દિલ્હીવાસીઓ માટે સારા સમાચાર, 3 દિવસ બાદ યમુના બેંક મેટ્રો સ્ટેશનના દરવાજા ખુલ્યા, પૂરને કારણે કરાયા હતા બંધ
દિલ્હીમાં યમુના જળસ્તર વધવાથી અને પૂરના પાણી દિલ્હીના રહેણાંક વિસ્તારોમાં પ્રવેશ્યા બાદ મેટ્રો સ્ટેશનના પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. જે બાદ હવે યમુનાના જળ સ્તરમાં ઘટાડો નોંધાતા આજે 3 દિવસ બાદ મેટ્રોં સ્ટેશનના દરવાજા ફરીથી ખોલવામાં આવ્યા છે.
Delhi News: દિલ્હીવાસીઓ અને દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરનારાઓ માટે સારા સમાચાર છે. યમુનાનું પાણીનું સ્તર ઘટ્યા બાદ DMRCએ યમુના બેંક મેટ્રો સ્ટેશનના પ્રવેશ-બહાર જવા માટેના દરવાજા ફરીથી ખોલી દેવામાં આવ્યા છે. ડીએમઆરસીએ પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
દિલ્હીમાં યમુના જળસ્તર વધવાથી અને પૂરના પાણી દિલ્હીના રહેણાંક વિસ્તારોમાં પ્રવેશ્યા બાદ મેટ્રો સ્ટેશનના પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. જે બાદ હવે યમુનાના જળ સ્તરમાં ઘટાડો નોંધાતા આજે 3 દિવસ બાદ મેટ્રોં સ્ટેશનના દરવાજા ફરીથી ખોલવામાં આવ્યા છે.
દિલ્હી પૂરથી પ્રભાવિત
જણાવી દઈએ કે દિલ્હીમાં ભારે વરસાદ અને યમુનાના જળસ્તરમાં વધારો થવાને કારણે આસપાસના વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. હાલમાં પણ દિલ્હીના ઘણા વિસ્તારો પૂરથી પ્રભાવિત છે. છેલ્લા ઘણા દિવસથી ભારે વરસાદના કારણે દિલ્હી વાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જો કે ચોમાસાની શરુઆતની સાથે દિલ્હી પાણીમાં ડૂબી રહ્યું છે એક તરફ ભારે વરસાદનો કહેર અને તેની સાથે યમુના પાણી દિલ્હીના રસ્તા પર ફરી વળતા લોકોના ઘરોમાં પણ પહોચી ગયા હતા.
ત્યારે યમુનાનું જળસ્તર ઘટ્યાના ત્રણ દિવસ બાદ આજે દિલ્હી મેટ્રોના યમુના બેંક મેટ્રો સ્ટેશનના બંને દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ડીએમઆરસીએ આ અંગે માહિતી આપી છે.
યમુના બેંક મેટ્રો સ્ટેશન ફરી શરુ થયું
દિલ્હી મેટ્રોએ ટ્વીટ કર્યું કે યમુના બેંક મેટ્રો સ્ટેશન પર પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા હવે મુસાફરો માટે ખુલ્લા છે. 13મી જુલાઈએ મેટ્રો સ્ટેશન પર પાણી ભરાવાને કારણે એક્ઝિટ અને એન્ટ્રી ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. જો કે, હવે જ્યારે પાણીનું સ્તર નીચે આવી રહ્યું છે, ત્યારે દિલ્હીના લોકોની સુવિધા માટે યમુના બેંકમેન્ટેરો સ્ટેશનના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.
નેવીએ ITO બેરેજનો ગેટ ખોલ્યો
મુંબઈની નૌકાદળની ટીમે ITO બેરેજના પાંચ બંધ ગેટમાંથી એકને સંપૂર્ણ રીતે ખોલી નાખ્યો છે. જેના કારણે પુરના પાણી હવે ધીરે ધીરે ઓસરવા લાગ્યા છે. તે જ સમયે, ચંદ્રવાલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. વજીરાબાદ પ્લાન્ટના ત્રણેય તબક્કાઓ ચાલુ કરવાનું કામ ચાલુ છે. દિલ્હી જલ બોર્ડના ઉપાધ્યક્ષ સોમનાથ ભારતીએ જણાવ્યું છે કે ટૂંક સમયમાં દિલ્હીના તમામ વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો ફરી શરૂ કરવામાં આવશે.