ગુડ ન્યૂઝ : દેશમાં 24 કલાકમાં 15 રાજયમાં Coronaથી એક પણ મૃત્યુ નહીં

ગુડ ન્યૂઝ : દેશમાં 24 કલાકમાં 15 રાજયમાં Coronaથી એક પણ મૃત્યુ નહીં

આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ મૃત્યુ થયું નથી.જેમાં રાજધાની દિલ્હી પણ સામેલ છે.

Chandrakant Kanoja

| Edited By: Utpal Patel

Feb 09, 2021 | 6:30 PM

Corona  વાયરસ સામેની લડતમાં ભારત ઘણું આગળ નીકળી ગયું છે. એક તરફ દેશમાં રસીકરણની પ્રક્રિયા ચાલુ છે. તો બીજી તરફ Corona ના ચેપના નવા કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું કે 33 રાજ્યોમાં Corona ચેપના 5000 થી ઓછા સક્રિય કેસ છે.આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ મૃત્યુ થયું નથી.જેમાં રાજધાની દિલ્હી પણ સામેલ છે. જેમાં 7 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે જ્યાં છેલ્લા 3 અઠવાડિયામાં કોઈ મોત થયું નથી.

નીતિ આયોગના સભ્ય વી.કે.પૌલે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોવિડ -19 ને કારણે કોઈ મૃત્યુ થયું નથી. આ પૂર્વે કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં દિલ્હી એક હતું. કોરોનાની બીજી વેવ પણ દિલ્હીમાં આવી હતી.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોરોનાના સક્રિય કેસ એક લાખથી ઓછા રહ્યા છે. હજુ પણ બે રાજ્યો, કેરળ અને મહારાષ્ટ્રમાં દેશના કુલ સક્રિય કેસોના 71 ટકા કેસ છે. કેરળમાં 45% સક્રિય કેસ છે. મહારાષ્ટ્રમાં 25 ટકા કર્ણાટકમાં 4 ટકા, પશ્ચિમ બંગાળમાં 3 ટકા અને તમિળનાડુમાં 3 ટકા કેસ સક્રિય છે.

દેશમાં રસીકરણ અભિયાન અંગે જણાવતા આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 63,10,194 આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઇન વર્કરોને કોવિડ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. બીજો ડોઝ 13 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે. દેશમાં કોવિડ ચેપના કેસોની સંખ્યા ઘટીને 1,50,000 કરતા ઓછી થઈ ગઈ છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati