ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂક માટેના નિયમોમાં ફેરફાર કરાયો, હવે આ લાયકાતના આધારે નિમણૂક કરાશે

|

Jun 07, 2022 | 6:33 PM

CDS Appointment: જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયા બાદથી દેશમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (Chief Of Defence Staff) નું પદ ખાલી છે.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂક માટેના નિયમોમાં ફેરફાર કરાયો, હવે આ લાયકાતના આધારે નિમણૂક કરાશે
સરકારે આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂક માટેના નિયમોમાં ફેરફાર કર્યો
Image Credit source: Twitter

Follow us on

CDS Appointment: મંગળવારે એક ગેઝેટ નોટિફિકેશન જાહેર કરીને, સરકારે દેશના આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) ની નિમણૂક માટે ત્રણ સેવાઓના નિયમોમાં સુધારો કર્યો છે. જનરલ બિપિન રાવત (Bipin Rawat)ના હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયા બાદથી દેશમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ ખાલી છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન હેઠળ આર્મી, એરફોર્સ (Air Force)અને નેવીના નિયમોમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદ પર નિમણૂક

રક્ષા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદ પર નિમણૂક માટે સરકાર એર માર્શલ અથવા એર ચીફ માર્શલ અથવા તેના જેવા હોદ્દા પર સેવા આપતા અધિકારી પર વિચાર કરશે. રેન્ક દ્વારા નિવૃત્ત થયા અધિકારી હોય. આ અધિકારીની ઉંમર નિમણૂકની તારીખે 62 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

જે નવા નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે, તે અંતર્ગત હવે આર્મી, નેવી અને એરફોર્સના હાલના વડાઓ તેમજ અન્ય ટોચના અધિકારીઓ હવે CDSના પદ માટે પાત્ર બનશે. દેશના પહેલા CDS જનરલ બિપિન રાવતનું ગયા વર્ષે 8 ડિસેમ્બરે હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું હતું. ત્યારથી આ પોસ્ટ ખાલી છે.

અલગ સૂચનાઓ બહાર પાડી

સુધારેલા નવા નિયમો હેઠળ, હવે આર્મી, નેવી અને એરફોર્સના હાલના વડાઓ તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ હવે સીડીએસના પદ માટે પાત્ર બનશે. દેશના પહેલા CDS જનરલ બિપિન રાવતનું ગયા વર્ષે 8 ડિસેમ્બરે હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું હતું. ત્યારથી આ પોસ્ટ ખાલી છે. સેવા આપતા અથવા નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ, એર માર્શલ અથવા વાઇસ એડમિરલની સીડીએસ તરીકે નિમણૂક કરવા માટે સરકાર દ્વારા એર ફોર્સ એક્ટ, આર્મી એક્ટ અને નેવી એક્ટના ભાગ રૂપે અલગ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.

Published On - 5:34 pm, Tue, 7 June 22

Next Article