ટુંક સમયમાં ભારતમા સોનાની માંગનો 10 વર્ષનો રેકોર્ડ તુટશે, જાણો કેટલુ ખરીદાય છે સોનુ

ટુંક સમયમાં ભારતમા સોનાની માંગનો 10 વર્ષનો રેકોર્ડ તુટશે, જાણો કેટલુ ખરીદાય છે સોનુ
Gold Bars

Gold Silver- ઘરે ઘરે એવુ મનાય છે કે, સોનુ છે તે એક પ્રકારે મૂડી છે. આથી જ લોકો રોજબરોજના ખર્ચા સિવાયના નાણામાંથી જે કોઈ બચત થાય તેમાંથી સોનુ ખરીદે છે.

TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Dec 10, 2021 | 5:51 PM

આવનારા સમયમાં સોનાની (Gold) માંગનો 10 વર્ષનો રેકોર્ડ તુટી શકે છે. તેનું કારણ એ છે કે અર્થવ્યવસ્થામાં ( Economy ) રિકવરી આવી રહી છે અને મજબૂત થઈ રહેલા દેશના અર્થતંત્રને કારણે લોકોના ખિસ્સામાં પૈસા આવી રહ્યા છે. ઘરે ઘરે એવુ મનાય છે કે, સોનુ છે તે એક પ્રકારે મૂડી છે. આથી જ લોકો રોજબરોજના ખર્ચા સિવાયના નાણામાંથી જે કોઈ બચત થાય તેમાંથી સોનુ ખરીદે છે.

કદાચ આ જ કારણ છે કે વર્તમાન નાણાકીય વર્ષના વર્તમાન ત્રીજા ક્વાર્ટરમાં દેશમાં સોનાની માંગનો 10 વર્ષનો રેકોર્ડ તૂટી શકે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ ( World Gold Council – WGC) એ પોતાના રિપોર્ટમાં આ અનુમાન લગાવ્યું છે.

રેકોર્ડ બ્રેક માંગનું સાચું કારણ શું છે WGCના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન તહેવારોની સિઝન દરમિયાન ભારતીયોએ મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરી છે. આ પછી લગ્નની પીક સીઝનમાં પણ સોનાનું વેચાણ વધ્યું છે. આ જ કારણ છે કે સોનાની માંગનો રેકોર્ડ તૂટી શકે છે.

દેશમાં વપરાશમાં લેવાતું મોટા ભાગનું સોનું વિદેશમાંથી આયાત કરવામાં આવે છે, છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન જો આપણે કોઈપણ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં સોનાની આયાતના ડેટા પર નજર કરીએ તો 2014-15માં ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન 339.3 ટન સોનાની આયાત થઈ હતી. હવે WGCનું માનવું છે કે આ વખતે 10 વર્ષનો રેકોર્ડ તૂટી જશે એટલે કે આયાતની સંખ્યામાં પણ વધારો થશે.

તો આ વખતે જ્યારે સોનાના વપરાશનો રેકોર્ડ તૂટ્યો છે, તો ચોક્કસ યાદ રાખો કે તે રેકોર્ડ તોડવામાં તમારા નજીકના સંબંધીના લગ્નનો ફાળો છે. ઉપરાંત, દાગીના ખરીદવા માટે તમારી પત્ની અથવા તો પરિવારજન દ્વારા તમારા પર દબાણ કરવામાં આવ્યું હતું તે પણ તેમાં મોટી ભૂમિકા ભજવે છે.

કેમ અચાનક ભારતીયોનો પ્રેમ ફરી સોના તરફ વળ્યો WGCનુ કહેવુ છે કે તહેવારો અને લગ્નની સિઝનમાં જ્વેલરીની માંગ વધી છે. તેથી જ આ માંગને પહોંચી વળવા વેપારીઓએ વધુ સોનાની આયાત કરી છે.

WGCના કહેવા મુજબ, વિશ્વના બીજા સૌથી મોટા બજાર ભારતમાં પીળી ધાતુની માંગ મોટાભાગે બુલિયન અને અશુદ્ધ સોનાની આયાત પર નિર્ભર છે. વર્તમાન બજારના સંકેતોને ધ્યાનમાં રાખીને, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 2022 માં સોનાની આયાત આ વર્ષ કરતાં વધુ મજબૂત રહેશે. તેનું મુખ્ય કારણ અર્થતંત્રમાં જ્વેલરીની માંગમાં ઝડપી વધારો છે.

કેટલાક આંકડાઓ જોઈએ ભારતે વર્ષ 2020માં વિશ્વના 30 દેશોમાંથી 377 ટન સોનાના બાર અને બિસ્કિટની આયાત કરી હતી. સોનાની કુલ આયાતમાંથી 44 ટકા સ્વિટ્ઝર્લેન્ડમાંથી અને 11 ટકા સંયુક્ત આરબ અમીરાતમાંથી ખરીદવામાં આવે છે.

આ પણ વાંચોઃ

Gold Price Today : સોનું ફરી 50,000 તરફ આગળ વધી રહ્યું છે? જાણો આજના લેટેસ્ટ રેટ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati