભિયાન દ્વારા નવી ઊંચાઈ આપવામાં આવી છે.

 

લોજિસ્ટિક્સ ઈઝ રિપોર્ટનો ઉદ્દેશ

દેશની સમગ્ર લોજિસ્ટિક્સ સિસ્ટમને મજબૂત બનાવવામાં રાજ્ય સરકારોની મોટી ભૂમિકા છે. લોજિસ્ટિક્સ ઈકોસિસ્ટમને મજબૂત કરીને રાજ્યો આંતરરાષ્ટ્રીય બજારમાં તેમના ઉત્પાદનોનું વેચાણ કરી શકે છે. તેનાથી ભારતની નિકાસ વધી શકે છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે 2018માં વાર્ષિક અભ્યાસ શરૂ કર્યો હતો. તેને ‘લોજિસ્ટિક્સ ઈઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ’ એટલે કે લીડ્ઝ રિપોર્ટ નામ આપવામાં આવ્યું હતું.

 

આ જ રિપોર્ટ સોમવારે પણ બહાર પાડવામાં આવ્યો હતો જેને લીડ્ઝ રિપોર્ટ 2021 નામ આપવામાં આવ્યું છે. આ રિપોર્ટનો હેતુ રાજ્યોમાં લોજિસ્ટિક્સ સુવિધાઓ સુધારવા, રાજ્યો વચ્ચે સહકાર માટે રચનાત્મક સ્પર્ધાને પ્રોત્સાહન આપવાનો છે, જેથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે નીતિઓ અને નિયમોનું યોગ્ય રીતે પાલન થાય. ભારતમાં લોજિસ્ટિક્સ ઈકોસિસ્ટમને સમજવા માટે લીડ્ઝ ઇન્ડેક્સ સૌથી શક્તિશાળી સાધન છે.

 

રાજ્યોનું રેન્કિંગ

લીડ્ઝ 2021ના રિપોર્ટ અનુસાર લોજિસ્ટિક્સના 9 પેરામીટર બનાવવામાં આવ્યા છે અને તેમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. બીજા નંબરે હરિયાણા, ત્યારબાદ પંજાબ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ઓડિશા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ, ઝારખંડ, ઉત્તરાખંડ, કેરળ, બંગાળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગોવા, બિહાર, હિમાચલ પ્રદેશ અને આસામનું નામ આવે છે.

 

પૂર્વ ભારતમાં અને તાજેતરમાં રચાયેલા કેન્દ્રશાસિત પ્રદેશોમાં, જમ્મુ અને કાશ્મીર પ્રથમ સ્થાને છે, સિક્કિમ બીજા સ્થાને છે, ત્યારબાદ મેઘાલય, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ અને નાગાલેન્ડ છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિલ્હી પ્રથમ ક્રમે અને ચંદીગઢ બીજા ક્રમે છે.

 

 

આ પણ વાંચો: UP: કૈરાનામાં પરત ફરેલા હિન્દુ પરિવારોને મળ્યા CM યોગી, કહ્યું- અમારી નીતિ ઝીરો ટોલરેન્સની, ગોળી મારનારની છાતી પર ચાલી ગોળી

 

આ પણ વાંચો: થિયેટરની દિવાલમાંથી આવી રહ્યો હતો અવાજ, દિવાલ તોડીને જોયું તો લોકોના હોશ ઉડી ગયા !

Next Article