VIDEO: અસાની વાવાઝોડાની અસર રૂપે જોવા મળ્યો રહસ્યમયી સોનાનો રથ, કૌતુક જોવા ભીડ થઈ એકઠી

|

May 11, 2022 | 10:55 PM

Cyclone Asani: આંધ્ર પ્રદેશ(Andhrapradesh)ના શ્રીકાકુલમના સુન્નાપલ્લીના કાંઠા પર એક રહસ્યમયી સોનાનો રથ જોવા મળ્યો હતો. એવું જણાવાઈ રહ્યું છે કે આ રથ કોઈ બીજા દેશમાંથી પાણીમાં વહીને બીજા દેશમાંથી આવ્યો છે.

VIDEO: અસાની વાવાઝોડાની અસર રૂપે જોવા મળ્યો રહસ્યમયી સોનાનો રથ, કૌતુક જોવા ભીડ થઈ એકઠી
Golden chariot (Image ANI)

Follow us on

Cyclone Asani: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમના સુન્નાપલ્લીના કાંઠા પર એક રહસ્યમયી સોનાનો રથ જોવા મળ્યો હતો. એવું જણાવાઈ રહ્યું છે કે આ રથ કોઈ બીજા દેશમાંથી પાણીમાં વહીને અહીં સુધી આવી ગયો છે. ભારતમાં અસાની Cyclone Asani  વાવાઝોડાની અસર તીવ્ર માત્રામાં જોવા મળી રહી છે ત્યારે આંધ્ર પ્રદેશના  Andhra Pradesh શ્રીકાકુલમના સુન્નાપલ્લાનીના તટ પર એક રહસ્યમયી સોનાનો રથ  Golden chariot મળી આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ રથ પાણીમાં વહીને કોઇ બીજા દેશમાંથી આવ્યો છે.

સમુદ્રમાં વહી રહેલો સોનાનો રથ હાલમાં તો સ્થાનિકો માટે આશ્ચર્યનો વિષય બન્યો છે. આ રથને સ્થાનિ ગ્રામિણોએ દોરડાં વડે બાંધીને સમુદ્ર કિનારે લાવવાની જહેમત ઉઠાવી હતી. રથનો આકાર દક્ષિણ પૂર્વ એશિાઇ દેશોના કોઈ મઠ જેવો છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અસાની વાવાઝોડાને કારણે આ રથ પાણીમાં વહી આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

સુવર્ણ રથને જોવા ભીડ થઈ એકઠી

આ ગોલ્ડન રંગનો રથ જોવામાં સુંદર અને ભવ્ય લાગી રહ્યો છે. સમુદ્રમાં વહી રહેલો સોનાનો રથ હાલમાં તો સ્થાનિકો માટે આશ્ચર્યનો વિષય બન્યો છે. માનવામાં આવી રહ્યું છે કે રથ મ્યાંમાર, થાઇલેન્ડ, મલેશિયા કે ઇન્ડોનેશિયા જેવા આંદામાન સાગરની નજીકના દેશોમાંથી વહી આવ્યો હશે. એવું એટલા માટે માનવામાં આવી રહ્યું છે કારણ કે વાવાઝોડાનું ઓછા દબાણનું ક્ષેત્ર સૌથી પહેલા દક્ષિણ આંદામાન સાગર ઉપર જ રચાયું હતું. આ અંગે નૌપાડાના એસઆઇએ જણાવ્યું હતું કે આ અંગે અમે ઇન્ટેલિજન્સ તથા ઉચ્ચ અધિકારીઓને જાણ કરી દીધી છે. તો એવી પણ શક્યતા છે કે ભારતના સમુદ્ર કાંઠે કોઈ ફિલ્મના શૂટિંગ માટે આ રથ બનાવવામાં આવ્યો હોઈ શકે
છે.

આજે વાવાઝોડું અસાની આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારોમાં પહોંચશે. ઓડિશાના સ્પેશ્યલ રિલીફ કમિશ્નર પ્રદીપ કુમાર જેનાએ જણાવ્યું હતું કે ચક્રવાત અસાની બુધવારે આંધ્રના કાંઠા વિસ્તાર કાકીનાડામાં પહોંચશે.

દરમિયાન વાવાઝોડાને ધ્યાનમાં રાખતા વિશાખાપટ્ટનમના એરપોર્ટ નિર્દેશક કે. શ્રીનિવાસે જણાવ્યું હતું કે ચક્રવાત અસાનીને ધ્યાનમાં રાખતા આજે ઇન્ડિગોના આગમન અને પ્રસ્થાનની બધી ફ્લાઇઠ રદ કરવામાં આવી છે. તો એ એશિયાએ બેંગ્લુરૂથી એક અને દિલ્લીથી એક ફ્લાઇટ રદ કરી છે. તેમજ સાંજની ફ્લાઇટ માટે વાતાવરણ અનુસાર નિર્ણય લેવામાં આવશે. તેમના જણાવ્યા પ્રમાણે એર ઇન્ડિયાએ પોતાની ફ્લાઇટ અંગે નિર્ણય લીધો નથી. સ્પાઇસ જેટની કોલકાત્તા- વિશાખાપટ્ટનમ- કોલકાત્તા ફ્લાઇટો રદ રહશે.

Next Article