ફ્રોડ લોનના મામલામાં Googleની મોટી કાર્યાવાહી, કેટલીયે એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી

Googleએ ફ્રોડ લોન એપ્સ વિશે ઓફિશિયલ બ્લોગમાં કેટલીક વાતો કહી છે. ગૂગલ ઈન્ડિયાએ લોન એપ્લિકેશન પર મોટી કાર્યવાહી કરી છે. થોડા સમયથી લોન એપ્સ દ્વારા છેતરપિંડી ઝડપથી વધી રહી હતી.

  • Hardik Bhatt
  • Published On - 22:29 PM, 14 Jan 2021
Google's big action in fraud case, many apps removed from the Play Store

Googleએ ફ્રોડ લોન એપ્સ વિશે ઓફિશિયલ બ્લોગમાં કેટલીક વાતો કહી છે. ગૂગલ ઈન્ડિયાએ લોન એપ્લિકેશન પર મોટી કાર્યવાહી કરી છે. થોડા સમયથી લોન એપ્સ દ્વારા છેતરપિંડી ઝડપથી વધી રહી હતી. હવે ગૂગલે તે લોન એપ્સને ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી દીધી છે કે જે સ્થાનીક કાયદાઓનું પાલન નથી કરતી. આ વાત ત્યારે પ્રકાશમાં આવી છે જ્યારે યુઝર્સે લગભગ 10 લોન એપ્લિકેશનોને ફ્લેગ કરવાનું શરૂ કર્યું.

 

કંપનીએ પ્લે સ્ટોરમાંથી ત્રણ લોન એપ્લિકેશન્સ હટાવી પણ દીધી છે. આ એપ્સને લાખો વાર પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરાઈ ચૂકી છે. આ બધી લોન એપ્સ ગૂગલના લોન ચૂકવવાને લઈને જે નિયમો છે તેને તોડ્યા છે. ગૂગલ ઈન્ડિયાની એન્ડ્રોઈડ સિક્યોરીટી અને પ્રાઈવસીની વાઈસ પ્રેસિડન્ટ સુજૈન ફ્રેએ બ્લોગ લખીને તેના વિશે જાણકારી આપી હતી.

 

ગૂગલે લોન એપ્સ પર બ્લોગ લખીને તેની જાણકારી આપી

બ્લોગમાં તેમણે કહ્યું કે તેમને સેંકડો પર્સનલ એપને રિવ્યુ કરી છે. તેમાં સરકારી એજન્સી અને યૂઝર્સ દ્વારા ફ્લેગ કરવામાં આવેલી એપ્સ પણ હતી. જે યૂઝર સેફ્ટી પોલિસીનું ઉલ્લંઘન કરી રહી હતી તેમને પ્લે સ્ટોર પરથી તરત જ હટાવી દેવાઈ છે.

 

60 દિવસથી ઓછો રિપેમેન્ટનો ટાઈમ આપતી હતી આ લોન એપ્સ

જે લોન એપ્સને હટાવાઈ છે, તેમંથી કેટલીક એપ્સ લોન ચૂકવવા માટે 60 દિવસ કે તેથી ઓછો ટાઈમ આપતી હતી. પછી 7 જાન્યુઆરીએ StuCred નામની એપને ફરીથી પ્લે સ્ટોર પર મુકવામાં આવી. તેણે લોન રિપેમેન્ટનો ટાઈમ 30 દિવસ વધાર્યો. એક અહેવાલ મુજબ ઓછામાં ઓછી 6 એપ્સ જે લોન ચૂકવણી માટે બહુ ઓછો સમય આપે છે. તેમાંથી કેટલીક તો એવી એપ છે, જે 7 દિવસથી પણ ઓછો ટાઈમ આપે છે. કેટલીક એવી લોન એપ્સ પણ છે જે 10 હજાર રૂપિયા જેવી નાની રકમ લેવા પર 2 હજર રૂપિયા સુધીની પ્રોસેસીંગ ફી લે છે.

 

60% સુધી લેતા હતા વ્યાજ

આ એપ્સ પૈસા ચૂકવવા માટે 30 દિવસનો જ ટાઈમ આપતી હતી. તેના પર 60 ટકા સુધી વ્યાજ પણ લેતી હતી. ત્યારે ભારતીય બેંક લોન પર 10થી 20 ટકા સુધી વાર્ષીક વ્યાજ લે છે. લોન ચૂકવવા માટે બેંકો ક્યારેય એક વર્ષ કરતા ઓછો સમય નથી આપતી. સુજેન ફ્રેએ કહ્યું કે ફક્ત એવી લોન એપ્સને જ પરમીશન અપાઈ છે, જેમની લોન ચૂકવણીની મર્યાદા 60 દિવસથી વધુ છે. લોન એપ્સથી કેટલીયે જાણકારી લેવામાં આવે છે. જેમાં રિપેમેન્ટ ટાઈમ, વાર્ષિક વ્યાજ, કુલ વ્યાજ જેવી જાણકારીએ સામેલ છે.

 

હૈદરાબાદ તેલંગણા પોલીસે જ્યારે ગૂગલને આ સંદિગ્ધ ઈન્સ્ટન્ટ લોન એપ્સને લઈને સવાલ પૂછ્યા હતાં, ત્યારે ગૂગલની પ્રતિક્રિયા હવે આવી છે. ગૂગલનું કહેવું છે કે પર્સનલ લોન એપ્સ પર જ હાલ તો તેમનું ધ્યાન ગયું છે. તેઓ ગૂગલ પ્લે સ્ટોર પર આ એપ્સ પર કરાયેલી કાર્યવાહી બધાની સામે ક્લીઅર કરવા માંગે છે. સૂત્રોએ કહ્યું કે ગૂગલ પ્લે સ્ટોર પર ઈન્સ્ટન્ટ લોન એપને એક્ટિવ રહેવા માટે NBFC/ RBIએ એપ્રૃવ કર્યા હોય તેવા કાગળો દેખાડવા પડશે, જેના માટે 5 દિવસનો ટાઈમ આપવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો: ખેડૂતો અને સરકાર વચ્ચે આવતીકાલે યોજાશે મહત્વની બેઠક, કૃષિ કાયદાને લઈ આવશે ઉકેલ?