AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good news: 3D પ્રિન્ટિંગ માસ્ક કોરોના વાયરસ સામે રક્ષણ આપશે, જાણો આ માસ્કની વિશેષતા

Good news: પુણે સ્થિત એક સ્ટાર્ટઅપ કંપનીએ એક માસ્ક તૈયાર કર્યું છે. જે કોરોના વાયરસને નિષ્ક્રિય કરે છે. આ માસ્કના એક લેયર પર લેપ લગાડેલો હોય છે, જે કોરોના વાયરસના બાહ્ય પટલનો નાશ કરે છે.

Good news: 3D પ્રિન્ટિંગ માસ્ક કોરોના વાયરસ સામે રક્ષણ આપશે, જાણો આ માસ્કની વિશેષતા
પ્રતિકાત્મક તસ્વીર
| Updated on: Jun 15, 2021 | 6:26 PM
Share

Good news:પુણે સ્થિત એક સ્ટાર્ટઅપ કંપનીએ એક માસ્ક તૈયાર કર્યું છે. જે કોરોના વાયરસને નિષ્ક્રિય કરે છે. આ માસ્કના એક લેયર પર લેપ લગાડેલો હોય છે, જે કોરોના વાયરસના બાહ્ય પટલનો નાશ કરે છે.

કોરોના રોગચાળાની બીજી લહેરે લાખો લોકોનો જીવ લીધો છે. બીજી લહેર દરમિયાન, કોરોના વાયરસના સૌથી અને ખતરનાક પ્રકારો બહાર આવ્યા છે. જેના કારણે કોરોનાથી સંક્રમિત દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. અને, ઓક્સિજનના અભાવને લીધે લાખો લોકો મોતને ભેંટયા હતા. જોકે, હવે કોરોના વાયરસની બીજી લહેર નરમ બની રહી છે. અને આ દરમિયાન એક સારા સમાચાર બહાર આવ્યા છે.

પુણે સ્થિત એક કંપનીએ એક વિશેષ પ્રકારના માસ્ક તૈયાર કર્યા છે. આ 3-ડી પ્રિન્ટિંગ અને ડ્રગ્સના જોડાણથી બનેલા માસ્ક છે. જે તેના સંપર્કમાં આવતા કોરોના વાયરસને નિષ્ક્રિય કરે છે. વિજ્ઞાન અને તકનીકી વિભાગે માહિતી આપી હતી કે થિંકર ટેક્નોલોજી ઈન્ડિયા પ્રા.લિ. દ્વારા તૈયાર કરાયેલા આ માસ્કમાં એન્ટી વાયરલ એજન્ટનો કોટિંગ છે.

ડીએસટીએ અહેવાલ આપ્યો છે કે પરીક્ષણો બતાવે છે કે આ (લેપ) કોટિંગ સાર્સ-કોવ 2ને નિષ્ક્રિય કરે છે. વિભાગે કહ્યું કે આ (લેપ) કોટિંગમાં સોડિયમ ઓલેફિન સલ્ફોનેટ આધારિત મિશ્રણનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે એક સાબુ સંબંધિત એજન્ટ છે. વિભાગ કહે છે કે જ્યારે કોરોના વાયરસ આ કોટિંગ(લેપ)ના સંપર્કમાં આવે છે, ત્યારે, કોરોનાના બાહ્ય પટલને નાશ કરી દે છે.

ડીએસટી વિભાગે કહ્યું કે કોટિંગ સામગ્રી સામાન્ય તાપમાને સ્થિર હોય છે. અને, સૌંદર્ય પ્રસાધનોમાં કોટિંગનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. થિંકર ટેક્નોલોજી ઈન્ડિયા પ્રા.લિ.ના સ્થાપક શીતલકુમાર જામ્બડે કહ્યું છે કે આપણે જાણીએ છીએ કે કોરોના ચેપ રોકવા માટે માસ્ક સાર્વત્રિકરૂપે એક મુખ્ય સાધન બનશે. પરંતુ જે-તે સમયે સામાન્ય લોકો માટે ઉપલબ્ધ અને પ્રાપ્ય એવા માસ્ક હોમમેઇડ હતા. અને. આ માસ્ક તુલનાત્મક અને નીચી ગુણવત્તાના હતા.

તેમણે વધુમાં કહ્યું કે આવી સ્થિતિમાં ઉચ્ચ ગુણવત્તાવાળા માસ્ક બનાવવાની જરૂરિયાત અમને આ પ્રોજેક્ટ પર કામ કરવા માટે મજબૂર કરી હતી. અને કોરોના ચેપનો ફેલાવો અટકાવવા આ એક અમારી સારી પહેલ ગણી શકાય છે.

g clip-path="url(#clip0_868_265)">